________________
तिणे परमात्म प्रमुभक्तिरंगीथइ. शुद्ध कारण रसे तत्त्व परिणतिमयी। आम ग्राहक थये तजे पर ग्रहणता, तत्त्व भोगी थयेटले पर भोग्यता॥८॥
अर्थ : उक्त रीति से विभाव परिणति मेरे आत्मा में उत्पन्न हुआ मूल स्वभाव नहीं है, अतः उसका निवारण हो सकता है । ऐसा विचारकर साधक परमात्मा की भक्ति में तन्मय होकर शुद्ध निमित्त-कारणरूप परमात्मा के ध्यान में मग्न बनकर तत्त्व परिणतिवाला बनता है । अर्थात् आत्मस्वभाव दशा में मग्न बनता है । इस प्रकार आत्मस्वरूप का ग्राहक ओर भोक्ता बनने से पर पुद्गल की ग्राहकता का त्याग करता है अर्थात् वह पर पदार्थों को न तो ग्रहण करता है और न भोगता ही है ।
અર્થ : આ પ્રમાણે વિભાવ-પરિણતિ એ મારા આત્મામાં ઉત્પન્ન થયેલો મૂળ-સ્વભાવ નથી માટે તેનું નિવારણ થઈ શકે છે. એમ વિચારી સાધક પરમાત્માની ભક્તિમાં તન્મય થઈ, શુદ્ધ નિમિત્ત-કારણરૂપ પરમાત્માના ધ્યાનમાં મગ્ન બની, તત્ત્વ-પરિણતિવાળો બને છે એટલે કે આત્મ-સ્વભાવ દશામાં મગ્ન બને છે. એ રીતે આત્મ-સ્વરૂપનો ગ્રાહક અને ભોક્તા બનવાથી પર-પુદ્ગલની ગ્રાહક્તા અને ભોકતૃતાનો ત્યાગ કરે છે, એટલે કે પર-પદાર્થને તે ગ્રહણ કરતો નથી કે ભોગવતો નથી.
સ્વ. બાલાવબોધ : માટે, એ વિભાવ-પરિણતિ, તે મારો મૂલ-ધર્મ નથી, તેથી એને નિવારીયેં. તે જાય તેવારે એ મારો આત્મા સ્વરૂપાવસ્થિત થાય, એમ વિચારી તેહનો ઉપાય ચિંતવે છે જે, તિણે કહેતાં તે કારણે, જે એ સંસારી આત્મા પરાનુગત થઈ રહ્યો છે તેહને જો હમણાં સ્વરૂપથી જોડીઍ, તો ટકી શકે નહી અને પર-વિજાતિથી જોડ્યો થકો બંધને વધારે છે. માટે પર સ્વ-જાતિ જીવ જે અમોહી શુદ્ધ-જ્ઞાની, તેથી જોડીમેં તો સ્વ-જાતિ સ્વરૂપ-રંગી થાય.
પછી, અરિહંતનું સ્વરૂપ તથા આપણા આત્માનું સ્વરૂપ તુલ્ય છે. તેથી તેહના સ્વરૂપે રસિક થાય, તે પછી કર્મે આવર્યો પણ આત્મસ્વરૂપની રુચિ ઉપજે, તે રુચિથી પોતાના સ્વરૂપને સદહે-જાણે-રમે-ઉદ્યમ કરે-પરભાવ તજે, એ અનુક્રમથી સંપૂર્ણ સ્વરૂપ પામે.
તે માટે, પરમાત્મા પ્રભુ શ્રી ધર્મનાથજીની ભક્તિનો રંગી થઈને શુદ્ધ-કારણને રસેં આત્મા તત્ત્વ-પરિણતિમાં મગ્ન થાય, પોતાનું આત્મસ્વરૂપ જોવે-ધ્યાવે-સંભારૅ તથા તેહને જ પ્રગટ કરવાના યત્ન કરે.
એવી રીતે, જેવારે આત્માનો ગ્રાહક થાય, તેવારે અનાદિની પર-ગ્રાહકતા તજે. કેમ ?
જે આત્મ-સ્વરૂપનો ગ્રાહક થયો, તે પર-ભાવને ગ્રહે નહીં. જેટલી આત્મ-પરિણતિ આત્મ-ધર્મ ગ્રાહક થઈ, તે કર્માદિક ન લે તેને સંવરપરિણતિ કહિયે. વલી, તત્ત્વ-ભોગી થયે પર-ભોગીપણું ટલે, તેવારેં આત્માને ભોગવે.
| ત ણITયાર્થ: | ૮ ||
Jain Education Interational
www.jainelibrary.org
For Personal Private Use Only
૨૯૪