________________
साध्य साध्य धर्मजे माहेहोवेरे, ते निमित्त अति पुष्ट। पुष्प माहे तिल वासक वासनारे, ते नवि प्रध्वंसक दुष्ट
ओतंठगडी.॥३॥
अर्थ : जिस कारण में साध्य-धर्म (कार्यधर्म) विद्यमान हो, उसे पुष्ट निमित्त कारण कहा जाता है । जैसे कि, फूल में तेल को वासित बनाने रूप कार्य-धर्म वासना (सुगंध) विद्यमान है परन्तु तेल की वासना को ध्वंस करने की दुष्टता नहीं हैं अर्थात् पुष्प तेल को अधिक सुगंधित बनाने का पुष्ट-कारण है । इसी तरह श्री अरिहन्त परमात्मा मोक्षरूप कार्य में पुष्ट-निमित्तकारण हैं अत: मोक्ष की अभिलाषा से जो विधिपूर्वक उनकी सेवा करता है, वह अवश्य मोक्ष प्राप्त करता है ।
અર્થ : જે કારણમાં સાધ્ય(કાર્ય)-ધર્મ વિદ્યમાન હોય તેને પુષ્ટ નિમિત્ત-કારણ કહેવાય છે. જેમ કે, પુષ્પમાં તેલને વાસિત બનાવવારૂપ કાર્ય-ધર્મ વાસના-સુગંધ વિદ્યમાન છે પરંતુ તેલની વાસનાને ધ્વંસ કરવાની દુષ્ટતા નથી એટલે પુષ્ય તેલને વધુ સુગંધિત બનાવવાનું પુષ્ટકારણ છે. તેવી રીતે શ્રી અરિહંત પરમાત્મા મોક્ષરૂપ કાર્યમાં પુષ્ટ નિમિત્ત-કારણ છે. માટે મોક્ષની અભિલાષાથી વિધિ-પૂર્વક જે તેમની સેવા ७२, ते अवश्य मोक्ष प्राप्त २७.
સ્વો. બાલાવબોધઃ હવે પુષ્ટ-નિમિત્તનું સ્વરૂપ કહે છે, સાધ્ય કેતાં કરવા યોગ્ય જે કાર્ય-ધર્મ તે જે કારણમાં હોય, તે તેનું પુકારણ કહીયેં. તે પુષ્ટ-કારણ વિધિર્યું કાર્ય કરવાને અર્થે ગ્રહ્યો થકો કાર્યને કરે પણ તે કાર્યનો ધ્વંસક ન થાય.
તેહનો દૃષ્ટાંત કહે છે, જેમ તેલને સુગંધ-વાસના કરવારૂપ કાર્ય, તેનું કારણ પુષ્ય છે પરંતુ વાસના કરવી તે સાધ્ય છે, તે વાસના ફૂલમધ્યે છે અને તે ફૂલ, તે તેલ તથા તેલની વાસનાના વંસક નથી તે માટે, પુષ્પ તે પુષ્ટ-નિમિત્ત છે.
उक्तं च विशेषावश्यके - "कार्यस्य आसन्ननिमित्तं इति तदेव पुष्टं, दूरतरं कारणनैमित्तिकं तत् अपुष्टम् ।।" इति ।।। અર્થ : કાર્યની નજીક રહેલું નિમિત્ત, તે જ ખરેખર પુષ્ટ છે અને દુરવર્તી નિમિત્ત-કારણ, તે અપુષ્ટ છે. तथा च श्री सिद्धसेनपूज्य :"पुष्टहेतु र्जिनेन्द्रोऽयं, मोक्षसद्भावसाधने ।।" इति ।। અર્થ : મોક્ષ પામવાના સાધનમાં જિનેન્દ્ર તે પુષ્ટ-કારણ છે. તેહથી અરિહંત દેવ તે મોક્ષરૂપ કાર્યના પુષ્ટ-નિમિત્ત છે. જે માટે સાધ્ય જે નિરાવરણ પરમાત્મ-પદ તે શ્રી અરિહંતને વિષે છે માટે જ શ્રી અરિહંત તે પુષ્ટ-નિમિત્ત છે. જો વિધિમેં સેવન થાય, તો એથી મોક્ષ-કાર્ય નિપજે.
।। इति तृतीयगाथार्थः ।। ३ ।।
www.pinelibrary.org
Jain Education International
For Personal & Private Use Only
390