________________
છે |
3 |
(૭) સાતમા સ્તવનમાં સિદ્ધ પરમાત્માઓ જે અનંત ગુણના આનંદને અનુભવે છે, તેનું વર્ણન કરવામાં આવ્યું છે.
આત્માના ગુણ અનંતા છે. તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, અવ્યાબાધ સુખ વગેરે ગુણ મુખ્ય છે. સિદ્ધ અવસ્થામાં આત્મા પ્રત્યેક સમયે અનંત ગુણના ભિન્ન ભિન્ન આનંદનો અનુભવ કરતો હોય છે. તેનાં સ્વરૂપનું શ્રવણ, ચિંતન, મનન અને ધ્યાન કરવાથી સાધકને પણ તેના આનંદ અને સુખને પ્રાપ્ત કરવાની રુચિ જાગે છે અને તેના ઉપાયરૂપ રત્નત્રયીની આરાધનામાં તત્પર બનવાની પ્રેરણા મળે છે.
(૮) આઠમા સ્તવનમાં પરમાત્માની સેવાના વિવિધ સ્વરૂપો અને તેના પ્રકારો બતાવી જિનભકિતની વિશાળતા દર્શાવી છે. સેવાના મુખ્ય બે પ્રકાર છે. પરમાત્માનાં દર્શન, વંદન, પૂજ્ય અને કીર્તનની ક્રિયા એ ‘દ્રવ્યસેવા' છે, તેના દ્વારા ઉત્પન્ન થતા શુભ ભાવ એ ભાવસેવા છે; પરમાત્મ ગુણોના આલંબને થતું ધ્યાન એ ‘અપવાદ-ભાવસેવા’ છે અને તેના દ્વારા પ્રગટતી આત્મવિશુદ્ધિ એ ‘ઉત્સર્ગ ભાવસેવા' છે. અપવાદ કારણ છે, ઉત્સર્ગ તેનું કાર્ય છે. | ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી વિશુદ્ધિને અહીં ચોદ ગુણસ્થાનકોની જેમ સાત પ્રકારની અપવાદ-ભાવસેવા અને સાત પ્રકારની ઉત્સર્ગ ભાવસેવાઓના ક્રમથી વર્ણવી છે, જે સાધકની સાધનાનો માપદંડ છે. અપુનબંધકની ભૂમિકાથી પ્રારંભી થાવત્ અયોગી અવસ્થા સુધીની ભૂમિકાનું પૃથક્કરણ આમાં થયેલું છે. સાચો સાધક જ્યાં સુધી સિદ્ધ ન બને ત્યાં સુધી તે સિદ્ધ પરમાત્માની સેવામાં સેવકભાવે સદા તત્પર રહે છે.
| (૯) શ્રી સુવિધિનાથ ભગવાનના નવમા સ્તવનમાં સાધકને પરમાત્મા-દર્શનના ફળરૂપે આત્મદર્શન શી રીતે થાય છે, તેનું અત્યંત રહસ્યમય રીતે ભાવભરપૂર શબ્દોમાં વર્ણન થયેલું છે.
સમાધિરસથી પરિપૂર્ણ પ્રભુમુદ્રા એ નિર્મળ અરિસા જેવી છે. ભક્તદૃષ્ટાને પ્રભુ મુદ્રામાં પ્રતિબિંબિત થતું પોતાનું આત્મ-સ્વરૂપ જ્યારે પ્રત્યક્ષ દેખાય છે, ત્યારે તે રાગ-દ્વેષાદિ વિભાગોથી નિવૃત્ત બનીને આત્મસ્વભાવરૂપ સામાયિકની સાધનામાં પ્રવૃત્ત થાય છે. વિભાગરૂપે કામ કરતી તે ભક્તદણાની દાનાદિક સર્વ આત્મશક્તિઓ સ્વભાવની
સન્મુખ બને છે, અને તેથી અનુક્રમે અવિદ્યાનો-મોહનો અંધકાર ભેદાઈ જતાં અને આત્માના નિર્મલ, અખંડ, અલિપ્ત
સ્વભાવની ઓળખાણ થતાં તેની આત્મસ્વરૂપમાં સહજ રમણતા થાય છે.
ભક્ત-સાધક પ્રભુ પાસે તેમનો એક અદનો સેવક બનીને સદા માટે આ જ પ્રાર્થના કરતો રહે છે કે, “પ્રભુ ! આપની અચિંત્ય શક્તિના પ્રભાવે મને આત્મસ્વરૂપની શ્રદ્ધા, ઓળખાણ અને રમણતા પ્રાપ્ત થાઓ !'
આ રીતે પ્રભુ-પ્રાર્થના અને પ્રભુ-મુદ્રાના યોગે, જ્યારે સાધક આત્માના ક્ષાયોપથમિક ભાવના ગુણો, પરમાત્માના ક્ષાયિક ભાવના કેવળજ્ઞાનાદિ ગુણોની સાથે, ધ્યાન દ્વારા એકરૂપ-તન્મય બને છે, ત્યારે તે સાધકમાં પોતાના આત્મસ્વભાવને પ્રગટાવવાની પ્રબળ ઈચ્છાશકિત પેદા થાય છે.
સ્તવનકાર મહર્ષિને પ્રભુના ગુણોત્કીર્તન સાથે તેમના ધ્યાન વડે પોતાને જે જે દિવ્ય અનુભવ થયા છે, તેને મધુર અને ભાવવાહી શૈલીમાં રજૂ કરે છે. તેથી આ સ્તવનોનું વારંવાર ગાન, અર્થચિંતન અને તેના દ્વારા પ્રભુનું ધ્યાન કરવાથી સાધકને પણ તેવા અનુભવોની પ્રતીતિ થાય છે.
તાત્ત્વિક ભક્તિરસથી ભરપૂર આ સ્તવનોનું જેમ જેમ વધુ ભાવન થતું જાય છે, તેમ તેમ તેમાં છુપાયેલાં અનેક રહસ્યાર્થોનું સંવેદન સાધકને થતું જાય છે.
(૧૦) દશમા સ્તવનમાં પ્રભુના ગુણોની અનંતતા, નિર્માતા અને પૂર્ણતાનું સ્વરૂપ વર્ણવ્યું છે, તેમ જ પ્રભુની આજ્ઞાનું સર્વત્ર સર્વદા જે એકછત્રી સામ્રાજ્ય છે અને પ્રભુના અદભુત ઐશ્વર્યની કેવી મહત્તા છે તે બતાવી પ્રભુના જાપ અને ધ્યાનનું અંતિમ ફળ અનંત-અવ્યાબાધ સુખ છે, એમ જણાવ્યું છે.
(૧૧) અગિયારમા સ્તવનમાં શુકલ ધ્યાનમાં હેતુરૂપ ગુણ-પર્યાયોનાં ચિંતન અને ધ્યાન કરવાની રીત બતાવતાં કહ્યું છે કે પરમાત્મગુણનાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
૨૫