________________
Sતવ૨ જૂનાકિન પ્રનતારે, પ્રવેશત્રેય વિત્તા परमानंद विलासी अनुभवरे, 'देवचंद्र पद व्यक्ति
પૂSSા.ળો
अर्थ : सचमुच ! परमार्थ दृष्टि से विचार करने पर जिनेश्वर परमात्मा की पूजा स्व-आत्मा की ही पूजा है । क्योंकि जैसे जैसे साधक प्रभुपूजा में तन्मय बनता है वैसे वैसे उसकी अन्वय शक्ति-सहज (स्वाभाविक) अनन्त आत्मशक्ति प्रकट होती है । आत्मा परमान्द का विलासी बनकर देवों में चन्द्र समान निर्मल सिद्ध-पद को प्रकट करके उसका साक्षात् अनुभव करता है ।
અર્થ : ખરેખર ! પરમાર્થ દૃષ્ટિએ વિચારતાં જિનેશ્વર પરમાત્માની પૂજા, તે વ-આત્માની જ પૂજા છે. કારણ કે, જેમ જેમ સાધક પ્રભુ-પૂજામાં તન્મય બને છે, તેમ તેમ તેની અન્વય શક્તિ-સહજ સ્વાભાવિક અનંત આત્મ-શક્તિ પ્રગટે છે. આત્મા પરમાનંદનો વિલાસી બની દેવોમાં ચંદ્ર સમાન નિર્મલ સિદ્ધ-પદને પ્રગટાવી, તેનો સાક્ષાત્ અનુભવ કરે છે.
સ્વો. બાલાવબોધ : જે જિનરાજની પૂજા-ભક્તિ કરવી તે પોતાના આત્માની પૂજના કરવી છે, આત્મ-ગુણ વધારવા છે, આત્મ-સંપદાની પુષ્ટિ કરવી છે.
કેમ ?
જે જિન-સેવના થકી પોતાના અન્વયી ગુણ જે સહજ જ્ઞાનાનંદાદિક અનંત શક્તિ, તે પોષ-પ્રગટે-નિરાવરણ થાય. તે જીવ પરમાનંદનો વિલાસી થઈ અનુભવે કેતાં ભોગવે.
સર્વ દેવમાં ચંદ્રમા સમાન જે પદ પરમાત્મતા, પૂર્ણતા, નિરાવરણતા, નિરામયતા, તત્ત્વભોગતા, સ્વરૂપાનંદતારૂપ, તેહની વ્યક્તિ કેતાં પ્રગટતા. જે કર્માવë અનાદિથી આવૃત્ત છે, તે કર્મ-ક્ષય થયે અક્રિય, અનવચ્છિનતા શક્તિ પ્રગટે-શુદ્ધ થાય.
તે માટે, નિષ્પન્ન-જિનની ભક્તિ તે પરમાત્મતારૂપ આત્મ-સિદ્ધતાનું કારણ છે. તે માટે, હે મોક્ષાર્થી જીવો ! તમે શ્રી વીતરાગ અરિહંતની પૂજના તે વિધિ-સહિત નિરભિલાષ, તત્ત્વ-સાધ્યતાર્યો કરો. એહ જ ઉત્તમ ઉપાય છે.
|| ત્તિ સંતકુTયાર્થ: || ૭ || | તિ દ્વારા શ્રી વાસુપૂગિન સ્તવનમ્ / ૧ ૨ ||
www.ainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only
૨૫૩