________________
તેથી જ શાસ્ત્રોમાં ઉપાદાન-કારણ કરતાં પણ નિમિત્ત-કારણની (અપેક્ષાએ) પ્રધાનતા બતાવેલી છે કારણ કે ઉપાદાનમાં વિશેષનું આધાન નિમિત્તના યોગે જ થાય છે. એવો નિયમ છે. સર્વ આત્માઓની સત્તા સિદ્ધ સમાન હોવા છતાં શ્રી અરિહંતની સેવાનું નિમિત્ત મળ્યા વિના ભવ્ય જીવની પણ સિદ્ધતા પ્રગટતી નથી. ઉપાદાનને તૈયાર કરનાર નિમિત્ત છે એમ જો માનવામાં ન આવે તો નિગોદના જીવોમાં પણ મોક્ષની ઉપાદાનતા હોવા છતાં તેમનો મોક્ષ કેમ થતો નથી ? | માટે તેનું સમાધાન એ છે કે, તેઓ પોતાના મોક્ષના ઉપાદાન હોવા છતાં દેવ-ગુરુરૂપ નિમિત્ત ન મળવાથી તેઓમાં ઉપાદાન-કારણતા પ્રગટતી નથી. ઉપાદાનમાં કારણતા (નિયમાં કાર્ય ઉત્પન્ન કરવાની શક્તિ) નિમિત્તના યોગે જ પ્રગટે છે. ઉપાદાન અનાદિ હોવા છતાં તેની કારણતા સાદિ-સાત્ત છે. શ્રી અરિહંત પરમાત્માના આલંબનથી જ્યારે આત્મા સ્વરૂપમાં લયલીન બને છે. ત્યારે ઉપાદાન-કારણતા પ્રગટે છે અને સિદ્ધતારૂપ કાર્ય સિદ્ધ થતાં તે(કારણતા) પણ નિવૃત્ત થઈ જાય છે..
જેવી રીતે બીજમાં ફળ ઉત્પન્ન કરવાની શક્તિ તે ઉપાદાન છે પણ વૃષ્ટિ વગેરે સામગ્રીના યોગથી તેમાં અંકુર ફૂટે છે ત્યારે જ ફળરૂપ કાર્યની સિદ્ધિ થઈ શકે. તેવી રીતે મોક્ષરૂપ કાર્યનું બીજ આત્મા હોવા છતાં શ્રી અરિહંતની સેવાદિના યોગે સમ્યગુદર્શન પ્રગટતાં મોક્ષરૂપ કાર્ય સિદ્ધ થાય છે. | બીજના ઢગલા પડ્યા હોય છતાં વૃષ્ટિ આદિના અભાવે જેમ ભયંકર દુષ્કાળ પડે છે, તેમ આ લોકમાં અનેક ભવ્ય જીવો વિદ્યમાન છે છતાં શ્રી અરિહંત પરમાત્મા અને તેમના શાસનની આરાધના વિના કોઈનો પણ મોક્ષ થતો નથી. માટે એમ નક્કી થાય છે કે, શ્રી અરિહંતની સેવા એ મોક્ષનું પુષ્ટ નિમિત્ત છે, તે વિના એકલું ઉપાદાન કાર્ય કરવાને સમર્થ બની શક્યું નથી.
હવે, અપેક્ષાએ કાર્ય એ કારણરૂપે પરિણમે છે અને કારણ કાર્યરૂપે પરિણમે છે. એ આશ્ચર્યજનક પંક્તિનું રહસ્ય શું છે ? તે સમજીએ.
ઉપાદાન કાર્ય-કારણની અપેક્ષાએ : જ્યારે શ્રી અરિહંત પરમાત્માદિના આલંબનથી સમ્યગુ-દર્શનની પ્રાપ્તિ થાય છે ત્યારે તત્ત્વ-શ્રદ્ધા, તત્ત્વ-જ્ઞાન અને તત્ત્વરમણતારૂપ ક્ષાયોપથમિક-રત્નત્રયી-કાર્યની નિષ્પત્તિ થાય છે અને તે ક્ષાયોપથમિક-રત્નત્રયીરૂપ કાર્ય એ જ ક્ષાયિકરત્નત્રયીને પ્રગટ કરવામાં કારણરૂપ બને છે. આ રીતે કાર્યનું કારણરૂપ પરિણમન થાય છે.
હવે, જે ક્ષાયોપથમિક-રત્નત્રયીરૂપ કારણ છે કે જ્યારે ક્ષાયિક-ભાવે પરિણમે છે ત્યારે કારણ એ જ કાર્યરૂપ બની જાય છે.
નિમિત્ત કાર્ય-કારણની અપેક્ષાએ :- શ્રી અરિહંત પરમાત્માનું જે શુદ્ધ સિદ્ધતારૂપ કાર્ય પ્રગટેલું છે તે જ મુમુક્ષુ ભવ્યાત્માને નિમિત્તકારણ છે. અરિહંત પરમાત્માના કેવળજ્ઞાનાદિ ગુણોના ચિંતન-ધ્યાન વડે મુમુક્ષુ આત્માને તેવું જ પોતાનું શુદ્ધ-સ્વરૂપ પ્રગટાવવાની રુચિ ઉત્પન્ન થાય છે અને મોક્ષ-રુચિરૂપ ઉપાદાન-કારણ એ અન્ને મોક્ષરૂપ કાર્યમાં પરિણમે છે. આ રીતે પરમાત્માની સકલ સિદ્ધતા એ જ ભવ્યાત્માને પરમ સાધનરૂપ છે. શ્રી અરિહંત પરમાત્માને આદર અને બહુમાનપૂર્વક કરેલો એક જ નમસ્કાર એ ભવ્ય જીવોને સંસાર-સાગરથી પાર ઉતારવામાં સમર્થ છે.
આ છે, પ્રભુ વંદનાનું મહાન ફળ ! પ્રભુની પ્રભુતાને યથાર્થ રીતે ઓળખી અને સ્વ-સાધ્યને સિદ્ધ કરવા માટે જે કોઈ શ્રી અરિહંત પરમાત્માને વંદન કરે છે તેનું જીવન ધન્ય બને છે. કૃતાર્થ થાય છે.
આવા મુમુક્ષુ આત્માઓ અલ્પ કાળમાં જ મોક્ષ-સુખના ભોક્તા બને છે. એ નિશ્ચિત વાત છે.
તસર સ્તવન I સાર... श्री अरिहंत परमात्मा के दर्शन मात्र से तत्त्वश्रद्धा, तत्त्वज्ञान आदि गुणों की प्राप्ति होने पर मुमुक्षु आत्मा उन उन गुणों को प्राप्त करने के लिए परमात्मा की पूजा, सेवा और आज्ञा पालन करने के लिए तत्पर बनता है । पुद्गल के संयोग से उत्पन्न हुआ सुख सच्चा सुख नहीं है बल्कि यह तो केवल काल्पनिक सुख है अतएव वह वास्तविक आनन्द या वास्तविक शान्ति देने में समर्थ नहीं हो सकता । जबकि आत्मा का सहज, अविनाशी, अव्याबाध सुख ही वास्तविक सुख है । यही वास्तविक शान्ति है । यही वास्तविक परमानन्द है ।
ऐसे परमानन्द की प्राप्ति परमानन्दमय श्री अरिहंत परमात्मा की पूजा-भक्ति से ही प्राप्त हो सकती है । अतः श्री अरिहंत परमात्मा ही प्रत्येक जीव के मोक्ष (पूर्ण आत्मिक सुख)रूप कार्य के प्रधान-निमित्त हैं । जो कोई भव्यात्मा अपने शुद्ध सिद्धतारूप साध्य को सिद्ध करने के लिए श्री अरिहंत परमात्मा का पूजन, स्मरण, ध्यानादि विधि बहुमानपूर्वक करता है वह अवश्य स्वसाध्य को सिद्ध करता है ।
अपनी लघुता, गुणहीनता और निराधारता का विचार करने से श्री अरिहन्त परमात्मा की प्रभुता के प्रति वास्तविक (सच्चा) बहुमान प्रकट होता है। जैसे, हे नाथ ! मैं तो महामोहाधीन होकर मिथ्यात्व, अविरति, प्रमाद और कषायों के गूढ जाल में फँसा हुआ हूँ | मेरी पौद्गलिक सुखों की तृष्णा किसी ...