________________
(૧૭) આત્માના પ્રદેશોની નિકટમાં તે સમયે જડ કાર્મણ વર્ગણાનું પણ સંક્રમણ તેમજ ક્ષેત્રાંતર પણ જોવામાં આવે છે પણ તે પુદ્ગલનું કાર્ય સ્વતંત્ર છે અને ત્રિકાળી ચૈતન્યભગવાન આત્મા તેનાથી ભિન્ન,
(૧૮) જીવની વર્તમાન અવસ્થામાં ભૂલ થવામાં એ કર્મ નિમિત્ત છે અને ભૂલ ટળવામાં સાચા દેવ-ગુરૂ-શાસ્ત્ર નિમિત્ત છે. અરિહંત અને સિદ્ધ દેવ છે, આત્મજ્ઞાન સહિત ભાવલિંગી નગ્ન દિગમ્બર મુની ગુરૂ છે અને વીતરાગતાની પ્રરૂપણારૂપ પરમાગમ શાસ્ત્રો સાચા છે અને એ ત્રણેની શ્રદ્ધા - એમનું યથાર્થ સ્વરૂપ જાણી કરવા જેવી છે. આ નિશ્ચય ’નમોકાર મંત્ર’ અને ‘માંગલિક’ છે.
(૧૯) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ એ એક જ છે અને તેની પ્રરૂપણા નિશ્ચય-વ્યવહારથી કરવામાં આવી છે. ત્રણ લોક ત્રણકાળમાં જ્ઞાનમાર્ગ એક જ મોક્ષનું પરમાર્થ કારણ છે. ‘“સહજ આત્મ સ્વરૂપ સર્વજ્ઞ દેવ પરમ ગુરૂ' આ મંત્ર છે.
(૨૦) મોક્ષરૂપી પ્રયોજનની સિધ્ધિમાં પાંચ સમવાય (૧) સ્વભાવ (૨) નિયતિ (૩) કાળલબ્ધિ (૪) નિમિત્ત અને (૫) પુરૂષાર્થ એ સાથે જ હોય છે. મોક્ષ પ્રાપ્તિમાં સમ્યક્ પુરુષાર્થની મુખ્યતા છે.
બીજું બધું કાર્ય એટલે છ દ્રવ્યો, સ્વયં સંચાલિત અનાદિ નિધન વિશ્વ વ્યવસ્થા અને દ્રવ્યગુણ-પર્યાયજ્મક વસ્તુ વ્યવસ્થા સ્વતંત્ર, ક્રમબદ્ધ, તેની તે સમયની ઉપાદાનની યોગ્યતા પ્રમાણે વ્યવસ્થિત નિરંતર પરિણમી જ રહી છે ત્યારે નિમિત્ત હાજર હોય છે પણ નિમિત્ત કાંઈ કરતું છે નથી. જ્યાં આવું છે ત્યાં બીજું શું કરવાનું હોય ? કાંઈ જ નહિ. જાણવું એ તારો ત્રિકાળ સ્વભાવ છે. જ્ઞાતા થઈ તું તારા નિજ સ્વભાવમાં આવી જા. હે જીવ ! હવે તને આના સિવાય બીજું કાંઈ કરવાનું નથી, એવું જ્ઞાન અને શ્રદ્ધા કરી તું એક સમય માટે અંદરથી નિઃસંદેહ પ્રતીતિ કર કે ‘હું આ જ છું.’
આ પૂર્ણ ધર્મનો સાર સંક્ષિપ્તમાં વીતરાગ પ્રભુએ અત્યંત કરુણાથી ભવ્ય જીવોને વિચારવા માટે બતાવ્યો છે.
Jain Education International
For Persona Private Use Only
.................
www.jainelibrary.org