________________
अर्थ : मेरा जो सच्चिदानन्द अस्ति-स्वभाव है, वह अभी सत्तागत है, उसे प्रकट करने के लिए मैं वैराग्यसहित तीव्र रुचि (इच्छा) रखता हूँ और प्रभु के समक्ष वन्दन-नमन करके याचना करता हूँ कि, हे प्रभो ! आत्मा के लिए हितकारी ऐसा मेरा अस्ति-स्वभाव प्रकट करो । | અર્થ : સચ્ચિદાનંદ મારો જે અસ્તિ-સ્વભાવ છે તે હાલ સત્તાગત છે, તેને પ્રગટ કરવા હું વેરાગ્યસહિત તીવ્ર રુચિ-ઈચ્છા રાખું છું. અને પ્રભુની આગળ વંદન-નમન કરીને યાચના કરું છું કે, પ્રભુ ! આત્માને હિતકારી એવો મારો અસ્તિ-સ્વભાવ પ્રગટ કરો.
સ્વ. બાલાવબોધઃ હવે પોતાનો મનોરથ કહે છે, એવો જે અસ્તિ-સ્વભાવ અનંત જ્ઞાન-દર્શન-ચારિત્ર-અવ્યાબાધ પૂર્ણાનંદતારૂપ જે માહરો સત્તા-ગત સ્યાદ્વાદ-ઉપયર્ગે ચહ્યો, તેહની રૂચિ-પીપાસા કરીને, વૈરાગ્ય જે સંસારથી ઉદાસીપણું, એ સંસારીભાવ-વિભાવોપાધિ માહરે અઘટતી છે તેહને કેવારેં સર્વથી શું ?
એમ, વિષ-ભક્ષણ તથા તખ્તલોહ-પદધૃતિ સમાન જાણીને ઉદાસીન થયો મોક્ષાભિલાષી કેવલજ્ઞાનાનંદને અભિલાષે હે પ્રભુજી ! તાહરા સન્મુખ ઉભો રહીને-વંદના કરીને માગું છું જે
હે તારક ! મુજને તાર તાર ! ભવ-ભ્રમણાથી ઉગાર ! એ સંસાર-જનિત દુઃખ મુઝથી હવે ખમાતો નથી. જે માહરો અનંતો રવાધીન-આનંદ તે પરાધીન થયો અને હું પુગલ-ગ્રાહી થયો, તેથી તત્ત્વ-ભોગી છું પણ તત્વને જાણી શકતો નથી. ઔદયિકભાવરૂપ અશુદ્ધ-પર્યાયની શ્રેણિમાં પડી રહ્યો છું. અને હવે હે નાથ ! તાહરે શરણે આવ્યો છું ! માટે, મુજને માહરો અસ્તિ-સ્વભાવ પ્રગટે એવો આત્માનો હિત-સમકેતદર્શનયુક્ત ચારિત્રનો પ્રસાદ કરો. એહવો હું જેવારેં માગીશ, તેહી જ દિન ધન્ય માનીશ. એહવો મનોરથ કરવો.
|| રૂતિ નવમFTયાર્થઃ || ૬ ||
अस्ति स्वभाव रुचि थयारे, ध्यातो अस्ति स्वभाव। 'देवचंद्र पद ते लहेरे, परमानंद जमावो रे॥
3g.૨૦નો
___ अर्थ : आत्मसत्तागत अनन्त ज्ञानादि स्वभाव की रुचि-अभिलाषा जागृत होने से उसी अस्ति स्वभाव की अनन्तता का ध्यान करता हुआ साधक परमानन्द स्वरूप देवों में चन्द्र समान उज्वल परमात्म-पद को प्राप्त करता है ।
અર્થ : આત્મ-સત્તાગત અનંત જ્ઞાનાદિ સ્વભાવની રુચિ-અભિલાષા જાગ્રત થવાથી, તે જ અસ્તિ-સ્વભાવની અનંતતાનું ધ્યાન કરતો સાધક પરમાનંદ સ્વરૂપ દેવોમાં ચંદ્ર સમાન ઉજજવલ એવા પરમાત્મ-પદને વરે છે.
સ્વ. બાલાવબોધ માટે, અહો ભવ્ય જીવો ! તુમેં જો સર્વ જીવ સુખના અર્થી છો તો જે સત્તા-ગત અસ્તિ-ધર્મ, તેહના રૂચિ-અભિલાષી થયીને જે અસ્તિ-સ્વભાવની અનંતતા તેહને જ ધ્યાતા-ધ્યાન કરતાં થકાં, સર્વ દેવમાં ચંદ્રમા સમાન જે સિદ્ધ-પરમાત્મ-પદ તે લહે કેતાં પામે.
અશરીરતા-નિર્મલાનંદતા-નિઃસંગતારૂપ પરમાનંદ સ્વાધીન આત્યંતિક અવ્યાબાધ સુખ, તેહનો જ જેહમાં જમાવ છે, સઘન કેતાં એકીપણું છે એહવું પદ શ્રી પ્રભુની સેવાથી પામે.
તે માટે તત્ત્વ-સ્વરૂપી અરૂપી જ્ઞાન-સ્વરૂપી એહવા શ્રી કુંથુનાથના ચરણનું સેવન કરો. હે ભવ્ય જીવો ! એહી જ પરમ સુખનો હેતુ છે.
| | તિ શમXTયાર્થઃ || ૧૦ || // તિ સતાવરી શ્રી નિન સ્તવનમ્ // ૧૭ ||
Jain Education International
For Personal a xote Use Only
www.jainelibrary.org