________________
એકવીસમા સ્તવનનો સાર... પ્રસ્તુત સ્તવનમાં સ્તવનકાર મહાત્માએ કેવી કમાલ કરી છે ! પ્રભુસેવા-જિનભક્તિને વર્ષાઋતુ સાથે સરખાવી તેની મહાનતા અને મંગલમયતાનું વાસ્તવિક વર્ણન કર્યું છે.
વર્ષાઋતુમાં મેઘરાજાની પધરામણી થાય છે ત્યારે લોકો હર્ષમાં આવી જઈને નાચવા લાગે છે, કોઈને દુષ્કાળનો ભય રહેતો નથી, મોટાં-મોટાં વાદળાંઓ ચડી આવે છે અને વારંવાર વીજળીના ઝબકારા થાય છે. | તેવી રીતે મહાન પુણ્યોદયે શ્રી જિનેશ્વર પરમાત્માની ઓળખાણ થાય છે ત્યારે આદર-બહુમાનપૂર્વક તેમની ભક્તિમાં તત્પર થયેલા ભક્તને અદ્ભુત આનંદ થાય છે, તેમના ચિત્તમાંથી અતત્ત્વમાં તત્ત્વ-બુદ્ધિરૂપ મિથ્યાજ્ઞાન-મિથ્યાત્વનો ભય પલાયન થઈ જાય છે અને અવિધિ-આશંસા-આશાતનાદિ દોષથી રહિત સમક્રિયા-સમ્યમ્ આચરણનું પાલન થતાં વિશુદ્ધ આત્મ-પરિણતિનો વિદ્યુત-પ્રકાશ કંઈક અંશે અનુભવમાં આવે છે. - જ્યારે જિન-ભક્તિરૂપ વર્ષા થાય છે ત્યારે પવિત્ર ભાવનારૂપ પવન વાય છે. મન, વચન અને કાયાની એકાગ્રતારૂપ ઈન્દ્રધનુષ રચાય છે. પ્રભુના નિર્મળ ગુણ-સ્તવનરૂપ ગર્જારવ થાય છે અને તૃષ્ણારૂપ ગ્રીષ્મ-કાળનો પરિતાપ શાંત થઈ જાય છે. | વર્ષાઋતુમાં જેમ બગલાઓની પંક્તિ ઊભેલી દેખાય છે તેમ જિન-ભક્તિમાં પ્રશસ્ત વેશ્યાઓ ઉત્પન્ન થાય છે. વર્ષાઋતુમાં હંસ પક્ષી સરોવરમાં જઈને વસે છે, તેમ જિન-ભક્તિના યોગે મુનિ ધ્યાનારૂઢ થઈ ઉપશમ-શ્રેણી કે ક્ષપક-શ્રેણીમાં રહે છે. વરસાદ સમયે ચાર દિશાઓના માર્ગો બંધ થઈ જાય છે, તેમ જિન-ભક્તિથી ચારે ગતિનું ભ્રમણ અટકી જાય છે. વર્ષાઋતુમાં લોકો સહુ પોતાના ઘરમાં જ રહે છે અને મોજ માણે છે, તેમ અનાદિથી વિષય-કષાયરૂપ પર-ભાવમાં , ભટકતો ચેતન, જિન-ભક્તિ વડે પોતાનું સ્વરૂપ ઓળખી નિજ સ્વભાવમાં જ રહે છે અને સમતા-સખી સાથે મોજ કરે છે.
વર્ષાને જોઈને જેમ મોર હર્ષ-ઘેલા બનીને નાચતા હોય છે, તેમ જિન-ભક્તિમાં તન્મય બનેલો સમ્યગુ-દષ્ટિ આત્મા શ્રી
| જિનેશ્વર પ્રભુના પ્રશાંતરસ-પરિપૂર્ણ અલોકિક રૂપને જોઈને પરમાનંદ અનુભવે છે. | વરસાદના સમયે જેમ જળ-ધારાઓ વહેવા લાગે
છે, તેમ જિન-ભક્તિના સમયે પ્રભુના ગુણ-ગાનનો પ્રવાહ વહેતો થાય છે. વર્ષા સમયે જેમ તે જલધારાઓ પૃથ્વી ઉપર
વહી જઈને સરોવરાદિમાં સ્થિર થઈ જાય છે, તેમ પ્રભુ-ગુણગાનનો પ્રવાહ ધર્મ-રુચિવાળા આત્માઓના હૈયામાં પ્રવેશી જઈને સ્થિર ' થઈ જાય છે. | ચાતક પક્ષી વરસતા વરસાદની જળ-ધારાઓનું પાન કરીને પોતાની તૃષાને શાંત કરે છે, તેમ જિન-ભક્તિમાં તન્મય બનેલો તત્ત્વપિપાસુ મહા-મુનિ સર્વ દુઃખોને દૂર કરનારા એવા અનુભવ-રસનું આસ્વાદન કરીને સમ્યગુ-દર્શનની પ્રાપ્તિ સમયે પ્રગટેલી તત્ત્વઅનુભવરમણતાની પિપાસાને શાંત કરે છે.
વરસાદ સમયે જેમ જૂના-પુરાણા તૃણના અંકુરો નાશ પામે છે અને લીલા તૃણ-અંકુરાઓ પ્રગટે છે તથા ખેડૂતો તેનું નિવારણ કરીને યોગ્ય રીતે ભૂમિને ખેડીને બીજ વાવે છે, તેમ જિન-ભક્તિ દ્વારા ભવ્ય જીવો ‘અશુભ-આચારો’નું નિવારણ કરીને ‘શુભ-આચાર'ના પાલનરૂપ દેશ-વિરતિ આદિનાં પરિણામ ઉત્પન્ન કરે છે.
વર્ષાઋતુમાં વૃષ્ટિના પ્રભાવે જેમ વાવેલા ધાન્યનાં કણસલાં વૃદ્ધિ પામતાં જાય છે અને તે પૂર્ણ વૃદ્ધિ પામી જાય છે ત્યારે ખેડૂતો પોતાના ઘરમાં તે ધાન્યને લઈ જઈ ભંડાર(કોઠાર)માં ભરી દે છે, તેમ જિન-ભક્તિરૂપ વૃષ્ટિના પ્રભાવે પાંચ-મહાવ્રતોનું નિરતિચારપણે પાલન કરવાથી તેની વિશુદ્ધિ જેમ જેમ વધતી જાય તેમ તેમ સ્વસાધ્યને-સિદ્ધસ્વરૂપને સાધવાની શક્તિ વિકસિત બનતી જાય છે અને તેથી અનંત ક્ષાયિકદર્શન-જ્ઞાન-ચારિત્રાદિ ગુણોની આત્મ-મંદિરમાં નિષ્પત્તિ થાય છે, એટલે કે સર્વ આત્મ-પ્રદેશો જ્ઞાનાદિ ગુણોથી પૂર્ણ બની જાય છે. - જે પ્રદેશમાં પુષ્કળ મેદવૃષ્ટિ થાય છે તે પ્રદેશ ધાન્ય વગેરેથી સમૃદ્ધ બને છે અને સર્વત્ર સુકાળ પ્રવર્તે છે, તેથી તે દેશની પ્રજા ખૂબ જ આનંદ અને સુખ-સમૃદ્ધિને પામે છે, તેવી રીતે જિન-દર્શન(સમ્યગ્દર્શન, જિનશાસન કે જિનમૂર્તિદર્શન)ના અને જિન-ભક્તિના પ્રભાવે પરમાનંદની પ્રાપ્તિ થતાં આત્માના અસંખ્ય પ્રદેશોમાં અનંત ગુણ-પર્યાયની પૂર્ણતા પ્રાપ્ત થાય છે. જિન-ભક્તિનું મહાન ફળ મોક્ષ-પ્રાપ્તિ છે, એ જાણીને અહર્નિશ જિન-ભક્તિ અને જિનાજ્ઞા-પાલનમાં તત્પર બનવું જોઈએ.
ફીસ સ્તવન I સાર... प्रस्तुत स्तवन में स्तवनकार महात्मा ने बहुत कमाल की है । प्रभुसेवा (जिनभक्ति) की वर्षाऋतु के साथ तुलना करके उसकी महत्ता और मंगलमयता का वास्तविक वर्णन किया है ।
वर्षाऋतु में मेघराजा का शुभागमन होता है तब लोग हर्ष से नाचने लगते हैं, किसी को दुष्काल का भय नहीं रहता । बड़े बड़े बादल चढ़ आते हैं और बार बार बिजलियाँ चमकने लगती हैं ।
इसी तरह महा पुण्योदय से श्री जिनेश्वर परमात्मा की पहचान होती है तब आदर-बहुमानपूर्वक उनकी भक्ति में तत्पर बने हुए भक्त को अद्भुत आनन्द होता है । उसके चित्त में से अतत्त्व में तत्त्वबुद्धिरूप मिथ्यात्व का भय भाग जाता है और अविधि, आशंसा, आशातना-दोष से रहित सम्यक्रिया-सम्यग्आचरण का पालन होने पर विशुद्ध आत्मपरिणति का विद्युत्-प्रकाश कुछ अंशो में अनुभव में आता है ।
जब जिनभक्तिरूपी वर्षा होती है तब पवित्र भावनारूप पवन चलता है : मन-वचन-काया की एकाग्रतारूप इन्द्रधनुष बनता है : प्रभु के निर्मल गुण-स्तवनरूप गरिव होता है और तृष्णारूपी ग्रीष्मकाल का परिताप शान्त हो जाता है।
Jain Education International
For Personal Private Use Only
૪૦૨
www.jainelibrary.org