________________
નૈઋાળ દતું ? ન છે કમ કથા ! . • मरुतां कारज नीपजेरे, " E ઢ તળ પ્રયTJI
વિવોશો.
अर्थ : जिस जिस कार्य का जो जो कारण होता है और उस उस कार्य को करने में अन्य भी जो जो उपयोगी सामग्री होती है उसका योग मिलने से कर्ता के प्रयत्न द्वारा कार्य उत्पन्न होता है । | અર્થ : જે જે કાર્યનું જે જે કારણ હોય અને તે તે કાર્ય કરવામાં બીજી પણ જે જે ઉપયોગી સામગ્રી હોય, તેનો યોગ મળવાથી કર્તાના પ્રયત્ન દ્વારા કાર્ય ઉત્પન્ન થાય છે.
સ્વો. બાલાવબોધઃ હવે જે કાર્યનું જે કારણ છે તે કારણ તથા સામગ્રી-એ બેનો સંયોગ મળતાં કાર્ય નીપજે. જેમ ઘટરૂપ કાર્ય તેહને દંડ-ચક્રચીવર નિમિત્ત-કારણ છે તથા મૃત્તિકા ઉપાદાન-કારણ છે અને કુંભકાર કર્તા છે. જે કાર્ય અભેદ તેહનો તેહવો કર્તા પણ અભેદ. જે કાર્ય કર્તાથી ભિન્ન તેનો કર્તા પણ ભિન્ન. એટલે ઘટ-કાર્ય તે પર-વસ્તુ છે તેહનો કર્તા કુંભકાર પણ ભિન્ન છે અને સિદ્ધતારૂપ કાર્ય આત્માથી અભિન્ન છે તો તેહનો કર્તા આત્મા પણ અભિન્ન છે.
- હવે, આત્મા કર્તાને સકલ સ્વ-ધર્મ વ્યક્તરૂપ જે સિદ્ધતા તે કાર્ય, તેહને દેવ શ્રી અરિહંત દેવાધિદેવ તથા ગુરુ નિગ્રંથાદિક તે નિમિત્ત-કારણ મલ્યાં અને સામગ્રી કર્મભૂમિ સાધર્મિકાદિક સંયોગ મલ્યા મોક્ષરૂપ કાર્ય નિપજે.
માટે, માહરું મોક્ષરૂપ કાર્ય તેના નિમિત્ત-કારણ શ્રી વીતરાગ તુમેં છો. તેથી તમને આશ્રયતાં મોક્ષરૂપ કાર્ય નીપજે.
પણ, કારણ સર્વ મલ્યાં અને કર્તા જે આત્મા, તે જો તેમ પ્રયોગ-સાધનનો વ્યાપાર ન કરે, તો કાર્ય નીપજે નહીં. કેમકે, અરિહંતાદિકના નિમિત્ત પામીને પણ અનેક જીવ-આત્મા સાધ્યાવલંબી તથા સાધન-પરિણતિ થયા વિના મોક્ષ-કાર્ય નિપજાવ્યા વિના હજી સંસારમાં ભમતા દીસે છે. તે માટે, કર્તા જે આત્મા, તે જો મોક્ષ-સાધનરૂપ પ્રયોગ કહેતાં વ્યાપાર કરે, તો સિદ્ધતારૂપ કાર્ય નીપજે.
| ત વતીયથાર્થ: | ૨ ||
Jain Education Intomational
For Personal & Private Use Only
૭૧
www.ainelibrary.org