________________
(૫) અભ્યાસની વિધિ "જીવન આત્મમય બનાવી દેવું જોઈએ એટલે શું કરવું? (૧) આ જીવન બધું રાગમય - વિકલ્પમય છે તેને બદલે આત્મમય બનાવી દેવું જોઈએ. (૨) સૌથી પ્રથમ અભ્યાસ દ્વારા નિશ્ચય થવો જોઈએ કે મારું સ્વરૂપ શું છે? “સ્વરૂપની
સમજણ” સમજણ એટલે સમ્યક જ્ઞાન અને સમ્યક શ્રદ્ધા. (૩) “હું જ્ઞાન આનંદસ્વરૂપ ભગવાન આત્મા છું, હું ચૈતન્યમૂર્તિ છું, ચૈતન્યસ્વરૂપ તે જ હું
છું' એમ જીવન આત્મમય બનાવી દેવું. હું આત્મસ્વરૂપ છું. જ્ઞાન સ્વરૂપ છું. આ શરીર તે હું નથી. હું જડનથી. આ પુગલનો સમૂહ જે સંયોગરૂપે જે દેખાય છે તે
બધું પરદ્રવ્ય છે. તે કાંઈ મારું નથી. મારો આત્મા આ સર્વથી ભિન્ન જ છે. (૫) આ રીતે અભ્યાસથી પરદ્રવ્ય સાથેની એકત્વબુધ્ધિ અને મમત્વબુધ્ધિનો નાશ થવો
જોઈએ. આ બધું બહાર દેખાય છે તે હું નથી. પોતે બહારની કલ્પનાથી માની લીધું છે કે આ શરીર તે હું, ઘર-કુટુંબ આદિ બધું હું એમ પોતે માન્યું છે પણ આ બધું કોઈ હું નથી. હું તો ચૈતન્યઆત્મા છું. એમ વારંવાર ભાવના કરે, પ્રયત્ન કરે. કેમકે એકદમ સહજ થવું મુશ્કેલ પડે. અનંતકાળમાં ઘણું કર્યું - ત્યાગ-વૈરાગ્ય - વ્રત, તપ, દયા, દાન, પૂજા-ભકિત પણ યથાર્થ કરવા યોગ્ય કર્યું નથી. હું તો આત્મા છું. આ વિભાવ મારું સ્વભાવ નથી. એમ પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરીને જે વૈરાગ્ય આવે તે બરાબર છે. હું તો આત્મા છું એવું સહજપણે કરવાનો પ્રયત્ન કરવો. પહેલાં સહજે હોતું નથી, પણ સહજ કરવાનો
પ્રયત્ન કરે. પ્રથમ સ્વરૂપનો યથાર્થ નિર્ણય થવો જોઈએ. (૭) આ ઉદયભાવ તે હું નથી, હું તો પરમપારિણામિક ભાવે રહેનારો ચૈતન્યસ્વરૂપ આત્મા
છું. આ ઉદયભાવો તે મારું સ્વરૂપ નથી. પરિણામિક ભાવ મારું સ્વરૂપ છે. આવી રીતે ભેદજ્ઞાન થવું જોઈએ.
આ કરવા માટે નિયમિત સત્સંગ અને સ્વાધ્યાય કરવો જોઈએ. (૯) તત્ત્વના અભ્યાસની રૂચી થવી જોઈએ. (૧૦) સ્વરૂપનો યથાર્થ નિર્ણય - 'હું જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું' પ્રત્યેક સમયે એ
સ્મરણમાં રહેવું જોઈએ. (૧૧) પ્રત્યેક ઉદય પ્રસંગે ભેદજ્ઞાનની કળાનો ઉપયોગ કરવો. આ જે શુભાશુભ ભાવો થાય છે
તેનાથી હું ભિન્ન તત્વ છું. આ ભાવો દુઃખરૂપ છે, મારો સ્વભાવ - દ્રવ્ય સ્વભાવ સુખરૂપ છે. કોઈપણ પર સંયોગોમાં મારું સુખ નથી એમ એ સંયોગી ભાવોથી નિવૃત્ત
થઈ સ્વભાવનો આશ્રય લેવો જોઈએ. (૧૨) હમેશાં એ નિશ્ચય રાખવો કે દ્રવ્યસ્વભાવના આશ્રયથી જ પર્યાયમાં સમ્યકદર્શન-જ્ઞાન
ચારિત્રરૂપ ધર્મ અને સુખ પ્રગટ થાય છે. બીજો કોઈ સુખ પ્રાપ્તિનો ઉપાય નથી.
- reversevere
-were
"" Con૧૭ ૧e T"