________________
બીજા સ્તવનનો સાર... આ સ્તવનમાં કારણ-કાર્યભાવની વ્યવસ્થાનું સુંદર શૈલીથી વર્ણન કરી ઉપાદાન-કારણ કરતાં પણ નિમિત્ત-કારણની પ્રધાનતા ઉપ અધિક ભાર મૂક્યો છે. કોઈ પણ કાર્યની ઉત્પત્તિ તેનાં કારણ અને કારણ-સામગ્રી મળવાથી કર્તાના પ્રયોગ દ્વારા થાય છે. જેમ કે ઘટરૂ કાર્યમાં માટી ઉપાદાન-કારણ છે, દંડ-ચક્રાદિ નિમિત્ત-કારણ છે અને કુંભાર કર્તા છે.
કાર્યની નિષ્પત્તિ(સિદ્ધિ) કર્તાને આધીન હોય છે. જો કુંભાર દંડનો ઘટરૂપ કાર્ય કરવામાં પ્રયોગ કરે તો ઘટરૂપ કાર્યની સિદ્ધિ થઈ શ છે પરંતુ તે જ દંડથી જો ઘટનો ધ્વંસ કરવા ઈચ્છે તો તે જ દંડથી ઘટનો ધ્વંસ પણ થઈ શકે છે માટે કાર્યની સિદ્ધિ કર્તાને આધીન હોય છે.
(૧) ઉપાદાન-કારણ : જે કારણ કાર્યરૂપે અભિન્નપણે પરિણમે છે તે. (૨) નિમિત્ત-કારણ : જે કારણ કર્તાના પ્રયોગ દ્વારા કાર્યોત્પત્તિમાં સહકારી બને છે તે.
અહીં ઘટપ કાર્ય તે ઘટના કર્તા(કુંભાર)થી ભિન્ન છે તેથી ઘટનો કર્તા પણ તે ઘટથી ભિન્ન છે. જો ઉપાદાન-કારણ અને કર્તા એક છે. હોય તો એ કાર્ય પણ કર્તાથી અભિન્ન હોય છે. એથી જ સિદ્ધતારૂપ-મોક્ષરૂપ કાર્યનો કર્તા અને તેનું ઉપાદાન-કારણ આત્મા એક જ હોવાથી તે સિદ્ધતા તે મોક્ષરૂપ કાર્ય આત્માથી અભિન્ન છે. ' અર્થાત્ મોક્ષરૂપ કાર્યનો કર્તા આપણો આત્મા છે અને ઉપાદાન-કારણ પણ આપણા આત્માના જ્ઞાનાદિ ગુણો છે. નિમિત્ત-કારણ દેવાધિદેવ પરમાત્મા છે અને આર્ય દેશ-ઉત્તમ કુલ-આદિ તેની સામગ્રી છે.
મોક્ષરૂપી કાર્યનાં પુષ્ટ નિમિત્ત-કારણરૂપ શ્રી અરિહંત પરમાત્માના યોગથી જીવને મોક્ષ-રુચિ ઉત્પન્ન થાય છે એટલે કે પ્રભુની પૂર્ણ પ્રભુતાનું સ્વરૂપ જાણવાથી ભવ્ય જીવને પણ તેવી પ્રભુતા પ્રગટાવવાની અભિલાષા ઉત્પન્ન થાય છે. પ્રભુને જોતાં જ તેનું હૈયું આનંદથી પુલકિત બની જાય છે અને ભવ-ભીરુ સાધક ભક્તિ-પૂર્ણ હૃદયથી કરુણા-સિંધુ પરમાત્માની આગળ સદા પ્રાર્થના પોકારતો રહે છે કે
હે દીનદયાળુ ! કૃપાસિંધુ પ્રભુ ! આ સંસાર-સાગરથી મારો નિસ્તાર કરો ! મુજ દીનને ભીષણ ભવ-ભ્રમણથી ઉગારો ! આપ જ મારા તારક છો ! આપ વિના મુજ અનાથને પાર ઉતારવા માટે અન્ય કોઈ સમર્થ નથી, આપ જ મારા સમર્થ સ્વામી છો. મારી જ્ઞાનાદિ ગુણ-સંપદાને પ્રાપ્ત કરાવનાર એક આપ જ પુષ્ટ-નિમિત્ત છો. હે પ્રભુ ! આપની પાસેથી જ મને મહાન આધ્યાત્મિક- સંપત્તિ મળવાની છે.
આવી કેટલીયે આશાઓ અને આકાંક્ષાઓ ભક્ત-સાધક પ્રભુ પાસે રાખે છે.
પરમાનંદ સ્વરૂપ અને શુદ્ધ ગુણ-પર્યાયરૂપ સ્યાદ્વાદમયી સત્તાના રસિયા પરમાત્માનાં દર્શનમાત્રથી પણ મુમુક્ષુ સાધકોને અપૂર્વ લાભની પ્રાપ્તિ થાય છે. આત્માની મહાન શક્તિઓનું ભક્તાત્માને ભાન થાય છે. ખરેખર ! આત્માનંદના ભોગી આત્મ-સ્વરૂપમાં જ. રમણ કરનારા શુદ્ધ તત્ત્વના વિલાસી એવા પ્રભુનાં દર્શનમાત્રથી ન જ ભવ્ય જીવોની વિષય-સુખની ભ્રાન્તિ નષ્ટ થઈ જાય છે, અવ્યાબાધ સ્વાભાવિક સુખનું ભાસન-જ્ઞાન થાય છે અને આ
તેને પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગે છે. જ્યાં સુધી જીવ વિષય-સુખનો અભિલાષી હોય છે તે
( ત્યાં સુધી એ વિષય-સુખને જ સાધ્ય માની તેનાં સાધનરૂપ સ્ત્રી-ધન-ધાન્યાદિ-પ્રાપ્ત કરવા માટે સતત પુરુષાર્થ કરતો
રહે છે. પણ, જ્યારે પ્રભુનાં દર્શનથી અવ્યાબાધ-સુખની અભિલાષા તેને જાગ્રત થાય છે ત્યારે તે જીવ અવ્યાબાધ
-સુખને જ પોતાનું સાધ્ય માની તેનાં સાધનોમાં દેવ-ગુરુભક્તિ-તત્ત્વશ્રદ્ધા આદિની ઉપાસનામાં સતત પુરુષાર્થશીલ રહે છે અને તે અવ્યાબાધ-સુખનો કર્તા બને છે. એ જ રીતે ગ્રાહકપણું, સ્વામીપણું, વ્યાપકપણું, ભોક્તાપણું, કારણપણું અને કાર્યપણું પણ પોતાના શુદ્ધ-સ્વરૂપનું થાય છે.
આજ સુધી જીવ વિષય-સુખનો જ ગ્રાહક હતો. તેની વૃત્તિ તેમાં જ વ્યાપક-ઓતપ્રોત હતી અને તે પણ તેનો જ ભોક્તા હતો. પણ અવ્યાબાધ-સુખના સ્વામી એવા પ્રભુને જોઈને હવે તે સ્વાભાવિક સુખનો અને તેનાં સાધનોનો ગ્રાહક, વ્યાપક-તેમાં જ ઓતપ્રોત અને ભોક્તા બન્યો છે.
આટલા સમય સુધી આત્મા આઠ કર્મરૂપ ઉપાધિનું ઉપાદાન-કારણ અને કર્મ-બંધનરૂપ કાર્યનો કર્તા હતો. પણ શુદ્ધ-સ્વરૂપી નિષ્કર્મા એવા વીતરાગ પરમાત્માની ઓળખાણ થયા પછી તે પોતાના શુદ્ધ-સ્વરૂપનું ઉપાદાન-કારણ અને સંવર-નિર્જરારૂપ કાર્યનો કર્તા બન્યો છે.
પ્રભુના ધ્યાનમાં લીન બનેલા આત્માને બીજી પણ શ્રદ્ધા-ભાસન-રમણતાદિ અનંત શક્તિઓનું સ્મરણ થાય છે અને તે આત્મશક્તિઓ પર-ભાવને તજીને આત્મ-ભાવમાં સ્થિર થતી જાય છે.
અત્યાર સુધી જીવ શાતાવેદનીયાદિ પુણ્ય-પ્રકૃતિનો ઉદય-જે આત્મિક ગુણોનો રોધક છે અને તત્ત્વ-વિમુખ બનાવનાર છે-તેને સુખદ માનતો હતો પરંતુ હવે તેને અવ્યાબાધ સ્વાભાવિક સુખની શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે.
અત્યાર સુધી તે માત્ર શાસ્ત્રોની વિગતોને જ્ઞાન માનતો હતો. હવે સિદ્ધ-પદ જ મારું સાધ્ય છે, એ એવું યથાર્થ-જ્ઞાન તેને થયું છે. અત્યાર સુધી પુદ્ગલ પદાર્થના રૂપ-રસ-ગંધ-સ્પર્શમાં તેની રમણતા થતી હતી. પણ હવે શુદ્ધ-સ્વભાવમાં તેની રમણતા થવા લાગી છે.
તથા, તેની દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય લબ્ધિઓ પણ અત્યાર સુધી પુદ્ગલ અનુયાયિની બનીને પ્રવતર્તી હતી પણ હવે તે સર્વ લબ્ધિઓ આત્મામાં સત્તાપણે રહેલા જ્ઞાનાદિ અનંત ગુણ-પર્યાયોની રસિક બની છે. પરસ્પર એક-બીજા ગુણોને સહકારરૂપ દાન, ગુણ-પ્રાગુભાવરૂપ લાભ, સ્વ-ગુણ-પર્યાયનો ભોગ-ઉપભોગ અને પંડિત-વીર્ય સંવર-નિર્જરામાં હેતુભૂત બનીને પ્રવૃત્ત થવા લાગ્યું છે..
www.jainelibrary.org
For Personal &
cate Use Only
Jain Education International