________________
श्रद्धा प्रासन रमणतारे, दानादिक परिणाम। सकल थया सता रमीरे, जिनवर दरिमण पाम॥
છે
अर्थ : श्रद्धा, ज्ञान और रमणता तथा दानादि गुण सर्व आत्मसत्ता के रसिक बने हैं । અર્થ : શ્રદ્ધા, જ્ઞાન, અને રમણતા તેમ જ દાનાદિક ગુણ સર્વ આત્મ-સત્તાના રસિક બન્યા છે.
સ્વ. બાલાવબોધઃ એટલા કાલ સુધી ઉર્દક પુણ્ય-પ્રકૃતિ તેનો વિપાક જે શાતાવેદની પ્રમુખ ગુણ-રોધક તત્ત્વ-વિમુખ, તેના સ્વાદ જીવને મીઠા લાગતા હતા તેથી તે પુણ્યના ‘ઉદય’ને સુખ માનતો હતો. તે હવે એવી શ્રદ્ધા થઈ જે-અવ્યાબાધ નિઃકર્મ-પદ તેથી જ મારું સાધ્ય છે. તથા, જે વસ્તુની યર્થાથતાનું જ્ઞાન થયું તે ભાસન કેતાં જાણપણું, તે પણ સમર્યું અને રમણ જે પુદ્ગલના વર્ણાદિકમાં હતું, તે સર્વ સ્વરૂપનું રમણ થયું.
તથા, (૧) દાન (૨) લાભ (૩) ભોગ (૪) ઉપભોગ (૫) વીર્ય-એ પાંચેનો ક્ષયપશમ તે એટલા કાલ સુધી-(૧) દાન પુદ્ગલનો હતો (૨) લાભ પણ પુદ્ગલનો માનતો હતો તથા (૩) ભોગ પણ પુદ્ગલનો (૪) ઉપભોગ પણ સંસારમાં પુદ્ગલનો હતો અને (૫) વીર્ય પણ બાલ-વીર્ય તે પુગલ-ગ્રહણ-બંધન પ્રમુખ આઠ કરણપણે પ્રવર્તતો હતો. - તે સર્વ સત્તાપણે પોતાના જીવ-દ્રવ્યના મૂલ-ધર્મ જ્ઞાનાદિ અનંત ગુણ-પર્યાયરૂપ તેના રસીયા થયા એટલે પુદ્ગલાનુયાયિતા તજીને શુદ્ધસ્વરૂપાનુયાયી થયા. એટલે સ્વ-સત્તા તે માહારો ધર્મ એહવી શ્રદ્ધા થઈ અને સ્વ-ગુણ જે પોતાનો ભાવ-નિક્ષેપો તે સાર છે એહવું ભાસન થયું તથા રમણ તે આત્મ-ધર્મ ક્ષમાદિકમાં થયું.
અને, (૧) સહકારરૂપ તે દાન-ગુણ (૨) ગુણ-પ્રાગુભાવરૂપ-તે લાભ (૩) ભોગ સ્વ-ગુણનો થયો (૪) ઉપભોગ સ્વ-પર્યાયનો (૫) વીર્ય - પંડિત-વીર્ય થઈને સંવરહેતુ નિર્જરારૂપ થયો. તે સર્વ હે વીતરાગ દેવ ! હે જિનવર ! તમારું દર્શન પામીને એટલે પ્રભુ દીઠે માહારા એટલા ગુણ સમર્યા.
| તિ નવમITયાર્થઃ || ૬ ||
Jain Education Intemational
For Personal & Privaase Only
www.jainelibrary.org