________________
સત્તરમાં સ્તવનનો સાર.. આ સ્તવનમાં જિન-વાણી(પ્રભુ-દેશના)નું સ્વરૂપ અને તેનો અજોડ મહિમા બતાવવામાં આવ્યો છે.
જિન-વાણીનું રહસ્ય સમજવું એ આપણા જેવા માટે મહાન દુષ્કર કાર્ય છે. ચોદ પૂર્વ-ધરો જેવા મહાન ગીતાર્થ આચાર્યો પણ આ જિનવાણીની અગાધતા-ગહનતાને માપવામાં પોતાને વામન તરીકે ઓળખાવે છે. કારણ કે, જિન-વાણી અનુપમ તલસ્પર્શી એવા તત્ત્વ-જ્ઞાનથી સમૃદ્ધ છે, ગુણ-પર્યાયની અનંતતાથી યુક્ત છે અને નય, ગમ, ભંગ, તથા નિક્ષેપાદિની ગંભીર અપેક્ષાઓથી ભરપૂર છે.
નંદીસૂત્ર વગેરે આગમોમાં જિન-વાણીની અનેક રીતે સ્તુતિ કરવામાં આવી છે. તે જિન-વાણીનો સાર-મહિમા અહીં પણ ટૂંકમાં આ રીતે વર્ણવ્યો છે –
જિનાગમમાં સ્યાદ્વાદનું નિરૂપણ : જિનાગમમાં સ્યાદ્વાદ-અનેકાંતવાદની દૃષ્ટિથી જ સર્વ પદાર્થોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેથી જ જિનાગમ દ્વારા કોઈ પણ પદાર્થનો યર્થાથ બોધ થઈ શકે છે.
| સ્યાદ્વાદના મુખ્ય પ્રકારો પ્રમાણ : ‘‘સ્વપૂરવ્યવસાયિજ્ઞાનું પ્રમાનમ્'' (પ્રમાણનય)
સ્વ અને પરનો નિશ્ચય કરાવનાર જ્ઞાન તે પ્રમાણ. પ્રમાણનો વિષય અનંત-ધર્માત્મક વસ્તુ છે એટલે કે દરેક વસ્તુ અનંત ગુણ, પર્યાય અને સ્વભાવયુક્ત હોય છે. દા.ત. આત્મા.
ગુણ : સહભાવી-સદા સાથે રહેનારા હોય તે ગુણ. જેમ કે, આત્માના જ્ઞાન-દર્શન આદિ ગુણો. પર્યાય : ક્રમભાવી-ક્રમથી ઉત્પન્ન થનારા પરિણામને પર્યાય કહે છે. જેમ કે, સંસારી જીવની સુખ-દુ:ખ તથા બાળ-યૌવન વગેરે અવસ્થા. સ્વભાવ : તેના બે મુખ્ય પ્રકાર છે, સામાન્ય અને વિશેષ. આ અંગેનું વિવરણ ૧૫મા સ્તવનમાં કરેલું છે. નય : વસ્તુમાં રહેલા એક અંશને બતાવનારા અભિપ્રાયને નય કેહવાય છે.
તેના મુખ્ય બે ભેદ અથવા સાત ભેદ થાય છે અને વિસ્તારથી સાતસો કે એનાથી પણ અધિક ભેદ થઈ શકે છે. જેમ કે, આત્મા નિત્ય છે વગેરે.
| ગમ : જેનાથી જાણી શકાય તેને અથવા અપેક્ષાએ વસ્તુના એક અંશનું ભેદ-પ્રકાર વડે નિરૂપણ કરનારા વાક્યને ગમ કહેવાય છે. જેમ કે, નૈગમ-નય અનેક ગમ પ્રકાર વડે વસ્તુનું નિરૂપણ કરે છે.
ભંગ : ‘‘કુવાપેલો મઃ”
સ્યાદ્વાદની અપેક્ષાથી ભેદ પાડવા તે ભંગ. સપ્તભંગ દ્વારા સ્યાદ્વાદને સમજાવવામાં ઘણી સરળતા રહે છે. એ રીતે તે ઘણા ઉપયોગી હોવાથી તેનું ટુંકુ સ્વરૂપ આઠમી ગાથામાં આપ્યું છે.
તે સાત ભંગ-ભાંગા આ પ્રમાણે થાય છે – (૧) “ચાલ્ ગતિ વ ાત્મા’ : કથંચિત્ આત્મા છે. આત્મા વર્તમાન સમયે સ્વ ગુણ-પર્યાય (જ્ઞાન-દર્શનાદિ)ની પરિણતિની અપેક્ષાએ
અસ્તિ છે. અતીત-પર્યાય વિનષ્ટ હોવાથી અને અનાગત(ભવિષ્ય)-પર્યાય અનુત્પન્ન હોવાથી અહીં વર્તમાન-પર્યાય જ ગ્રહણ
કરવામાં આવ્યો છે. “સત્' અહીં પદ એ નાસ્તિ અને અવક્તવ્ય ધર્મની અનર્પિતતાનો દ્યોતક છે. (૨) “હાલ્ નાતિ વ માત્મા' : કથંચિત્ આત્મા નથી. પર-દ્રવ્યના વર્ણાદિ ધર્મો આત્મામાં નથી તેમ જ પોતાના ભૂત-ભવિષ્યના
પર્યાયો પણ વર્તમાનપણે નથી, માટે તે પર-દ્રવ્યાદિની અપેક્ષાએ આત્મા ‘નાસ્તિ' નથી.
અહીં થાત્ પદ અસ્તિ અને વક્તવ્યતાનો સૂચક છે. (૩) “ચાત્ વવક્તવ્યમેવ માત્મા’ : કથંચિત આત્મા અવક્તવ્ય છે. કારણ કે, અસ્તિ-નાસ્તિ ધર્મ યુગપતુ-એકસાથે વચનથી કહી શકાય
તેમ નથી તેમજ અસ્તિ-નાસ્તિ આદિ ધર્મોનાં અભિલાખ (વચનગોચ૨)-પર્યાય કરતાં અનભિલાષ્ટ્ર-પર્યાય અનંત-ગુણા છે,
તેથી દરેક દ્રવ્યમાં કથંચિત્ અવક્તવ્યતા રહેલી છે. (૪) “સત્ સ્ત-નાતિ વ શાત્મા' : કથંચિત્ આત્મા છે અને નથી. સ્વ-દ્રવ્યાદિની અપેક્ષાએ આત્મા છે અને પર-દ્રવ્યાદિની I અપેક્ષાએ આત્મા નથી તેમ જ વર્તમાન-પર્યાયની અપેક્ષાએ આત્મા છે અને ભૂત-ભવિષ્ય પર્યાયની અપેક્ષાએ આત્મા નથી. (૫) ‘ણ સ્તિ-વત્તિવ્યમેવ લાત્મા’ : કથંચિત્ આત્મા છે અને અવક્તવ્ય છે. સ્વ-પર્યાયાદિની અપેક્ષાએ આત્મા છે અને યુગપતું
સામાન્ય-વિશેષ અપેક્ષાએ સમકાળે વચનથી અગોચર છે, તેથી અવકતવ્ય છે. (૬) “ચાત્ નાસ્ત-ઉપવવત્તવ્યમેવ માત્મા’ : કથંચિત્ આત્મા નથી અને અવક્તવ્ય છે. પર-પર્યાયની અપેક્ષાએ આત્મા નથી અને યુગપત્ | ઉભય વિવક્ષા વડે સમકાળે અવક્તવ્ય છે. (૭) ‘થાત્ સ્તિ-નાતિ-નવવતવ્યમેવ માત્મા’ : કથંચિત્ આત્મા છે, નથી અને અવક્તવ્ય છે. સ્વ-પરપર્યાયાદિની અપેક્ષાએ અનુક્રમે ' છે (અસ્તિ) અને નથી (નાસ્તિ) પણ યુગપત્ ઉભયની વિવક્ષાએ સમકાળે અવક્તવ્ય છે.
આ પ્રમાણે નિત્ય-અનિત્યાદિ અનંત ધર્મોની અનંત સપ્તભંગીઓ એક દ્રવ્યમાં અપેક્ષાએ થઈ શકે છે પણ એક ધર્મની અપેક્ષાએ તો સાત જ ભાંગા અર્થાત્ એક જ સપ્ત-ભંગી ઘટી શકે છે.
આ અંગેની વિશદ વિચારણા સમ્મતિતર્ક, તત્ત્વાર્થસૂત્ર-વૃત્તિ અને સાદ્વાદ રત્નાકર આદિ ગ્રંથોમાં કરવામાં આવી છે. જિજ્ઞાસુઓએ તેનું વિશેષ-સ્વરૂપ જાણવા ગીતાર્થ ગુરુ ભગવંતોનો સમાગમ સાધવો જોઈએ.
નિક્ષેપ : અર્થાત્ ચાસ-સ્થાપના. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવાદિ વડે વસ્તુની વિચારણા કરવી-તેને નિક્ષેપ કહે છે. જેમ કે –
Jain Education International
For Personal & Private Use Only
૩૪ ૧
www.jainelibrary.org