________________
માટે, જે વસ્તુનું નામ તે, તે વસ્તુના સર્વ ધર્મનું ગ્રાહક છે. તેથી જ નામ-નિક્ષેપામાં સંગ્રહ તથા વ્યવહાર એ બેહુ નય મુખ્ય છે અને નૈગમ કારણ છે, એ રીત છે. પરંતુ, ગ્રાહક જે શ્રોતા, તેહનો જેહવો અવસર હોયે તથા શ્રોતાનો જેહવો બોધ કેતાં જાણપણું હોય, તેહવા વચનમાં અર્પિત કરીને ઉપદેશે.
એટલે, જ્ઞાની તો સર્વને એક સમયમાં જાણે છે પરંતુ ઉપદેશ-કાલેં કેવલી ભગવાન જેહવા શ્રોતા હોય, તેટલો કહે તેથી કેહેવામાં અર્પિત-નય આગલ કરવાનો કામ પડે છે.
તે અર્પિત તથા અનર્પિતનું સ્વરૂપ તત્ત્વાર્થમાં કહ્યું છે
-
"अनेकधर्मा च धर्मी तत्र प्रयोजनवशात्कदाचित् कश्चिद्धर्मो वचनेनार्प्यते-विवक्षते तत् अर्पितं, सन्नपि च न विवक्षते प्रयोजनाभावात् तत् અનર્પિત કૃતિ ।।''
અર્થ : અને દરેક ધર્મી અનેક ધર્મવાળો હોય છે. તેહને વિષે અવસરે જે ધર્મ કહેવાનું પ્રયોજન ઉપજે તે અવસરે તે ધર્મને વચનને વિષે અર્પિત કરીએં-વિવક્ષા કરીને ગ્રહીયે તે અર્પિત જાણવો અને જે ધર્મ સત્ કેતાં છતો છે તો પણ પ્રયોજન વિના તેને ગર્વષે નહીં, શ્રદ્ધામાંઅપેક્ષામાં છે તે અનર્પિત કહિયે.
છદ્મસ્થનું જ્ઞાન તથા બોલવો તે અર્પિત-અનર્પિત બે મલ્યા જ શુદ્ધ થાય અને કેવલીનું જ્ઞાન તો સર્વ એક સમયે છે પરંતુ વચન તે અર્પિત-અનર્પિત મલ્યા શુદ્ધ છે.
।। રૂતિ પદ્મમળાવાર્થઃ || ૬ ||
૦
शेष अनर्पित धर्मने रे, सापेक्ष श्रद्धा बोध उभय रहित भासन होवे रे, प्रगटे केवल बोधो रे ।। ૐશુ.ધો
10%
Jain Education International
अर्थ : छद्मस्थ जीवों को शेष अनर्पित धर्मों (विवक्षित धर्म से शेष रहे धर्मों) की सापेक्षरूप से श्रद्धा रखनी चाहिए और सापेक्षरूप से ज्ञान करना चाहिए । जब केवल ज्ञान प्रकट होता है तब अर्पित और अनर्पित उभय रहित बोध होता है क्योंकि केवलज्ञान सब धर्मों को समकाल में जान लेता हैं ।
અર્થ : છદ્મસ્થ જીવોએ શેષ અનર્પિત-ધર્મ (વિવક્ષિત-ધર્મથી બાકી રહેલા ધર્મો)ની સાપેક્ષપણે શ્રદ્ધા રાખવી અને સાપેક્ષપણે જ્ઞાન કરવું. જ્યારે કેવલજ્ઞાન પ્રગટે છે ત્યારે અર્પિત અને અનર્પિત ઉભય ધર્મરહિત બોધ થાય છે. કેમ કે, કેવલજ્ઞાન સર્વ ધર્મોનું સમ-કાલે જ્ઞાયક છે.
む
સ્વો. બાલાવબોધ : જે વચન બોલવાથી શેષ રહ્યા તે અનર્પિત ધર્મ રહ્યા. તેહને સાપેક્ષ શ્રદ્ધા-સમ્યક્ સદ્દહણા રાખવી, બોધ-જ્ઞાન પણ રાખવું. એ છદ્મસ્થ સમકિતી, દેશવિરતિ, ક્ષીણમોહી પર્યંત એમ જાણવું. અને, ઉભય કેતાં એ અર્પિત-અનર્પિત બેહુથી રહિત જે ભાસન હોવે તે બોધ કેતાં કેવલીનું જ્ઞાન તે સર્વનો જ્ઞાયક સમકાલે છે, તેથી તેહમાં અર્પિત-અનર્પિતપણું નથી.
વચનમાં અર્પિતાનર્પિત છે પરંતુ જાણવામાં નથી.
।। રૂતિ ષષ્ઠાવાર્થ: ।। ૬ ।।
For PersoPrivate Use Only
www.jainelibrary.org