________________
(૧૦) સ્વ-પરનો ભેદ(સમ્યગ્દર્શન કેમ થાય?) (૧) સ્વદ્રવ્ય-પદ્રવ્ય નિર્વિકલ્પ અભેદ વસ્તુ જેમાં ગુણભેદ નહિ તેને સ્વદ્રવ્ય કહ્યું છે.
આત્મા અનંત ગુણ-પર્યાયોનો પિંડ ચૈતન્યમય છે તે સ્વદ્રવ્ય. ત્યાં જે સવિકલ્પ ભેદ કલ્પના કરવી અથતું અખંડ એક દ્રવ્યરૂપ વસ્તુમાં આ ગુણને આ ગુણી એમ ભેદ પાડવો તેને પરદ્રવ્ય કહ્યું છે. શું કીધું? આ શરીરાદિ પરદ્રવ્ય તો ક્ષેત્રથી પણ પરદ્રવ્ય
જ છે. અહીં તો એક ચીજમાં ભેદકલ્પના કરવી તે પરદ્રવ્ય કહ્યું છે. (૨) સ્વક્ષેત્ર-પરક્ષેત્રઃ આધાર માત્ર વસ્તુનો પ્રદેશ અર્થાત અસંખ્ય પ્રદેશી હોવા છતાં -
અખંડ વસ્તુ હોવા છતાં એવા ભેદથી રહિત એક ક્ષેત્ર તેને સ્વક્ષેત્ર કહ્યું છે. આત્મા પોતાના અસંખ્ય પ્રદેશોમાં રહેલો છે તે તેનું સ્વક્ષેત્ર.
વસ્તુનો આધારભૂત પ્રદેશ-તેમાં સવિકલ્પ ભેદ કલ્પનાથી આ અસંખ્યાત પ્રદેશ
એમ ભેદને લક્ષમાં લેવું તે પરત્ર થઈ ગયું. (૩) સ્વકાળ-પરકાળ વસ્તુ માત્રની અવસ્થા-આખી ત્રિકાળ સ્થિત એક વસ્તુ તેને
સ્વકાળ કહ્યો છે. આત્મા વર્તમાન અવસ્થામાં છે તે તેનો સ્વકાળ..
દ્રવ્યની મૂળ નિર્વિકલ્પ દશા - અર્થાત્ એકરૂપ ત્રિકાળ વસ્તુ તે સ્વકાળ. તેમાં એક સમયની અવસ્થાનો ભેદ પાડવો તે પરકાળ. (૪) સ્વભાવ-પરભાવઃ વસ્તુની મૂળની સહજ શક્તિ તેને સ્વભાવ કહ્યો છે. આત્માનો
જે ત્રિકાળભાવ છે તે સ્વભાવ. દ્રવ્યની મૂળની સહજશકિત તે સ્વભાવ, તેમાં આ જ્ઞાન, આ દર્શન, આ વીર્ય એમ ભેદ પાડવા તે પરભાવ છે.
ટૂંકમાં ત્રિકાળી-અભેદ-અખંડ-નિર્વિકલ્પ વસ્તુ તે જ સ્વદ્રવ્ય - તે જ સ્વકાળ - તે જ સ્વક્ષેત્ર અને તે જ સ્વભાવ છે. એમાં જે ભેદકલ્પના કરવામાં આવે તે બધું પર છે.
આવી રીતે સ્વ-પરનો ભેદ કરી એનું યથાર્થ સ્વરૂપ સમજી - સ્વનું શ્રદ્ધાન કરવાથી સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ થાય છે.
સમ્યગદર્શન પ્રાપ્ત કરતાં પહેલાં વ્યવહાર યોગ્યતા કેવી હોય? (૧) આત્મા પરિપૂર્ણ છે એ વાતનો યથાર્થ સ્વીકાર થાય. વિકલ્પાત્મક ભૂમિકામાં પાકો
વિશ્વાસ આવે કે નિમિત્તથી, પરના આશ્રયે કે રાગથી સમકિત ક્યારેય ન પ્રગટે. (૨) પર્યાય ભેદનો આશ્રય લેતાં પણ વિકલ્પના જોરથી સમકિત ન થાય એવો વિશ્વાસ હોય. (૩) માત્ર ત્રિકાળી ભગવાન આત્મા પર વજન અને દ્રવ્ય. સ્વભાવનું જોર, પોતાની
શુધ્ધતા સ્વભાવથી છે એમ જર આવે. (૪) કોઈ નયથી પોતે શુદ્ધ છે એવી માન્યતા છૂટે અને પોતે સ્વભાવથી જ વર્તમાનમાં પૂર્ણ
છે એમ વિશ્વાસ આવે.
-
૧
Jain Education International
or Person
Private Use Only
www.janelibrary.org