________________
शुद्ध तत्त्व रस रंगी चेतना रे, पामे आत्म स्वभाव। आत्मारूंबी निज गुण साधतो रे, प्रगटे पूज्य स्वभाव ॥ पूजना ॥५॥
।।
अर्थ : शुद्धतत्त्वी श्री अरिहन्त परमात्मा और सिद्ध भगवन्त के ध्यान-सुधारस के रंग से जब चेतना रँगती है तब वह आत्म-स्वभाव को पाती है। इस प्रकार प्रभु के आलम्बन से स्वरूपालम्बी बना हुआ आत्मा आत्मगुणों को साधता हुआ क्रमश: अपने पूज्य-स्वभाव को प्रकट करता है ।
અર્થ : શુદ્ધ-તત્ત્વ શ્રી અરિહંત પરમાત્મા અને સિદ્ધ ભગવંતના ધ્યાન-સુધારસના રંગથી જ્યારે ચેતના રંગાય છે, ત્યારે તે આત્મ-સ્વભાવને પામે છે. આ રીતે પ્રભુના આલંબને સ્વરૂપાવલંબી બનેલો આત્મા આત્મ-ગુણોને સાધતો અનુક્રમે પોતાના પૂજ્ય સ્વભાવને પ્રગટ કરે છે.
સ્વો. બાલાવબોધ ઃ એમ શુદ્ધ નિર્મલ-તત્ત્વી શ્રી અરિહંત દેવ-સિદ્ધ ભગવાન, તેહના રસે રંગાણી થકી તેહના ગુણની ભોગી જેવારે ચેતના થયી, અન્ય વિકલ્પ ટાલી અનુભવ-ભાવના સહિત પ્રભુ-સ્વરૂપે રસીલી થઈ, તેવારે તે ચેતના પોતાના આત્મ-સ્વભાવને પામે.
આત્મસ્વભાવરૂચિ-આત્મસ્વભાવોપયોગી-આત્મસ્વભાવ૨મણી-આત્માનુભવી એટલે ઉપાદાનાવલંબી અવસ્થા પામે.
અને જેવારે એ ભવ્ય જીવ આત્માવલંબી થાય તેવારેં પોતાના ગુણને સાધો-નિપજાવતો, સમ્યક્દર્શનાદિક ગુણને પ્રગટ કરતો, ગુણસ્થાન ક્રમેં દોષની હાણી-ગુણપ્રાભાવ-સ્વરૂપએકત્ત્વ-સ્વરૂપાનુભવી થતો થકો તલ્લીનતાને નિપજાવયે પોતાનો અનાદિ કાલનો સત્તા-ગત પૂજ્ય-સ્વભાવ તેને પ્રગટ કરે.
એટલે, પહેલાં ‘હું પરમ પૂજ્ય અનંત-ગુણી છું'. એ નિર્ધારરૂપ સમ્યક્-દર્શન પ્રગટે-સ્યાદ્વાદ સત્તાનું ભાસન થાયે, પછી જે સત્તા પ્રગટી, તેહનો રમણ-અનુભવરૂપ ચારિત્ર-ગુણ પ્રગટે, પછી નિરાવરણ કેવલજ્ઞાન નીપજે.
એ શ્રી અરિહંતને પૂજવાથી પોતાનો પૂજ્ય-સ્વભાવ પ્રગટે.
Jain Education International
।। इति पञ्चमगाथार्थः ।। ५ ।।
For Personal & Private Use Only
१८२००९
www.jaineliprary.org