________________
अजकुल गत केसरी लेहेरे, निज पद सिंह निहा। तिम प्रभुभक्तें भवि लहेरे, आतम शक्ति संभात ॥
અનિત. કોઈ
अर्थ : बचपन से ही बकरियों के टोले में रहे हुए सिंह के बच्चे को सजातीय सिंह के दर्शन से जैसे अपने भूले हुए मूल स्वरूप (सिंहत्व) का भान होता है । उसी प्रकार श्री अजितनाथ प्रभु की भक्ति करता हुआ भव्यात्मा भी अपनी सत्ता में रही हुई परमात्म शक्ति को पहचान कर उसे प्रकट करने हेतु पुरुषार्थ करता है ।
અર્થ : બાળપણથી જ બકરીના ટોળામાં રહેલા સિંહના બચ્ચાને સજાતીય સિંહના દર્શનથી જેમ પોતાના ભૂલાયેલા મૂળ સ્વરૂપનું સિંહપણાનું ભાન થાય છે. તેવી રીતે શ્રી અજિતનાથ પ્રભુની ભક્તિ કરતો ભવ્યાત્મા પણ પોતાની સત્તામાં રહેલી પરમાત્મ-શક્તિને ઓળખીને તેને પ્રગટ કરવા પુરુષાર્થ કરે છે.
સ્વ. બાલાવબોધઃ તે ઉપર દૃષ્ટાંત કહે છે, જેમ કોઈ કેસરી સિંહ જન્મ-કાલથી બકરાના ટોલામાં વધ્યો છે-તો તે એમ જાણે કે-બકરાનો ટોલો, તે જ મારું કુટુંબ છે.
ત્યાં, કિનારે બીજો સિંહ આવે તેવારેં બકરા સર્વ નાસે અને પોતે પણ નાસે એમ કરતાં કિનારેં સિંહનો આકાર દેખીને પોતા સામું જુએ ત્યારેં તે પોતાનો સમાન આકાર જોઈને વિચારે છે, એહનું ને મારું તો તુલ્યપણું દીસે છે ને હું પણ સિંહ છું. પછી નિર્ભય થાય.
એ રીતે, અજ કેતાં બકરાનાં, કુલ કેતાં ટોલામાંહે, ગત કેતાં રહ્યો, જે સિંહ તે સિંહપણું ભૂલી ગયો, તે બીજા સિંહને દેખીને પોતાનું સિંહપણું સંભારે. તિમ કેહતાં તે રીતેં, પ્રભુની ભક્તિ કરતાં ભવ્ય જીવ લહે કહેતાં પામે, પોતાની આત્મ-શક્તિની સંભાલ કહેતાં ઓલખાણ પામે. જે વીતરાગ દેવ દેખીને તેની ભક્તિ કરતાં થકાં-સેવતાં થકા ઉપજે જે
વસ્તુ-સ્વરૂપે સત્તા-ધર્મ હું પણ વીતરાગ નિઃકર્મા શુદ્ધ-સ્વરૂપી છું. એ પણ પહેલાં સંસારી જીવ દ્રવ્ય હતા પછી સિદ્ધ થયા તેમ હું પણ પ્રથમથી સંસારી છું પણ જો સાધુ તો સિદ્ધરૂપ થાઉં. એ સર્વ ઓલખાણ પ્રભુ-સેવના કરતાં નિપજે.
// ત વતુર્થTયાર્થઃ || 8 ||
Jain Education International
www.jainelibrary.org
For Personal & Private Use Only
૭૩.