________________
তামিং [সাফফা||||||
ઝર અyyyતાન, अंतर शक्ति विकासी। ‘તચંદ્રસે ચાતંત્ર , अक्षय भोग विलासी ॥१५॥
|| Dાર {1} ||
|| | | |
| |
अर्थ : इस प्रकार अरनाथ प्रभु की पूर्ण प्रभुता में तन्मय बनने से साधक की आन्तरिक आत्मिक-शक्तियों का विकास होता है और पूर्ण प्रभुता की प्राप्ति होती है । तब देवों में चन्द्र समान उज्ज्वल बनकर आत्मा परमानन्द के अक्षय भोग का विलासी बनता है ।
અર્થ : આ પ્રમાણે શ્રી અરનાથ પ્રભુની પૂર્ણ પ્રભુતામાં તન્મય બનવાથી સાધકની આંતરિક આત્મિક-શક્તિઓનો વિકાસ થાય છે અને પૂર્ણ પ્રભુતાની પ્રાપ્તિ થાય છે, ત્યારે દેવીમાં ચંદ્ર સમાન ઉજ્જવલ બની આત્મા પરમાનંદના અક્ષય ભોગનો વિલાસી બને છે.
સ્વ. બાલાવબોધ માટે શ્રી અરનાથ પ્રભુ અઢારમા પરમેશ્વર, જેણે તત્ત્વરૂચિ થઈને તત્ત્વાભિલાષિ, તત્ત્વસાધક, તત્ત્વજ્ઞાની થઈને તત્ત્વ પ્રગટ કર્યું. તે પ્રભુની પ્રભુતા, શુદ્ધજ્ઞાયકતા, શુદ્ધરમણતા, શુદ્ધાનુભવતા, અપોદ્ગલિક્તા, અસંગતા, અયોગિતા, સકલ પ્રદેશે નિરાવરણતા, પ્રાગુભાવી શુદ્ધસત્તા ભોગ્યતા તેહને રંગે જે રંગાણા છે, તે સાધક સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, સર્વવિરતિની અંતરંગ શક્તિ-તત્ત્વ પ્રાગુભાવ કરવાની સાધક કારકતા-સાધક કર્તાપણુ-પરમ સંવરપૂર્વક પરમ સકામનિર્જરારૂપ શક્તિ વિકસ્વર થવ-પ્રગટ થવે. - તે શક્તિથી સર્વ કર્મ વિરામ થવે સર્વ આત્મિક-ધર્મને પ્રગટ કરી પરમાત્મા-દેવમાંહે ચંદ્રમા સમાન શ્રી નિષ્પન્ન પરમેશ્વર, તેહનો જે આનંદ અવ્યાબાધ-શિવ-અચલ-અરૂપ-અવિનાશી, તેહનું જે અક્ષય સ્વરૂપ, તેહનો ભોગ કેતાં અનુભવ, તેનો વિલાસી-વિલાસનો કરણકાર આત્મા થાય. એટલે, સ્વ સંપદા-તત્ત્વતા-આત્મશુદ્ધપરિણતિ તેહને સદા સાદિ-અનંતો કાલ ભોગવે. અથવા દેવચંદ્ર જે સ્તુતિકર્તા તે અક્ષય આનંદના ભોગનો વિલાસી થાય.
માટે, સ્વરૂપ-સિદ્ધ, અરૂપી, ચિકૂપ, શ્રી પરમેશ્વર તેહને સેવ-ધ્યાવો-નમો-ગાવો. તેના ગુણ સંભારો. અહી જ મોક્ષ-સાધનાનું પુષ્ટનિમિત્ત છે. એ નિમિત્તે ઉપાદાન કારણરૂપ થઈને અસાધારણ-કારણતાર્ગે ચડતો મનુષ્ય-ગત્યાદિ અપેક્ષા-કારણપણે કરી તસ્વાનંદરૂપ કાર્યને કરશે. તે માટે ઉપાદાનાદિક ત્રણ કારણની કારણતા નિમિત્તને અવલંબેં પ્રગટે તેથી નિર્દોષપણે-આશંસાદિદોષ વર્જિને શુદ્ધ-નિમિત્તને સેવો. તે સેવનથી કર્તાપણું સમારે અને કર્તાપણું સમરેથી સ્વ-કાર્ય કરે માટે શ્રી અરનાથજીની ભક્તિ તે પરમાધાર છે.
| || રૂતિ પન્નશTIથાર્થ: || 9 || || તિ દશ થી સરનન સ્તવનં સમાતમ્ II૧૮TI
અઢારમા સ્તવનનો સાર... આ સ્તવનમાં ચાર કારણોની વ્યાખ્યા બતાવીને મોક્ષરૂપ કાર્યમાં ચારે કારણોમાંથી નિમિત્ત-કારણની અધિક મહત્તા બતાવી છે.
મોક્ષના પુષ્ટ-નિમિત્ત અરિહંત પરમાત્મા છે. તેમનાં દર્શનાદિના આલંબનથી ભવ્ય આત્મા પોતાના શુદ્ધ સ્વભાવ(સ્વરૂપ)ને ઓળખી, તેને પ્રાપ્ત કરવા તીવ્ર ઝંખના સેવે છે અર્થાત્ મોક્ષરૂપ કાર્યને સિદ્ધ કરવાની રૂચિ ઉત્પન્ન થાય છે અને જ્યારે જીવ પ્રભુ-ભક્તિ, શાસ્ત્રાધ્યયન અને સંયમ વગેરેની સાધનામાં ઉજમાલ બને છે ત્યારે એ જીવ અંશત: મોક્ષરૂપ કાર્યનો કર્તા બને છે..
આ પ્રમાણે નિમિત્તના યોગે ઉપાદાન-આત્માની મૂળ જ્ઞાનાદિ શક્તિઓ સિદ્ધતારૂપ કાર્ય સાધવામાં તત્પર બને છે. પછી તે આત્મા અનુક્રમે મન-વચન-કાયાની શુદ્ધિપૂર્વક યથાવિધિ અનુષ્ઠાનોના પાલનથી, દેવ-ગુરુની ભક્તિથી, સમ્ય-જ્ઞાનના અભ્યાસથી, ચારિત્રપાલનથી, ધર્મ-ધ્યાનથી અને શુક્લ-ધ્યાન વગેરેના આલંબનથી અનુક્રમે પોતાનાં પૂર્ણ સ્વરૂપને પ્રગટ કરે છે. ચતુર્થ ગુણસ્થાનકથી એટલે કે સમ્યગુ-દર્શન ગુણની પ્રાપ્તિ થાય ત્યારથી યાવત્ ચતુર્દશ ગુણસ્થાનક(અયોગી અવસ્થા) સુધી ઉત્તરોત્તર આત્મશુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. પૂર્વ- અવસ્થાની વિશુદ્ધિ, ઉત્તર-અવસ્થાની પ્રાપ્તિમાં કારણભૂત છે અને તે આત્માથી અભિન્ન છે માટે તેને અસાધારણ-કારણ કહે છે.
uain Education International
www.jainelibrary.org
For Personal & Private Use Only
3५८