________________
કાકા :
नर गति पढम संघयण, तेह अपेक्षा जाणो। निमित्ताभित उपादान, तेहने लेखे आणो ॥११॥
अर्थ : मनुष्य गति, वज्रऋषभनाराच संघरण, पंचेन्द्रिय जाति आदि कारण सिद्धतारूप कार्य में अपेक्षा-कारण हैं । जो साधक आत्मस्वभाव को प्रकट करने के आशय से सुदेव, सुगुरु और सुधर्म का आलम्बन लेता है उसके लिए मनुष्यगति आदि कारण अपेक्षा-कारणरूप में समझने चाहिए परन्तु जिसने निमित्त का आलम्बन ग्रहण नहीं किया उसके लिए मनुष्यगति आदि अपेक्षा-कारण नहीं कहे जा सकते ।
અર્થ : મનુષ્યગતિ, વજઋષભનારાચ સંઘયણ, પંચેન્દ્રિય જાતિ વગેરે કારણો સિદ્ધતારૂપ કાર્યના અપેક્ષા-કારણ છે. જે સાધક આત્મસ્વભાવને પ્રગટ કરવાના આશયથી સુદેવ, સુગુરુ અને સુધર્મનું આલંબન લે છે, તેને મનુષ્ય-ગતિ આદિ કારણો અપેક્ષા-કારણરૂપે ગણવાં પરંતુ જેને નિમિત્તનું આલંબન ગ્રહણ નથી કર્યું, તેનાં મનુષ્ય-ગતિ આદિ અપેક્ષા-કારણ કહી શકાય નહી.
સ્વ. બાલાવબોધ : હવે, સિદ્ધતારૂપ કાર્યનું અપેક્ષા તથા નિમિત્ત એ બે કારણ કહે છે. નર કેતાં મનુષ્યની ગતિ, પઢમ કેતાં પેહલું સંઘયણ વજ-ઋષભ-નારાચ, પંચેંદ્રિપણું ઈત્યાદિ સિદ્ધતારૂપ કાર્યનું અપેક્ષા-કારણ જાણો.
ઈહાં કર્તાનો વ્યાપાર નથી, પણ એ નિમેં જોઈયેં એ પામ્યા વિના મોક્ષરૂપ કાર્યની સાધના થાય નહીં. તે માટે અપેક્ષા-કારણ કહીયેં.
પણ એ મનુષ્ય-ગત્યાદિક સર્વ, જે જીવનું ઉપાદાન-પરિણમન ધર્માર્થી થઈને નિમિત્ત જે દેવ-ગુરુ-સિદ્ધાંત, તેહને જેણે આશ્રયો તો તેહની મનુષ્ય-ગત્યાદિક લેખે કેતાં કારણપણે આણજો અને તેહની નિમિત્તને આશ્રયો નથી તેહની મનુષ્ય-ગત્યાદિક કારણપણામાં ગણશો નહીં. તે હજી અનાદિની ચાલમાં છે, પલટણ કરતો નથી તેં માટે. એ અપેક્ષા તથા નિમિત્ત એ બે કારણ કહ્યાં.
// ત ઈતિશયા: // ૧૧ ||
wwwjainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only
૩૫ ૫