________________
વસ્તુ સ્વરૂપ જેમ અરિહંત ભગવંતોએ બતાવ્યું છે તેમ તેનું યથાર્થ સ્વરૂપ જાણી તેની પ્રતીતિ કરી - વર્તમાન જ્ઞાનની પર્યાયનું લક્ષ એક સમય માટે દ્રવ્ય સ્વભાવમાં એકાગ્ર કરવાનું છે.
(૧૦) આના સિવાય બીજું કાંઈપણ કરવા જેવું છે એમ માનવું એ વિપરીત માન્યતા છે, એને મિથ્યાત્ત્વ કહેવામાં આવે છે. એ સૌથી મોટું પાપ છે, એ સંસાર પરિભ્રમણ અને અનંત દુઃખનું કારણ છે. કોઈપણ રીતે સૌથી પ્રથમ આ મિથ્યામાન્યતા (વિપરીતતા) ટાળવા જેવી છે.
(૧૧) જ્ઞાનાનંદ સ્વરૂપ - સદાય ચૈતન્ય - સર્વથા સર્વથી ભિન્ન ત્રિકાળી ભગવાન આત્મા જેવો છે જેવડો છે અને સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં જેવો આવ્યો છે અને દિવ્યધ્વનિમાં જેવો પ્રકાશવામાં આવ્યો છે અને ભાવલિંગી સંતોએ જેની પોકારી પોકારી જાહેરાત કરી છે - પોતાના નિજ વૈભવથી જેવો બતાવ્યો છે તેવા પોતાથી એકત્ત્વ અને પરથી વિભક્ત એવા જ્ઞાયકને તું જાણ, માન અને તેમાં એકાગ્ર થઈ તેનો અનુભવ કર ! બસ! આના સિવાય આ ભવનું બીજું કોઈ પ્રયોજન નથી.
(૧૨) ટૂંકમાં કહીએ તો ‘સ્વરૂપની સમજણ કરવા જેવી છે.’ ‘જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત...’
(૧૩) તે સ્વરૂપની સમજણ માટે પ્રથમ ભૂમિકામાં પાત્રતા (યોગ્યતા) જરૂરી છે અને જ્ઞાની ગુરૂના માર્ગદર્શન હેઠળ ‘સત્સંગ અને સ્વાધ્યાય’ - અભ્યાસ કરવો અનિવાર્ય છે.
(૧૪) તેની ફળશ્રુતિ પ્રમાણે સૌથી પ્રથમ તત્ત્વનો યથાર્થ નિર્ણય થાય છે. ‘હું જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું.’
(૧૫) હવે ભેદજ્ઞાનની વિધિ બતાવવામાં આવી છે. દરેક ઉદય પ્રસંગે - પર્યાય પર્યાય -, ‘હું સર્વથા સર્વથી ભિન્ન છું’ એવો અભ્યાસ કરવાનો છે. આને નિશ્ચય પ્રતિક્રમણ કહેવામાં આવે છે. જ્ઞાનની પર્યાય પરનું લક્ષ છોડી, રાગાદિનું સ્વામીપણું છોડી, પોતાના એક શુદ્ધ, નિર્મમ, જ્ઞાનદર્શનપૂર્ણ ત્રિકાળી ભગવાનનો આશ્રય લઈ ત્યાં એકાગ્ર થતાં નિર્વિકલ્પ-અતીન્દ્રિય સુખની અવસ્થા પ્રગટ થાય છે. આ નિશ્ચય સામાયિક છે. આ સરળ, સુલભ અને સહજ છે.
(૧૬) આ બધું પ્રયોજનભૂત કાર્ય સ્વભાવમાં થતું હોય ત્યારે પર્યાય સ્વભાવમાં ‘શુભાશુભ ભાવ’ અને બહારમાં તેના સંબંધી મન-વચન-કાયાની ઘણી બધી ક્રિયાઓ વ્યવહારમાં જોવામાં આવે છે તો પણ તેનો નિષેધ કરવામાં આવ્યો છે - એ હેય છે. ઉપાદેય તો એક ત્રિકાળી ભગવાન આત્મા જ છે.
Jain Education International
૧૭
For Personal & Private Use Only
www.jainelibrary.org