________________
અર્થ : એક્તા, નિત્યતા, અસ્તિતા, ભેદતા, અભિલાપ્યતા અને ભવ્યતા આ છ સામાન્ય સ્વભાવો છે અને તે પ્રત્યેક દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં હોય છે. (૧) એકતા : પિંડ એટલે ‘એક-સ્વભાવ', જેમ દ્રવ્યના સર્વ પ્રદેશ, ગુણ અને પર્યાયનો સમુદાય, તે એક પિંડરૂપ છે પણ ભિન્ન નથી.
તે ‘એક-સ્વભાવ' છે. (૨) નિત્યતા: સર્વ દ્રવ્યમાં ધ્રુવતા રહેલી છે, તે ‘નિત્ય-સ્વભાવ' છે. (૩) અસ્તિતા : સ્વભાવથી સર્વ દ્રવ્યો સત્ છે. તેઓ કદી પણ પોતાના ગુણ-પર્યાયની ઋદ્ધિને છોડતા નથી, તે ‘અસ્તિ-સ્વભાવ' છે. (૪) ભેદતા : તે કાર્યગત છે એટલે આત્મ-દ્રવ્યમાં જ્ઞાન-ગુણ જાણવાનું, દર્શન-ગુણ જોવાનું અને ચારિત્ર-ગુણ રમણતાનું કાર્ય કરે
છે. આ પ્રમાણે કાર્યના ભેદથી દ્રવ્યમાં ‘ભેદ-સ્વભાવ' હોય છે. (૫) અભિલાણતા ઃ શ્રુત-વચન વડે ગમ્ય હોય તેવા ભાવો એટલે કે વચનથી કહી શકાય કે શ્રુત-જ્ઞાનથી જાણી શકાય એવા ભાવોમાં
| ‘અભિલાખ-સ્વભાવ' છે. જેમ, આત્મ-દ્રવ્યમાં અંનતા એવા ભાવો છે કે જે વચનથી કહી શકાય છે. (૬) ભવ્યતા : પર્યાયની પરાવર્તના-પર્યાયોનું પરાવર્તન થવું એ ‘ભવ્ય-સ્વભાવ' છે.
સ્વો. બાલાવબોધ : હવે, ધર્મનાથ પ્રભુનો ધર્મ છે એ સર્વ સામાન્ય-સ્વભાવનાં લક્ષણ કહે છે, પ્રથમ એકતા કેતાં એક-સ્વભાવ તે જે પિંડ કેતાં પિંડપણું તે દ્રવ્યના સર્વ પ્રદેશ-ગુણ-પર્યાય, તેહનો સમુદાય તે એક પિંડરૂપ છે પણ ભિન્નરૂપ વર્તતો નથી-તેને એક-સ્વભાવ કહિયેં.
બીજો, નિત્ય..અવિનાશતા કેતાં અભંગુરતાપણું ધ્રુવપણું. ‘તલ્માવાયે નિત્યં |’ રૂતિ તવાર્થવનાત્ II અર્થ : તે સ્વભાવમાં અપરિવર્તન એ જ નિત્ય છે.
તે દ્રવ્યમાં બીજો નિત્ય-સ્વભાવ કહિયેં. ત્રીજો, સર્વ દ્રવ્ય પોતાને સ્વભાવૅ છતા છે પણ કોઈ કાલે પોતાની ઋદ્ધિને મૂકતા નથી-તે દ્રવ્યમાં પોતાની ઋદ્ધિથી ત્રીજો અસ્તિ-સ્વભાવ કહિયેં.
ચોથો, ભેદ-સ્વભાવ તે કાર્યગત છે એટલે જે જ્ઞાનાદિક ગુણ તે સર્વ પોત-પોતાના કાર્યને કરે છે પરંતુ એક ગુણ તે બીજા ગુણના કાર્યને કરતો નથી. જ્ઞાન તે જાણવારૂપ કાર્ય કરે છે, દર્શન તે દેખવારૂપ કાર્ય કરે છે તથા ચારિત્ર તે રમણતારૂપ કાર્ય કરે છે. ભોગ-ગુણ તે ભોગ્યને કરે છે. ઈત્યાદિક કાર્યના ભેદૈ દ્રવ્યમાં ચોથો ભેદ-સ્વભાવ પણ છે.
પાંચમો, અભિલાખ-સ્વભાવ છે તે વચનથી કહી શકાય તેહવા પણ આત્મ-દ્રવ્યમાં અનંતા ધર્મ છે, જે ભાવ શ્રુતજ્ઞાને કરી જણાય. માટે, શ્રુતજ્ઞાનની શક્તિ પણ અભિલાખ-ભાવ સીમ છે, તે અભિલાખ-સ્વભાવ છે.
છઠ્ઠો, સર્વ દ્રવ્યમાં પર્યાયની પરાવર્તિતા કેતાં પલટણતા છે, તે ભવ્ય-વભાવ કહિયેં. એ છ સ્વભાવ દ્રવ્યમાં, ગુણમાં, પર્યાયમાં છે માટે એ છને સામાન્ય-સ્વભાવ કહિયેં.
| તિ તૃતીયTયાર્થ: || 3 ||
ત્ર માવવિઝાઇ જતા, ઝાઝાવિત્યારની ક્રિાઇ क्षेत्र व्याप्यत्व अभेद अवस्तव्यता, वस्तु ते रूपथी नियत अभव्यता॥४॥
www.jainelibrary org
Jain Education International
For Personal & Private Use Only | ૨૮૭