________________
अर्थ : श्री जिनेश्वर परमात्मा की अनन्त गुण-पर्यायरूप स्व-सत्ता निजभाव से ही स्वभावस्थ बनी है अर्थात् शुद्ध-स्वभाव को प्राप्त हुई है । साथ ही देवों में चन्द्र समान जिनेश्वर प्रभु अनन्त गुण और शुद्ध अव्याबाध सुख के भण्डार है ।।
અર્થ : શ્રી જિનેશ્વર પરમાત્માની અનંત ગુણ-પર્યાયરૂપ સ્વ-સત્તા નિજ ભાવથી જ સ્વભાવસ્થ બની છે એટલે કે, શુદ્ધ-સ્વભાવને પામી છે. તેમ જ દેવોમાં ચંદ્ર સમાન જિનેશ્વર પ્રભુ અનંત ગુણના અને શુદ્ધ અવ્યાબાધ સુખના ભંડાર છે.
વો. બાલાવબોધ : તે પ્રભુ નિજ કહેતાં પોતાની, સત્તા અનંત ગુણ-પર્યાયરૂપ તે નિજ ભાવથી કહેતાં પોતાને ભાવ-સ્વભાવથી થયી છે. એહવા જે ગુણ જ્ઞાનાદિક અનંત તેનું ઠાણ કહેતાં ઠેકાણું છે.
સર્વ દેવમાં ચંદ્રમા સમાન જિનરાજ તે કેહવા છે ? શુદ્ધ-સિદ્ધ કહેતાં નિષ્પન્ન-ગુણની ખાણ છે !
| || રૂતિ શરમથાર્થ: || ૮ || | તિ તૃતીય શ્રી સમવનન સ્તવનમ્ | 3 ||
ત્રીજા સ્તવનનો સાર... શ્રી અરિહંત પરમાત્માનાં દર્શન માત્રથી તત્ત્વશ્રદ્ધા-તત્ત્વજ્ઞાન ઈત્યાદિ ગુણોની પ્રાપ્તિ થતાં મુમુક્ષુ આત્મા તે-તે ગુણોની પૂર્ણતા પ્રાપ્ત કરવા પરમાત્માની પૂજા, સેવા અને આજ્ઞા-પાલન કરવા તત્પર બને છે. પુદ્ગલના સંયોગથી ઉત્પન્ન થયેલું સુખ એ સાચું સુખ નથી પણ એ તો માત્ર કાલ્પનિક સુખ છે માટે તે વાસ્તવિક આનંદ કે વાસ્તવિક શાંતિ આપવામાં સમર્થ બની શકતું નથી. જ્યારે આત્માનું સહજ અવિનાશી, અવ્યાબાધ સુખ એ જ વાસ્તવિક સુખ છે. એ જ વાસ્તવિક શાંતિ છે. એ જ વાસ્તવિક પરમાનંદ છે. - એવા પરમાનંદની પ્રાપ્તિ પરમાનંદમય શ્રી અરિહંત પરમાત્માની પૂજા-ભક્તિ દ્વારા જ થઈ શકે છે માટે શ્રી અરિહંત પરમાત્મા એ જ પ્રત્યેક જીવના મોક્ષ(પૂર્ણ આત્મિક-સુખ)રૂપ કાર્યના પ્રધાન-નિમિત્ત છે. જે કોઈ ભવ્યાત્મા પોતાના શુદ્ધ સિદ્ધતારૂપ સાધ્યને સિદ્ધ કરવા માટે શ્રી અરિહંત પરમાત્માનું પૂજન-અરણ-ધ્યાનાદિ વિધિ અને બહુમાનપૂર્વક કરે છે તે અવશ્ય સ્વ-સાધ્યને સિદ્ધ કરે છે. - પોતાની લઘુતા, ગુણ-હીનતા અને નિરાધારતાનો વિચાર કરવાથી શ્રી અરિહંત પરમાત્માની પ્રભુતા પ્રત્યે વાસ્તવિક-સત્ય બહુમાન પ્રગટે છે. જેમ કે, હે નાથ ! હું તો મહા મોહાધીન થઈને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયોની કારમી જાળમાં સપડાઈ ગયો છું. મારી પૌદ્ગલિક સુખોની તૃષ્ણા કેમે છીપતી નથી. તે વિશ્વપકારી વિભુ ! આપના વિના મારો કોણ ઉદ્ધાર કરશે ? આપ વિના મારી જીવન-નયાને સંસાર-સમુદ્રની પેલે પાર કોણ પહોંચાડશે ?
અશરણ, નિરાધાર અને અનાથ બનેલા મારા જેવા દીન-દુઃખીને આજે પરમોપકારી, કરુણા-સિંધુ, ત્રિલોક-નાથ, વિશ્વ-વત્સલ શ્રી અરિહંત પરમાત્માનો સુંદર યોગ મળ્યો છે, એથી ખરેખર ! મારો જન્મ કૃતાર્થ થયો છે. મારો આજનો આ દિવસ સફળ થયો છે.
અહો ! ધન્ય છે આપના આવા અદ્ભુત રૂપને ! જે અષ્ટ પ્રાતિહાર્યો અને ચોંત્રીસ-અતિશયોથી દેદીપ્યમાન છે, મન-મોહક છે. આપની ગંભીર અને મધુર વાણી પણ પાંત્રીસ- અતિશયોથી યુક્ત છે. સાંભળતાં મહાન વિદ્વદ્વરોનાં મન પણ મંત્ર-મુગ્ધ બની જાય છે.
આપનાં અનંત-જ્ઞાન, અનંત-દર્શન, અનંત-ચારિત્ર અને અનંત-વીર્ય આદિ ક્ષાયિક-ભાવે પ્રગટેલા ગુણોનું સ્વરૂપ જાણી ભવ્યાત્માઓનાં મસ્તક આદર અને બહુમાનપૂર્વક ભાવથી નમી જાય છે. હૃદય હર્ષોલ્લાસથી પુલકિત થઈ જાય છે. આ રીતે અંતરના ઉમળકાથી કરેલી આદરબહુમાનપૂર્વકની પ્રભુ સેવા શિવ-સુખને પ્રાપ્ત કરાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
૯૪
www.jainelibrary.org