________________
ભેદ હોવા છતાં મૂળ-ગુણની અપેક્ષાએ એકત્વ સધાય છે. | મૂળ નયની અપેક્ષાએ વિચારતાં, આત્મા જ્ઞાન-દર્શન આ બે ગુણથી યુક્ત છે. શેષ નિર્ધાર (શ્રદ્ધા), સ્થિરતા(ચારિત્ર) એ ચેતના-ગુણની પ્રવૃત્તિ છે માટે જ્ઞાનમાં જ સ્થિરતાદિ ગુણોની અભેદતા છે, એવો આમ્નાય છે.
અથવા, બીજી રીતે આમ પણ વિચારી શકાય કે, છદ્મસ્થ અવસ્થામાં (જ્ઞાનાદિ) ચેતનાની પ્રવૃત્તિ અસંખ્ય સમયવાળી હોય છે પરંતુ કેવળ-જ્ઞાન પ્રગટતાં તે એક સમયવાળી થાય છે ત્યારે અભેદ-રત્નત્રયી હોય છે.
શુદ્ધતા, એકતા અને તમાતાનું સ્વરૂપ અને તેની પ્રાપ્તિનો ઉપાય છે, આત્મામાં પરમાત્મ-ભાવની ભાવના. તે બતાવીને ગ્રંથકાર મહર્ષિ પ્રભુ-ભક્તિના પ્રભાવે પોતાના જીવનમાં અનુભવેલા અપૂર્વ ભાવોલ્લાસના એક મધુર પ્રસંગને અહીં રજૂ કર્યો છે, જે ભક્ત સાધકો માટે અત્યંત પ્રેરણાદાયક છે.
પ્રભુનાં દર્શન, વંદન, પૂજન અને આજ્ઞા-પાલનથી આત્મામાં અપૂર્વ ભાવોલ્લાસ જાગે છે-હૃદય પુલકિત બને છે. ભાવોલ્લાસ દ્વારા જ્ઞાનની શુદ્ધતા, ચારિત્રની એક્તા અને તપ તથા વીર્યની તીક્ષ્ણતા સિદ્ધ થતાં આત્મ-સમાધિ પ્રગટે છે. એ સમાધિ-દશામાં અભુત આત્મિક આનંદનો અનુભવ થવાથી ભવ-ભ્રમણનો ભય નાબૂદ થઈ જાય છે અને અલ્પ કાળમાં જ સંપૂર્ણ શાશ્વત સુખરૂપ સિદ્ધતા પ્રગટ થવાની દૃઢ પ્રતીતિ થાય છે.
ઓ પ્રમાણે પ્રભુ-ભક્તિનો મહાન-અપૂર્વ મહિમા જાણી સર્વ મુમુક્ષુ આત્માઓએ શ્રી જિનેશ્વર પ્રભુની પરમ ભક્તિમાં સદા તન્મય બનવા પ્રયત્નશીલ રહેવું જોઈએ.
૨૩(૧૬)
www.nolibrary.org
Jain Education International
For Personal & Private Use Only
| ૪૪૨