________________
छति परिणति गुण वर्तनारे, भासन भोग आनंद! समकाले प्रभुताहरेरे, रम्य रमण गुणवृदोरे॥
| jશુ. છો
अर्थ : परमात्मा प्रभु की प्रभुता का तात्त्विक स्वरूप जैसे जैसे जिनवाणी द्वारा सुनने-समझने को मिलता है वैसे वैसे भव्य जीवों के हृदय अपूर्व आनन्द, आश्चर्य और हर्ष से नाच उठते हैं । हे प्रभो ! आप में एक ही समय में अनन्त गुण पर्याय की छति (सत्ता) परिणति
और वर्तना तथा उसके ज्ञान, भोग और आनन्द रहे हुए हैं । इसी तरह रम्य शुद्ध स्वरूप में रमण करनेवाले आप अनन्त गुण के समूह हैं। | અર્થ : પરમાત્મા પ્રભુની પ્રભુતાનું તાત્ત્વિક સ્વરૂપ જેમ જેમ જિનવાણી દ્વારા સાંભળવા-સમજવા મળે છે, તેમ તેમ ભવ્ય જીવોનાં હૈયા અપૂર્વ આનંદ, આશ્ચર્ય અને હર્ષથી નાચી ઊઠે છે. હે પ્રભુ ! આપમાં સમકાલે અનંત ગુણ-પર્યાયની છતિ, પરિણતિ અને વર્તના તથા તેનાં જ્ઞાન, ભોગ અને આનંદ રહેલા છે. તેમ જ, રમ્ય એવા શુદ્ધ-સ્વરૂપમાં રમણ કરનારા આપ અનંત ગુણના વૃંદ-સમૂહ છો.
સ્વો. બાલાવબોધઃ વલી, હે પ્રભુજી ! તમારામાં જ્ઞાનની, દર્શનની, ચારિત્રની, વીર્યની, સુખની, અરૂપતાની ઈત્યાદિક અનંતા તમારા ગુણરૂપ ધર્મ, તેહની છતી છે તેમ જ અનંત પર્યાયની પણ છતી છે, તે સ્વ-દ્રવ્યાદિકપણે સદા સર્વદા છતા રહે છે.
તેમ, સ્વભાવ ગુણ-પર્યાયની પરિણતિ-પરિણામિક્તા-દ્રવ્યને વિષે પરિણમવું તે ઉત્પાદ-વ્યય-ધ્રુવપણે તથા ષગુણ હાનિ-વૃદ્ધિપણે પરિણમે છે. તથા, તેહિ જ જ્ઞાનાદિ ગુણ-પર્યાયનીવર્નના તે જે સ્વ-સ્વકાર્યનું કરવાપણું, તે જ્ઞાને જાણે, દર્શને દેખે, ચારિત્રે રમે, કર્તાપણાથી કરે, ભોક્તાપણાથી ભોગવે, એમ સર્વ ગુણ પોત પોતાના વર્ણનાએ વર્તતા પોત પોતાના કાર્યને કરે છે, તે વર્ણના જાણવી. | એ સર્વ, હે પ્રભુજી ! તમારામાં છે. અને, એ રીતે રહ્યા જે ગુણ-પર્યાય તે સર્વનો ભાસન જાણવો પ્રભુમેં છે. તે સર્વ ગુણનો ભોગ છે-ભોગવો છો. તે અનંતા ગુણના ભોગનો આનંદ-સુખ હે પ્રભુજી ! તમારામાં છે.
એટલે, અનંત ગુણ-પર્યાયની છતિ, પરિણતિ અને વર્તના તથા ભાસન, ભોગ અને આનંદ, તે હે પ્રભુજી ! તાહરે સમકાલેં કેતાં એક સમયમાં એ સર્વ પરિણમન છે. માટે એહવા અનંતા પરમાનંદના ભોગી છો. મહા સુખી છો.
વલી, હે પ્રભુ ! હે સર્વજ્ઞ ! હે સર્વાનંદમયી ! હે નાથ ! હે સુઘોષ(શુદ્ધોપ)ગારી ! તમે કેહવા છો ? જે રમ્ય કેતાં રમવા યોગ્ય જે અનંતાત્મસ્વરૂપ, તેહમાં રમણ કેતાં રમવું, તે ગુણના તુમે છંદ કેતાં સમૂહ છો.
| ત સનમ'TTયાર્થઃ || ૭ ||
www.jainelibrary.org
Jain Education Interational
For Personal & Private Use Only
૩૩૭