________________
कार्यसिद्धि कावसुरे, कही कारण संयोग। निज पद कारक प्रभु मल्यारे, होये निमित्तह भोग
अजित.॥३॥
अर्थ : कारण और अन्य सामग्री का योग मिलने पर कर्ता जब कार्य करने के लिए प्रवृत्ति करता है तब कार्य सिद्ध हो सकता है अर्थात् कार्यसिद्धि | कारण-साकल्य के यानि सर्व कारण और कर्ता के आधीन होती है । अतः निजपद की पूर्णता करा देनेवाले अर्थात् आत्मा के मोक्षरूप कार्य में पुष्ट निमित्त-कारण ऐसे परमात्मा मिलने से मोक्षार्थी आत्मा अत्यन्त आनन्दपूर्वक उस निमित्त का भोग करता है अर्थात् सेवन करता है ।
અર્થ : કારણ અને અન્ય સામગ્રીનો યોગ મળતાં, કર્તા જ્યારે કાર્યને કરવા માટે પ્રવૃત્તિ કરે છે ત્યારે કાર્ય સિદ્ધ થઈ શકે છે અર્થાત્ કાર્ય-સિદ્ધિ, કારણ-સાકલ્યને એટલે કે સર્વ કારણો અને કર્તાને આધીન હોય છે. એથી નિજ-પદની પૂર્ણતા કરાવી આપનાર એટલે કે આત્માના મોક્ષરૂપ કાર્યમાં પુષ્ટ નિમિત્ત-કારણ એવા પરમાત્મા મળવાથી મોક્ષાર્થી આત્મા અત્યંત આનંદપૂર્વક તે નિમિત્તનો ભોગ કરે છે અર્થાત્ સેવન કરે છે.
સ્વ. બાલાવબોધઃ માટે, કાર્ય-સિદ્ધતાની નિષ્પત્તિ તે કર્તાને હાથ છે. જેમદંડરૂપ કારણ, તેને જો કર્તા ઘટરૂપ કાર્ય કરવાને પ્રવર્તાવે તો ધટરૂપ કાર્ય કરે અને તે જ દંડ જો ઘટ-ધ્વસને પ્રવર્તાવે તો ઘટ-વંસ કરે. તે માટે, નિમિત્તની પ્રવૃત્તિ, તે કર્તા જે કાર્ય કરવાને પ્રવર્તાવે તે કાર્ય કરે માટે કાર્યની સિદ્ધિ તે કર્તાને હાથ છે. પણ, કારણ નિમિત્તાદિક, તેનો સંયોગ મળ્યાં કાર્ય નિપજે એ પદ્ધતિ છે.
માટે કોઈ સંસારી આત્મા નિજ કહેતાં પોતાનું આત્મિક પદ પરમાનંદ-મહોદયરૂપ તેહનો કારક કહેતાં કરવાવંત, તેને મોક્ષના પુષ્ટ-કારણ પ્રભુજી શ્રી અરિહંત મળ્યા થકા અવશ્ય નિમિત્તનો ભોગ થાય.
એટલે જે જીવ સંસારથી ઉભગ્યો મોક્ષાભિલાષી થયો, તે મોક્ષના નિમિત્ત શ્રી તીર્થકર દેવ પામીને હર્ષનો ભોગ-આસ્વાદન પામે, ઘણો વિલાસ ઉપજે, કાર્યોથી કારણની પુષ્ટતા વાંછે-એ નીતિ છે.
।। इति तृतीयगाथार्थः ।। ३ ।।
Jain Education Interational
For Personal & Praze Use Only
www.jainelibrary.org