________________
વિપાક = પાકવું અર્થાત્ કર્મનો ઉદય કે ઉદીરણા. વિભાવદશા = કર્મના ઉદયથી જીવમાં થતા રાગ-દ્વેષાદિ વિકારી ભાવો. વિભુત્વ = સર્વ ભાવોમાં વ્યાપક એવી ભાવરૂપ શક્તિ. વિરાધના = પાપ-દોષ અથવા જિનાજ્ઞા વિરુદ્ધ હિંસાદિ વર્તન. વિશેષોપયોગ = વસ્તુમાં રહેલ વિશેષધર્મને જાણવાવાળો ઉપયોગ કે
જે જ્ઞાનોપયોગ અથવા સાકારોપયોગ કહેવાય છે. વિષભક્ષણ તથા તખલોહપદધૃતિ = મજબુરીથી વિષભક્ષણ કરવાના
તથા તપેલા લોખંડ ઉપર ચાલવાના અવસરે જીવ હર્ષિત ન હોય પણ ઉદાસીન (દુઃખી) હોય. (૧૭૯). વીઆંતરાય = એવું કર્મ જેના ઉદયથી આત્માની પુરુષાર્થ કરવાની કે
ભોગવવાની શક્તિ અવરાઈ જાય. વેદ્ય-સંવેદ્ય પદ = કોઈ પણ અધ્યવસાય સ્થાન જે પ્રમાણે વેદવા | યોગ્ય હોય તે પ્રમાણે જ તેનું વેદન કરવું. (૮૧૧) વૈમાનિક દેવ = ઉચ્ચ કોટિના દેવો અર્થાત્ બાર દેવલોક, નવ રૈવેયક I
અને પાંચ અનુત્તર વિમાનના દેવો. વૈયાવચ્ચ = ગુણીજન કે વડીલજનની તન, મન, ધન અને ભાવથી
કરાતી સેવા, સારવાર, ભક્તિ. વૃત્તિ = ભાવ, પરિણામ, વર્તન. વ્યંતર દેવ = હલકી કોટિના દેવો કે જેઓ મનુષ્ય લોકથી નીચે શુન્ય
સ્થાનમાં વસે તે ભૂત, પ્રેત, પિશાચ વગેરે. વ્યાપક = સંપૂર્ણ રીતે વ્યાપી (વિસ્તરી)ને રહેનાર, જેમ કે જીવ | શરીરમાં વ્યાપક છે. વ્યાપ્ય = વ્યાપીને રહેવા યોગ્ય. વ્યાસંગી = આસક્ત (૯ ૬) શકતે = શક્તિથી (૨૮) શરીરસંગી = શરીરમાં મમતાવાળા (૯૬) શરીરાદિક ઔદયિક ભાવકર્મ જનિતને = ઉદયપ્રાપ્ત ભાવકર્મથી અર્થાત્
આત્માનાં વિપરીત ભાવોથી જનિત એવા શરીરને. (૨) શલ્ય = પીડાકારી વસ્તુ અર્થાત્ જીવને પીડા કરનાર પાપો કે દોષો,
જેના ત્રણ પ્રકાર છે (૧) માયાશલ્ય (૨) નિયાણ(નિદાન) શલ્ય (૩) મિથ્યાત્વશલ્ય. શાસન (જિનશાસન) = તીર્થકર દ્વારા સ્થાપિત તીર્થ અથવા જિનાજ્ઞા. શુકલધ્યાન = રાગાદિભાવ સમાપ્ત થતાં પ્રગટતું નિર્વિકલ્પ દશાવાળું રૂપાતીત ધ્યાન કે જે મોક્ષનું સાક્ષાત્ કારણ છે. (ચિત્તની અતિ નિર્મળ અપૂર્વ નિષ્કપ અંતર્મુખી અવસ્થા). તેના ચાર ભેદ છે – (૧) પૃથર્વ વિતર્ક સવિચાર : જેમાં અનેક દ્રવ્ય-ગુણ-પર્યાયોના વિષયોનું ચિંતન થાય છે અને ઉપશાંત કપાયવાળા મુનિ એના અધિકારી છે. (૨) એકત્વ વિતર્ક અવિચાર : જેમાં કોઈપણ એક જ દ્રવ્ય-ગુણ-પર્યાયના વિચારમાં જ સ્થિર રહેવું પણ વિષયાંતર ન થવા દેવું. આ ધ્યાન કેવળજ્ઞાનની ઉત્પત્તિનું કારણ છે. (૩) સૂક્ષ્મક્રિયા ' અપ્રતિપાતી : જેમાં વિતર્ક કે વિચારરહિત આત્માની સૂક્ષ્મ ક્રિયા હોય છે. સૂક્ષ્મ કાયયોગમાં રહેલ કેવળી આના ધારક છે. (૪) સમુચ્છિન્ન ક્રિયા અતિવૃત્તિ : જેમાં યોગ અને સર્વ ક્રિયાનો છેદ (નાશ) થાય છે તે અપ્રતિપાતિ હોય છે. શુલ લેગ્યા = કોઈને પીડા આપ્યા વિના કાર્ય કરવાના આત્માના
અત્યંત ઉજ્જવળ પરિણામ. શુદ્ધાત્મ દર્શન / શુદ્ધાત્મ સ્વરૂપ છે શુદ્ધત્મ જ્ઞાન = નિર્વિકલ્પ સમાધિના
પર્યાયવાચી નામ છે. શુદ્ધોપયોગ = શુભભાવથી પણ રહિત એવો આત્માનો નિર્વિકલ્પ
ઉપયોગ કે જે નિર્જરાનું કારણ અને મોક્ષનો હેતુ છે.. શુભભાવ = પ્રશસ્ત (મંદ) કષાયવાળો માનસિક પરિણામ અથવા
ધાર્મિક અનુષ્ઠાનના ભાવ.
શુભયોગ = મન, વચન, કાયાનું શુભ પ્રવર્તન અથવા સાવદ્ય (હિંસક) | વ્યાપાર (ક્રિયા)થી મુક્ત રહી શુભપણે વર્તવું. શુભ ઉપયોગ = અનિત્યાદિ ભાવના, તત્ત્વચિંતન અને સ્વાધ્યાયાદિમાં
પ્રવર્તમાન માનસિક (આત્મિક) શુભ પરિણામ. શૈલેશીકરણ = નિર્વાણ (મોક્ષ) પામતા પહેલા સયોગી કેવળી (મન, વચન, કાયાનો) યોગનિરોધ કરી મેરૂ પર્વત સમાન નિષ્કપ અવસ્થા પ્રાપ્ત કરીને અયોગી ગુણસ્થાનકને પ્રાપ્ત કરે તે સમયની અવસ્થા. શ્રમણ = સાધુ-સાધ્વી અથવા મુનિ ભગવંત.. શ્રાવક = ગૃહસ્થ જીવનનાં મૂળવ્રત કે ઉત્તરવ્રતને પાળતો અને પાંચમા
ગુણસ્થાને વર્તતો દેશવિરતિધર જીવ. શ્રુતકેવલી = ચૌદપૂર્વના જાણકાર કે જેઓ અતિશય જ્ઞાનના બળે
કેવળી જેવું સ્વરૂપ બતાવવા સક્ષમ હોય છે. શ્રુતજ્ઞાન = શ્રુતજ્ઞાનાવરણના ક્ષયોપશમથી પદાર્થોના વાંચન-શ્રવણ દ્વારા જીવને થતું શબ્દાત્મક પરોક્ષ જ્ઞાન અથવા તેમાં કારણભૂત શબ્દો (શાસ્ત્રો). શ્રેણિ = અધ્યાત્મ ક્ષેત્રમાં આત્મિક ઉત્થાનની પંક્તિ (પગથિયા),
જેના બે પ્રકાર છે – (૧) ઉપશમશ્રેણી (૨) ક્ષપકશ્રેણી. શ્વેતાંબર = જૈન સંપ્રદાયના શ્વેતવસ્ત્રધારી સાધુ-સાધ્વી. ષકાય = કાયા(શરીર)વાળા જીવના છે ભેદ, તે આ પ્રમાણે – પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ (હાલતા-ચાલતા
જીવો). પ્રથમના પાંચ સ્થાવર એટલે હાલી-ચાલી શકતા નથી. ષષ્ણુણ હાનિવૃદ્ધિરૂપ ચક્ર = સંખ્યાત, અસંખ્યાત અને અનંતગુણ તથા સંખ્યાત, અસંખ્યાત અને અનંતભાગ હાનિ – એમ છ ભેદ
હાનિના થયા. એવી જ રીતે છ ભેદ વૃદ્ધિના પણ પડશે. (૫૨) સજઝાય = સ્વાધ્યાય. સત્તા / સત્ત્વ = વસ્તુની વિદ્યમાનતા અથવા વ્યક્તિ વિશેષનું આધિપત્ય. સત્ત્વ = સત્તા, સત્ , સામાન્ય, દ્રવ્ય, જીવ, અર્થ, વિધિ, પરાક્રમ, | બળ, શક્તિ વગેરે અનેક અર્થોમાં વપરાય છે. સત્તાગત કર્મ = બંધાયેલા પણ હજુ ઉદયમાં ન આવેલા એવા આત્મામાં
વિદ્યમાન અબાધાકાળવાળા કર્મો. સદ્ગતિ = ઉત્તમ ગતિ. સાંસારિક સુખની અપેક્ષાએ દેવ અને મનુષ્ય
ગતિ. સમ(સમભાવ) = સમાનભાવ અથવા મૈત્રીભાવ. સમક્તિ / સમ્યક્ત, સમ્યદર્શન = સર્વજ્ઞ પરમાત્મા પ્રણિત તત્ત્વની
યથાર્થ શ્રદ્ધા અથવા સુદેવ, સુગુરુ, સુધર્મની દ્રઢ પ્રીતિ-રુચિ . સમય = કાળનો અત્યંત સૂક્ષ્મ અંશ અથવા શાસ્ત્ર (આગમ).. સમવસરણ / સમોસરણ = અરિહંત ભગવાનના ઉપદેશ માટે દેવનિર્મિત ત્રણ ગઢવાળુ સ્થાનવિશેષ કે જેમાં બાર વર્ષદાના દરેક જીવો સમાન ભાવથી બેસી પ્રભુની અમૃતવાણીનું પાન કરે છે. માટે તેને સમવસરણ કહેવાય છે. સમવાય સંબંધ = અભિન્ન સંબંધ (૧૫૭) સમાધિ = વીતરાગભાવથી આત્માના શુભ કે શુદ્ધ ઉપયોગમાં રહેવું
અથવા વિકટ પરિસ્થિતિમાં પણ સમતાભાવે રહેવું. સમારવાને = શુદ્ધિ માટે (૧૨ ૨-૧૯૨). સમિતિ = વ્યવહારનયથી દરેક પ્રકારના કાર્યમાં યતના (જયણા) રાખવી અને નિશ્ચયનયથી સમસ્ત રાગાદિના ત્યાગપૂર્વક આત્મામાં લીન થઈ રહેવું. સમ્યગુચારિત્ર = વ્યવહારથી વીતરાગ જિનેશ્વરની આજ્ઞાનુસાર કરવામાં આવતું સંયમ(સાધુપણા)નું દ્રઢતાપૂર્વક પાલન અને નિશ્ચયથી આત્મ
સ્વભાવમાં સ્થિરતા કે રમણતા. સમ્યગુજ્ઞાન = જેમાં મોહનીયનો ક્ષયોપશમ છે તેવું સમ્યક્ત સહિતનું
જ્ઞાન.
www.jainelibrary org
Jain Education International
For Personal & Private Use Only
પ૦૨