________________
अर्थ : जगत् में सूर्य के समान ज्ञान-प्रकाश के करनेवाले, सब जीवों पर परम करुणा (दया) के भण्डार ऐसे परमात्मा मुझे अत्यन्त वल्लभ हैं । जो परमात्मा समवसरण मैं बैठकर चार प्रकार के धर्म की देशना देते हैं, उन परमात्मा को मैंने शास्त्र-चक्षु से देखा है और हे भव्य जीवों ! तुम भी ऐसे शान्तिनाथ भगवान् को देखकर हर्षित बनो ।
सचमुच ! ये परमात्मा उपशम-समतारस के कन्द हैं, इनकी तुलना में आवे ऐसा कोई अन्य इस जगत् में नहीं है ।
અર્થ : જગતમાં સૂર્યની જેમ જ્ઞાન-પ્રકાશને કરનારા, સર્વ જીવો ઉપ૨ ૫૨મ કરુણા-દયાના ભંડાર એવા પ૨માત્મા મને અત્યન્ત વલ્લભ છે. જે પરમાત્મા સમવસરણમાં બેસીને ચાર પ્રકારના ધર્મની દેશના આપે છે, તે પરમાત્માને મેં શાસ્ત્ર-ચક્ષુથી જોયા છે. અને હે ભવ્ય જીવો ! તમો પણ એવા શાન્તિનાથ ભગવાનને જોઈ હર્ષ પામો.
ખરેખર ! આ પરમાત્મા ઉપશમ-સમતા૨સના કંદ છે, એમની સરખામણીમાં આવે એવો બીજો કોઈ આ જગતમાં નથી.
સ્વો. બાલાવબોધ : હવે, સોલમા જિન શ્રી શાંતિનાથ પ્રભુની સ્તવના કહે છે
તે પ્રભુ કેહવા છે ?
જગતને વિષે દિવાક૨ કેતાં સૂર્યની પર્વે જ્ઞાને કરી ઉદ્યોતના કરનાર તથા કૃપાના નિધિ એહવા પ્રભુ તે મુઝને ૫૨મ વલ્લભ છે. સમવસરણમાં બિરાજમાન થકા ચાર મુખે કરી ચાર પ્રકારના ધર્મને પ્રકાશે કેતાં ઉપદેશ કરતા થકા એવા તીર્થંકર દેવ શ્રી શાંતિનાથપ્રભુ, તે મેં નયણે કેતાં આગમશ્રવણરૂપ ચક્ષુએ દીઠા.
માટે, હે ભવિક જીવો ! તુમેં જિણંદ કેતાં સામાન્ય કેવલીમાં ઈંદ્ર સમાન એહવા શ્રી શાંતિ પ્રભુને નિરખીને હરખવંત થાઓ. ઉપશમ જે પરમ ક્ષમા, તદ્રુપ જે રસ, તેનું એ કંદ છે. એના તુલ્ય બીજો કોઈ નથી, એ પ્રભુ પરમ શાંતરસમયી છે.
।। કૃતિ પ્રથમવાર્થ: || 9 ||
प्रातिहार्य अतिशय शोभा, वाहला मारा! ते तो कहीय न जावे रे। धूक बालकथी रवि करभरनुं, वर्णन केणी परे थावे रे।। અવિનાશો
अर्थ : अरिहन्त परमात्मा के अष्ट प्रातिहार्य और चौतीस अतिशयों की शोभा का वर्णन मेरे जैसे मन्दमतिवाले से नहीं हो सकता है । उल्लू का बालक सूर्य की तेजस्वी किरणों के समूह का वर्णन कैसे कर सकता है ?
અર્થ : અરિહંત પરમાત્માના અષ્ટ પ્રાતિહાર્યોની અને ચોત્રીશ અતિશયોની શોભાનું વર્ણન મારા જેવા મંદ-મતિવાળાથી થઈ શકે તેમ જ નથી. ઘુવડના બચ્ચાથી સૂર્યના તેજસ્વી કિરણોના સમૂહનું વર્ણન કેવી રીતે થઈ શકે ?
સ્વો. બાલાવબોધ : વલી, પ્રભુની જે આઠ પ્રાતિહાર્યની તથા ચોત્રીશ અતિશયની શોભા, તે મુજ સરિખા વ્યામોહિ જીવથી કહી જાય નહીં. દૃષ્ટાંત-જેમ ઘૂક-બાલકથી કેતાં ઘુવડના બાલકથી, રવિ-કર કેતાં સૂર્યના કિરણોનો, ભર કેતાં સમૂહ, તેહનું વર્ણન કેવી રીતે થાય ? અર્થાત્ નહીં જ થાય. તેમ, મુજ સ૨ખાથી પણ પ્રાતિહાર્યાદિકની શોભા કહી જાય નહીં.
।। કૃતિ દ્વિતીયથાર્થ: ।। ૨ ।।
Jain Education International
For Personvate Use Only
૩૦૨
www.jainelibrary.org