________________
|/
III
|
|| I||
|
| R.
|
|
|
:
|
OOOOO
(૧૯) ઓગણીસમા જીવનમાં ષકારક – જે આત્માની છ વિશિષ્ટ શક્તિઓ છે તેનું સ્વરૂપ સમજાવ્યું છે. અનાદિ કાળથી સંસારી આત્માનું ષકારકચક્ર એ બાધકરૂપે પરિણમી રહ્યું છે, તેને પરમાત્મ-ભક્તિ તથા ધ્યાનાદિ દ્વારા કેવી રીતે સાધકરૂપે પલટાવી શકાય છે, તેના ઉપાયો અહીં બતાવવમાં આવ્યા છે.
(૨૦) વીસમાં સ્તવનમાં પૂર્વોક્ત છએ કારકોનાં લક્ષણો બતાવ્યાં છે અને પુષ્ટનિમિત્ત કારણરૂપ શ્રી જિનેશ્વર પરમાત્માના આલંબન વડે જ આત્માની ઉપાદાન શક્તિ પ્રગટે છે એ વાતને દાખલા તથા દલીલો સાથે સિદ્ધ કરી છે.
(૨૧) એકવીસમા સ્તવનમાં શ્રી જિનેશ્વર પરમાત્માની સેવાને વર્ષાઋતુની વિવિધ ઘટનાઓ સાથે સરખાવીને પ્રભુસેવા, પ્રભુદર્શનના માહાભ્યને અદ્ભુત અને રોમાંચક શૈલીમાં રજૂ કર્યું છે.
(૨૨) બાવીસમા સ્તવનમાં પ્રશસ્તરામસ્વરૂપ ભક્તિનો પ્રભાવ, રાજિમતીની અનુપ્રેક્ષા અને ઉત્તમ પુરુષના સંગનું ફળ કેવું હોય છે ઈત્યાદિ બાબતો સમજાવી છે.
(૨૩) ત્રેવીસમા સ્તવનમાં અરિહંત પરમાત્મા શ્રી પાર્શ્વનાથ ભગવાન શુદ્ધતા, એકતા અને તીક્ષ્ણતા દ્વારા કઈ રીતે મોહશત્રુને જીતીને વિજય પ્રાપ્ત કરે છે, તે બતાવ્યું છે, અને શુદ્ધતા, એકતા અને તીક્ષ્ણતા કોને કહેવાય ? એ વિવિધ વ્યાખ્યાઓ દ્વારા સમજાવ્યું છે.
(૨૪) ચોવીસમાં સ્તવનમાં આત્માની ગહ અને દીનતાપૂર્વક પ્રભુ પાસે ભાવવાહી પ્રાર્થના કરવામાં આવી છે, જેનું એકાગ્ર ચિત્તે ગાન કરવાથી, રટણ કરવાથી ભાવુક આત્મા ભાવવિભોર બની ભક્તિરસમાં તરબોળ થઈ જાય છે અને પોતાના હૃદયની જે ભવ્ય ભાવના છે તે પ્રભુ પાસે પ્રગટ કરે છે.
આ રીતે ચોવીસે જિનેશ્વર ભગવંતોનાં અભુત ગુણોની અને અચિંત્ય મહિમાની સ્તુતિ કરીને ભક્તિનો તાત્ત્વિક માર્ગ બતાવ્યો છે.
ત્યાર પછી તેઓશ્રીએ ઉપસંહારરૂપે પચીસમા સ્તવનમાં ચોવીસે જિનેશ્વર ભગવંતોના ૧૪૫૨ ગણધરો તથા ચતુર્વિધ સંઘનું સ્મરણ કર્યું છે. ત્યાર પછી સંવ૨, નિર્જરારૂપ મોક્ષમાર્ગનો અને તેના અનુસરણથી પ્રાપ્ત થતા અનંત-અવ્યાબાધ સુખ-સમાધિરૂપ મહાન ફળનો નિર્દેશ કર્યો છે. અંતે પોતાના પૂર્વગામી પરમોપકારી પૂજ્ય ગુરુવર્ગનો પરિચય આપીને તેમના પ્રતિ કૃતજ્ઞતા પ્રદર્શિત કરી છે.
આ ચોવીસ સ્તવનો મુમુક્ષુ શ્રાવકોના હૃદયમાં અપૂર્વ ભક્તિરસ ઉત્પન્ન કરે છે. તેમ જ શાસ્ત્રોમાં નિર્દેશાયેલાં અનેક ગંભીર તત્ત્વોના રહસ્યને સરળ ભાષામાં રજૂ કરી જિનભક્તિનો તાત્ત્વિક માર્ગ બતાવે છે. મુમુક્ષુ આત્માઓએ આ સ્તવનોનો અર્થ સાથે અભ્યાસ કરીને, તેનું વારંવાર ચિંતન અને મનન કરવું જોઈએ, જેથી પરમાત્મા પ્રત્યે તેમ જ તેમનાં કહેલાં આગમ વચનો પ્રત્યે અત્યંત આદર, બહુમાન અને ભક્તિ પેદા થાય અને એ ભક્તિ આત્માને મુક્તિ આપનારી બને.
પ્ર.( ૨ ૫)
Jain Education International
For Personal & Private Use Only
- ૨૭
www.jainelibrary.org