________________
ત્રેવીસમાં સ્તવનનો સાર... આ સ્તવનમાં જ્ઞાનની શુદ્ધતા, ચારિત્રની એકતા અને વીર્યની તીણતાનું વિવિધ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. સમ્યગુ-દર્શનનો સમાવેશ જ્ઞાનમાં અને તપનો સમાવેશ વીર્યમાં કરેલી હોવાથી તેનું પૃથક્ ગ્રહણ નથી કર્યું.
જ્ઞાનનો પ્રકાશ મળે છે, ચારિત્ર પ્રેરક બને છે અને વીર્યની તીણતા વડે ધ્યાનની ધારાનો અસ્મલિત પ્રવાહ ચાલે છે ત્યારે જ સ્વસિદ્ધતારૂપ કાર્ય સિદ્ધ થાય છે.
શુદ્ધતાદિ ત્રણેનું સ્વરૂપ વિવક્ષા-ભેદથી ત્રણ પ્રકારે બતાવ્યું છે. તેમાં પ્રથમ પ્રકાર આ પ્રમાણે છે : (૧) સર્વ દ્રવ્યના નિજભાવ સ્વ-ગુણ-પર્યાયનું અને ઉત્પાદ-વ્યયરૂપ પરિણતિનું યથાર્થ-જ્ઞાન તે શુદ્ધતા છે. (૨) આત્મ-પરિણતિ(આત્માનો મૂળ-સ્વભાવ) તથા વૃત્તિ-પ્રવૃત્તિ બંનેનું એકત્વરૂપ પરિણમન થવું અર્થાત્ પરિણતિ-પ્રવૃત્તિની એકરૂપતા
તે એકતા છે. (૩) તાદાભ્ય-સંબંધથી રહેલી ક્ષાયિક આત્મ-વીર્યશક્તિના ઉલ્લાસથી કર્મ-પરંપરાના સંયોગનો મૂળથી ઉચ્છેદ કરવો તે તાતા છે.
જ્ઞાન-ગુણની નિર્માતા : એકાંતતા, અયથાર્થતા, ન્યૂનાધિકતા આદિ સર્વ દોષોથી રહિત જે સમ્યગુ-જ્ઞાન એટલે યથાર્થ-બોધ. એ જ મોક્ષમાર્ગને સૂર્યની જેમ પ્રકાશિત કરે છે. આત્મા અને કર્મના ભેદજ્ઞાનને-વિવેકને પ્રગટાવે છે માટે જ્ઞાનની નિર્મળતા-શુદ્ધતાની પ્રથમ આવશ્યક્તા છે.
ચારિત્ર-ગુણની એક્તા : સંસારી જીવની આત્મ-પરિણતિ ચારિત્ર્ય મોહનીય કર્મથી આવૃત્ત હોવાને લીધે જીવની વૃત્તિ-પ્રવૃત્તિ, રાગ-દ્વેષ અને કામ-ભોગાદિમાં પ્રવર્તે છે, તેનો ત્યાગ કરીને શુદ્ધ આત્મ-સ્વરૂપમાં વૃત્તિને એકાગ્ર બનાવવી તે એકતા છે અને તે જ સમ્ય-ચારિત્ર છે.
વીર્ય-ગુણની તીણાતા ઃ શરીરમાં રહેલી સર્વ ધાતુઓમાં જેમ વીર્ય પ્રધાન ધાતુ છે, તેમ આત્મ-ગુણોમાં પણ વીર્ય એ મહાન શક્તિશાળી ગુણ છે. તેની પ્રબળતા-તીણતા વડે અનાદિની કર્મ-પરંપરા પણ પળવારમાં છેદાઈ જાય છે.
હવે બીજો પ્રકાર આ પ્રમાણે છે : (૧) શુભાશુભ પદાર્થોના ગુણ-દોષને યથાર્થ રીતે જાણવા તે શુદ્ધતા છે. (૨) આત્મા અને આત્મકલ્યાણમાં સહાયભૂત સુદેવ, સુગુરુ અને સુધર્મ સિવાયના પદાર્થો તરફ ઉદાસીન-ભાવ રાખવો. જેમ કે,
આત્માના અસંખ્ય પ્રદેશોમાં વ્યાપ્ય-વ્યાપક ભાવે રહેલા ગુણ-પર્યાયો એ જ મારું સાચું ધન છે, તે સિવાયના અન્ય પર-પદાર્થો
મારા નથી. એવા દેઢ નિશ્ચયપૂર્વક પૌગલિક પદાર્થો તરફ ઉદાસીનતા રાખવી એ એકતા છે. (૩) રાગ-દ્વેષાદિ વિભાવ પરિણતિના કર્તાપણાનો ઉચ્છેદ કરવાની પ્રબળ આત્મ-શક્તિ તે તીણતા છે.
શ્રી જિનેશ્વર પરમાત્માએ જ્ઞાનની યથાર્થતા, ચારિત્રની ઉદાસીનતા અને વીર્યની તીક્ષ્ણતા દ્વારા સર્વ વિભાવ-પરભાવ કર્તુત્વનો નાશ કરીને આત્મ-સ્વભાવમાં રમણતા કરી છે.
તેમની સ્તુતિ કરવાથી આપણામાં પણ એવી યોગ્યતાનું બીજ પડે છે. હવે ત્રીજો પ્રકાર આ પ્રમાણે છે : (૧) શુભ અને અશુભ ભાવને જાણી યોગ્ય પૃથક્કરણપૂર્વક તેનો નિર્ણય કરવો તે શુદ્ધતા છે. (૨) શુભાશુભ વસ્તુને જાણવા છતાં શુભ કે અશુભ ભાવ ન કરવો તે એકતા છે. (૩) શુદ્ધ પારિણામિક-ભાવથી વીર્ય-ગુણને પ્રવર્તાવી, સ્વભાવના કર્તા બની, પરમ અક્રિયતારૂપ અમૃતનું પાન કરવું તે તીક્ષ્ણતા છે. શ્રી જિનેશ્વર પ્રભુ સર્વ ‘વિભાવ-કર્તુત્વ અને સાધક-કર્તુત્વ' તજીને અકંપ-અચલ વીર્ય-ગુણ વડે અક્રિય-સર્વ ક્રિયાઓથી રહિત બનેલા છે.
આ રીતે પરમાત્માની શુદ્ધતાનું એકત્વચિંતન, એકત્વભાવન, એકત્વમિલન, રમણ એ આપણા આત્મામાં રહેલ પરમાત્મતાને પ્રગટાવવાનાં પ્રધાન સાધનો છે. પરમાત્માની શુદ્ધતા, એકતા અને તીણતાનું શ્રુત-જ્ઞાન
દ્વારા ચિંતન-મનન કરી, સ્વ-આત્મામાં રહેલી તેવા જ પ્રકારની શુદ્ધતાને પ્રગટાવવા પરમાત્માના ધ્યાનમાં તીતા
અપૂર્વ સ્થિરતાપૂર્વક તન્મય બની પોતાના આત્માનું પણ પરમાત્મસ્વરૂપે ધ્યાન કરવામાં આવે તો પરમાત્મા-ઐક્યરૂપ
આ અભેદ-ધ્યાન વડે ક્ષાયિક-ચારિત્ર પ્રગટે છે અને ત્યારે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ભેદ રત્નત્રયી એ અભેદરૂપે
| પરિણમે છે. આ ભેદ-રત્નત્રયીનું સ્વરૂપ યોગીગમ્ય છે છતાં સામાન્ય રીતે અહીં તેનું દિગ્દર્શન કરવામાં આવે છે.
મિથ્યાત્વ-દશામાં વિપરીતપણે પ્રવર્તન કરતું જીવનું જ્ઞાન, સમ્યગ્દર્શન પ્રગટતાં જ્યારે યથાર્થતાની કોટિમાં આવે છે ત્યારે એ જીવ સ્વરૂપમાં રમણ કરનારો બની શકે છે. | સ્વરૂપમાં રમણતા થતાં જ્ઞાન સ્થિર બને છે ત્યારે ધ્યાનારૂઢ દશા પ્રાપ્ત થાય છે અને પછી કોઈ પણ પ્રકારના વિકલ્પ વિના આત્મતત્ત્વમાં તન્મય બનતું જ્ઞાન સમ્યગુદર્શન અને ચારિત્ર સાથે એકત્વ પામે છે એટલે કે જ્ઞાનનું જ શ્રદ્ધાન અને જ્ઞાનનું જ રમણ એમ પર્યાય-ભેદે
Jain Education International
www jainelibrary.org
For Personal & Private Use Only
૪૪ ૧