________________
बदन वंदन तमन सेवन वली पूजनारे, स्मरण स्तवन वही ध्याना 'देवचंद्रदेवचंद्र कीजें जगदीशर्नुरे, प्रगटे पूर्ण निधान॥
ओलंगडी.॥२०॥
अर्थ : मोक्ष की रुचि उत्पन्न करने के लिए जगत के ईश-जगत के नाथ और देवों में चन्द्र समान निर्मल, ऐसे श्री जिनेश्वर परमात्मा का वंदन, नमन, सेवन, पूजन, स्मरण, स्तवन और ध्यान करना चाहिए । जिससे आत्मा में रहा हुआ सम्पूर्ण सुख एवं अनन्त गुण का निधान प्रकट होता है ।
અર્થ : મોક્ષની રૂચિ ઉત્પન્ન કરવા માટે જગતના ઈશ-જગતના નાથ અને દેવોમાં ચંદ્ર સમાન નિર્મળ એવા શ્રી જિનેશ્વર પરમાત્માનાં વંદન, નમન, સેવન, પૂજન, સ્મરણ, સ્તવન અને ધ્યાન કરવાં જોઈએ. જેથી આત્મામાં રહેલા સંપૂર્ણ સુખનો તથા અનંત ગુણનો નિધાન પ્રગટ થાય છે.
સ્વો. બાલાવબોધ : તે માટે વંદન કેતાં કર-જોડન, નમન કેતાં શીશ-નમાવવારૂપ, સેવના તે આજ્ઞા-માનવારૂપ. વલી, પુજના તે પુષ્પાદિકની તથા સ્મરણ તે વારંવાર ગુણનું સંભારવું. સ્તવન તે વચને કરી ગુણનું કથન હર્ષથી કરવું તથા ધ્યાન તે પ્રભુ ગુણે ચિત્તની એકાગ્રતાનું કરવું. એટલા સર્વ ઉપાય છે તે સર્વ દેવચંદ્ર' સ્તુતિ-કર્તા તે પોતાને કહે છે જે
વંદનાદિક કર્તવ્ય કીજે શ્રી જગદીશની ગૈલોક્ય-દયાલની તે કરતાં સેવકને પ્રગટે કેતાં પ્રકાશ પામે. પૂર્ણ-નિધાન, અનંતગુણ, આત્મશક્તિ, પરમાનંદરૂપ નિધાન પ્રગટે. એટલે, શ્રી જિનરાજ પરમાત્માની સેવા કરતાં પોતાની પૂર્ણ પરમાત્મતા નિપજે, અવિનાશી ધન પ્રકાશ પામે. એ શ્રી મુનિસુવ્રત દેવાધિદેવનો પરમ ઉપકાર છે.
।। इति दशमगाथार्थः ।। १० ।। ।। इति विंशतितम श्री मुनिसुव्रतजिन स्तवनम् ।। २० ।।
www.jainelibrary.org
For Personal & Private Use Only
३८७
Jain Education International