________________
મુખ્યતાનો વિચાર નથી પરંતુ વચન ક્રમ-બદ્ધ હોવાથી પ્રસ્તુતમાં ઉપયોગી એવા વિવક્ષિત-ધર્મને મુખ્યપણે અને બાકીના અવિવક્ષિત-ધર્મને ગૌણપણે કહે છે.
સ્વો. બાલાવબોધ : વલી, શ્રી કુંથુનાથ પ્રભુની દેશના કેહવી છે ? જે મધ્યે સાધન કેતાં રત્નત્રયી-પૂર્ણ અભેદતારૂપ નિપજાવવાના ઉપાય, તે જિનમુદ્રાસેવન, મુનિવંદન, અનુકંપાદિકથી લહી શુક્લધ્યાન પર્યંત કહ્યાં છે.
તથા, માર્ગાનુસારીથી લહી ક્ષીણમોહી પર્યંત અપવા અને ઉત્સર્ગે અયોગી લગેં સાધક-જીવ જાણવા. તેહનું તારતમ્ય-યોગ કહે છેપહેલો માર્ગાનુસારી તે સમકેતને સાધે અને સમકેતિ તે વિરતિને સાથે, વિરતિ તે શુક્લ-ધ્યાનને સાધે તથા શુક્લધ્યાની ક્ષાયિક-ગુણને સાધે, ક્ષાયક-ગુણી સિદ્ધને સાથે એ સાધકનો ક્રમ છે. તે સર્વ પ્રભુ દેશનામાં કહે તથા સિદ્ધપણું-સંપૂર્ણ નિષ્પન્ન નિરાવરણતાપણું કહે.
વલી, કુંથુનાથજીની દેશનામાં વચન જે બોલાય તે અનંતા ગૌણ-ધર્મ રાખીને જે વચનમાં ગ્રાહ્ય તે ધર્મને મુખ્ય કરી કહે. એટલે, એક વસ્તુમાં અનંતા ધર્મ એક સમયમાં પરિણમે છે, તે સર્વ એક સમયમાં જાણે પરંતુ વચને કરી જે ધર્મ મુખ્ય કરી કહેવાય તેને મુખ્ય કરી કહે, બીજા સર્વ જ્ઞાનમાં ગૌણપણે જાણે. એમ વચનમાં ગૌણપણું તથા મુખ્યપણું છે.
પણ, શ્રી કુંથુનાથ સ્વામીનું કેવલજ્ઞાન તે સકલ જ્ઞેયને જાણવે કરી સમૃદ્ધિમાન છે એટલે જ્ઞાનમાં એક હમણાં જાણે, બીજા પછી જાણશે એમ નથી, સર્વ ભાવને તે સમયેં જ જાણે છે. તેથી જ્ઞાનમાં ગૌણતા-મુખ્યતા નથી. અને વચનનો ધર્મ ક્રમ-પ્રવર્તન છે. તે એક કહ્યા પછી બીજો કહેવાય, માટે વચનમાં ગૌણતા અને મુખ્યતા છે.
।। રૂતિ ચતુર્યથાર્થ: || ૪ ||
वस्तु अनंत स्वभाव घेरे, अनंत कथक तसु नाम । ग्राहक अवसर बोधथी रे, कहवे अर्पित कामो रे ।। કુંયુોળી
अर्थ : जीवादि सब पदार्थ अनन्त धर्म (स्वभाव) युक्त होते हैं अतः उन पदार्थों के जीव-आदि नाम भी उसमें रहे हुए अनंत धर्मों को बताते हैं । (जीव-इस शब्दोच्चार मात्र से भी उसके अनन्त धर्मों का कथन हो जाता है ।) तथापि, केवलज्ञानी भगवंत अवसर देखकर श्रोता के बोध (जानने की योग्यता) के अनुसार अर्पित-वचन कहते हैं अर्थात् प्रयोजनवश विवक्षित वचन कहते हैं ।
(वस्तु में रहे हुए अनेक धर्मों में से जिस धर्म को कहने का प्रयोजन हो उस समय उस धर्म को विवक्षितकर ग्रहण करना या कहना-यह अर्पित कहा जाता है । प्रयोजन के अभाव में जिसकी विवक्षा नही है वह अनर्पित कहा जाता है ।)
અર્થ : જીવાદિ સર્વ પદાર્થો અનંત ધર્મ(સ્વભાવ)યુક્ત હોય છે, તેથી તે પદાર્થોનાં જીવ-વગેરે નામો પણ તેમાં રહેલા અનંત ધર્મોને જણાવે છે. (જીવ-આ શબ્દોચ્ચાર માત્રથી પણ તેના અનંતા ધર્મોનું કથન થઈ જાય છે.) છતાં કેવલજ્ઞાની ભગવંતો અવસર જોઈ શ્રોતાના બોધ(જાણવાની યોગ્યતા) પ્રમાણે અર્પિત-વચનને કહે છે અર્થાત્ પ્રયોજન(કાર્ય)વશથી વિવક્ષિત-વચનને કહે છે.
(વસ્તુમાં રહેલા અનેક ધર્મોમાંથી જે અવસરે જે ધર્મ કહેવાનું પ્રયોજન હોય, તે અવસરે તે ધર્મને વિવક્ષિત કરી ગ્રહણ કરવું કે કહેવું તે અર્પિત કહેવાય છે. અને પ્રયોજનના અભાવે જેની વિવક્ષા નથી તે અપ્રસ્તુત અનર્પિત કહેવાય છે.)
સ્વો. બાલાવબોધ : વસ્તુ જે જીવાદિ દ્રવ્ય તે અનંત-સ્વભાવમયી છે. સર્વ વસ્તુ અનંતતા યુક્ત છે. તથા, વસ્તુનું જીવ અથવા પુદ્ગલ એહવું જે નામ છે, તે પણ અનંતતાને કહેતું છે, એટલે જીવ એવો શબ્દ ઉચ્ચાર કરતાં જીવના અનંતા ધર્મ છે તે સર્વ બોલાણા. એમ સર્વ સ્થાનકે સમજવું.
Jain Education International
For Personal & Private Use Only ૩૩૫
www.jainelibrary.org