________________
જીવાદિ ષટ્-દ્રવ્ય છે. તે મળે ‘પંચાસ્તિકાય’ તે પરમાર્થે દ્રવ્ય છે તથા છઠ્ઠો કાલ તે ઉપચારે દ્રવ્ય છે. એ ચર્ચા તત્ત્વાર્થ, વિશેષાવશ્યક તથા ધર્મસંગ્રહણી મધ્યથી જોવી. તે મળે એક એક દ્રવ્યને વિષે અનંતા ગુણ- અનંતા પર્યાય છે તે અનેક્તા જાણવી.
અને એ દ્રવ્યને વિષે એક સમયેં સ્યાત્ નિત્ય, યાત્ અનિત્ય, સાત્ એક-ચાતું અને કે, યાત્ અસ્તિ-સ્થાત્ નાસ્તિ, સ્યાત્ ભિન્નસ્યાદ્ અભિન્ન, સ્યાત્ વક્તવ્ય-ચાત્ અવક્તવ્ય એ સર્વ સ્વભાવ સમ-કાર્લે વર્તતા પામીયે છીયે. એટલા ધર્મ સમ- કાલે જેમાંહે વરતે તે ધર્મની અનંત પ્રવૃત્તિને સ્યાદ્વાદ કહિયેં.
સાતુ તિ પર્વ અનેન્તિલમ્ ||'' અર્થ : ચાતુ-પદ અનેકાંતનો પ્રકાશક છે.
એહવી સ્યાદ્વાદમયી જે આત્માની ગુણ-પર્યાયરૂપ સત્તા છે તેના રસી કહેતાં રસીયા છો એટલે સ્યાદ્વાદમયી આત્મ-સત્તા તેહના ભોગી છો તથા અમલ કહેતાં કર્મ-મલ રહિત છો, અખંડ કહેતાં કિનારે ખંડ ન પામ, અનુપ કહેતાં જેહની ઉપમા નથી એહવા પ્રભુ દેખીને માહારે લાભ થયો.
|| ત થાર્થ: || ૬ |
आरोपित मुख भ्रमटल्योरे, भास्यो अव्याबाधा समर्यो अभिलाषीपणों रे, कर्ता माधन साध्य॥
ગિત પીળો
अर्थ : हे प्रभो ! आपके दर्शन से आरोपित सुख का भ्रम दूर हो गया । अव्यावाध सुख का भासन ज्ञान हुआ और इसी सुख की अभिलाषा जागृत हुई । उसका ही सतत स्मरण करके उसी सुख का कर्त्ता बना और उसे ही साध्य मानकर उसके साधनों में तत्पर बना । ' અર્થ : હે પ્રભુ ! આપના દર્શનથી આરોપિત સુખનો ભ્રમ દૂર થઈ ગયો, અવ્યાબાધ સુખનું ભાસન-જ્ઞાન થયું, એ જ સુખની અભિલાષા પ્રગટી, અને તેનું સતત સ્મરણ કરી તે જ સુખનો કર્તા બન્યો, તેને જ સાધ્ય માની તેનાં સાધનોમાં તત્પર બન્યો. | સ્વો. બાલાવબોધઃ એહવા પ્રભુજી આત્માનંદ-ભોગી, આત્મસ્વરૂપ-રમણી, તત્ત્વ-વિલાસી, તેમનૅ જોઈને માહરે અનાદિ કાલનું ઇંદ્રિય-સુખને વિષે જે સુખનું ભાસન-તે આરોપિતસુખ-ભ્રમ હતો તે ટલ્ય અને અવ્યાબાધ આત્મિક-આનંદ તે સુખ ભાયું.
જિહાં સુધી વિષય-સુખ ઉપર સુખ-બુદ્ધિ હતી તિહાં સુધી વિષય-સુખનો અભિલાષ હતો. તે હવે તો સર્વ વિષયરહિત અવ્યાબાધ સુખી શ્રી પ્રભુજી દીઠા. તેથી તે ભવ્ય જીવને પણ સુખ તે અવ્યાબાધ છે-એહવો નિર્ધાર થયો. તેવારે અભિલાષ પણ અવ્યાબાધ-સુખનો થયો માટે અભિલાષીપણું સમર્યું તેવારે સ્વરૂપાનુયાયી થયો.
એટલા કાલ સુધી વિષય-સુખને અભિલાષે આત્મા વિષય-સુખનો કર્તા હતો. તે જિવારેં એહને અવ્યાબાધ-સુખનો અભિલાષ થયો તેવારેં અવ્યાબાધ-સુખનો કર્તા થયો એટલે કર્તાપણું સમર્યું.
જેહ કાર્યનો કર્તા, તે તેહવાં જ કારણ મેલવે અને સાધ્ય પણ તેહી જ હોય એટલે આજ સુધી સાધ્ય વિષય-સુખનું હતું તેથી સાધન પણ વિષય-સુખનાં મેલવતો હતો. હવે પ્રભુ શ્રી અજિતનાથ નિર્વિકારી દીઠા, તે વારે તે અવ્યાબાધ-સુખ સાધ્ય થયો એટલે સાધ્ય-સાધન સમર્યાં.
| fત સતમથાર્થ: || ૭ ||
Jain Education International
Jain Education International
For Personal acate Use Only
www.ainelibrary.org