________________
आपअकर्ता सेवाथीहुवेरे, सेवक पण सिद्धि। निजधन न दिए पणआश्रित रहेरे, अक्षय अक्षर ऋद्धि
પૂગા .ધો.
अर्थ : हे परमात्मन् ! आप अन्य जीवों के मोक्ष के कर्ता नहीं हैं । फिर भी आपकी सेवा से सेवक पूर्ण सिद्धता प्राप्त करता है | आप अपना ज्ञानादि धन किसी दूसरे को नहीं देते हैं तो भी आपका आश्रित भक्त कभी नष्ट न होनेवाली अक्षय अक्षर आत्म-समृद्धि को प्राप्त #રતા હૈ |
અર્થ : હે પરમાત્મન્ ! આપ અન્ય જીવોના મોક્ષના કર્તા નથી છતાં આપની સેવાથી સેવક પૂર્ણ સિદ્ધતા પામે છે. આપ પોતાનું જ્ઞાનાદિ ધન બીજા કોઈને આપતા નથી, તો પણ આપનો આશ્રિત-ભક્ત કદી નાશ ન પામે તેવી અક્ષય અક્ષર આત્મ-સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે.
સ્વો. બાલાવબોધ : શ્રી વીતરાગ પોતે પર-જીવના મોક્ષના અકર્તા છે. કેમ ? જે પર-કર્તાપણું જીવ દ્રવ્યનો ધર્મ નથી, તે માટે પોતે પર-જીવની સિદ્ધિના અકર્તા છે. પણ, શ્રી પ્રભુજીની સેવાથી સેવક જે ભક્ત, તેહને હુવે કેતાં થાય. શું થાય ? તો કે, સંપૂર્ણ સિદ્ધતા નિપજે. નિજ કેતાં પોતાનો, ધન જે અનંત જ્ઞાનાદિક ગુણ, તે પ્રભુ કોઈ બીજાને આપતા નથી. એટલે, કોઈ પોતાના દ્રવ્યને મૂકી બીજામાં વર્ષે નહીં અને કોઈ દ્રવ્ય, કોઈ દ્રવ્યનો ગુણ ગ્રહે પણ નહીં. સર્વ દ્રવ્ય પોતે પોતાની સત્તાના સ્વામી છે.
તે માટે, અરિહંત પોતે કાંઈ આપતા જ નથી પરંતુ જે અરિહંતને આશ્રિત થઈ સેવે તે નિક્ષે અક્ષય કેતાં જેહનો ક્ષય ન થાય-જે વિનાશ ન પામે તથા અક્ષર કેતાં ખરવું-ઝરવું જેહમાં નથી એવી અવિનાશી-અક્ષર, અનંત આત્મ-સંપદા પૂર્ણાનંદાદિક-શુદ્ધિ લો કેતાં પામે. માટે, જિન-ભક્તિ તેહી જ સિદ્ધતા નીપજાવવાનો પૂર્ણ ઉપાય છે.
|| ત પાર્વઃ || ૬ |
For Personal & Private Use Only
Jain Education Intemational
www.ainelibrary org