________________
अतिशय महिमारेअति उपगारतारे, निर्मक प्रभु गुण राग! सुरमणि सुरघट सुरतरू तुच्छतेरे, કિના મટ્ટા બાવા II
પૂઝ.વી
___ अर्थ : प्रभु के अष्ट प्रातिहार्य और चौतीस अतिशयों की महिमा सुनकर अति आश्चर्य पैदा होता है । शुद्ध-धर्म की देशना द्वारा सब जीवों के मोहान्धकार को दूर कर, सर्व सन्देहों को टालकर आत्मधर्म की पहचान करानेवाले अरिहन्त प्रभु की अनन्त उपकारिता और निर्मल केवलज्ञानादि गुणों पर जो अनुराग-अहोभाव उत्पन्न होता है वह भी प्रशस्त भावपूजा है । महापुण्यशाली जिनेश्वर के भक्तों (रागियों) को प्रभुभक्ति के सामने सुरमणि (चिंतामणि), सुरघट (कामकुम्भ) और सुरतरु (कल्पवृक्ष) भी तुच्छ (निस्सार) लगते हैं ।
आगे की दो गाथाओं में शुद्ध भावपूजा का स्वरूप बताते हैं ।
અર્થ : પ્રભુનાં અષ્ટ પ્રાતિહાર્ય અને ચોત્રીશ અતિશયોનો મહિમા સાંભળી અતિ આશ્ચર્ય પેદા થાય છે. તથા શુદ્ધ-ધર્મની દેશના દ્વારા સર્વ જીવોના મોહાંધકારને દૂર કરી, સર્વ સંદેહોને ટાળી, આત્મ-ધર્મની ઓળખાણ કરાવનાર અરિહંત પ્રભુની અનંત ઉપકારિતા ઉપર અને નિર્મળ કેવલજ્ઞાનાદિ ગુણો ઉપર જે અનુરાગ-અહોભાવ ઉત્પન્ન થાય છે, તે પણ પ્રશસ્ત ભાવ-પૂજા છે. મહા-પુણ્યશાળી જિનેશ્વરના ભક્તોને-રાગીઓને પ્રભુ-ભક્તિ આગળ સુરમણિ-ચિંતામણિ, સુરઘટ-કામકુંભ અને સુરતરુ-કલ્પવૃક્ષ પણ તુચ્છ-નિસાર લાગે છે.
હવે પછીની બે ગાથામાં શુદ્ધ ભાવ-પૂજાનું સ્વરૂપ બતાવે છે.
સ્વો. બાલાવબોધ : વલી, પ્રશસ્ત-રાગીપણું ઓલખાવે છે જે, શ્રી અરિહંત-અતિશયના મહિમા ઉપર અભૂતતા-આશ્ચર્યતા તથા આઠ પ્રાતિહાર્યની વિસ્મયતા ઈત્યાદિ દેખીને અથવા સાંભળીને જે રાગ ઉપજે, તે સર્વ પ્રશસ્ત-રાગ જાણવો. તથા, જગતના જીવોને મહામોહાંધકાર નિવારવારૂપ ધર્મ-દેશના દેઈને વિસરી ગએલો જે આત્મ-ધર્મ, તેને દેખાડે-સર્વ સંદેહ ટાલે, એ ઉપગારભાવ. આજીવિકાના દાતાર ! તત્ત્વથી ભૂલૈં પડ્યા જીવોને તત્ત્વના દેખાડનાર ! એહવું ઉપકારીપણું શ્રી અરિહંતનું છે.
તે ઉપકારીપણા ઉપર જે ઈષ્ટતા તથા નિર્મલ-કર્મ આવરણે રહિત કેવલજ્ઞાન, કેવલદર્શન, વીતરાગતા, અસંગતા, સ્વરૂપભોગીપ્રમુખ ગુણ ઉપર રાગ, તે પણ પ્રશસ્ત-રાગ કહિયેં.
વલી સુર-મણિ કેતાં ચિંતામણિ-રત્ન, સુર-ઘટ કેતાં કામકુંભ તથા સુર-તરુ કેતાં કલ્પવૃક્ષ, તે સર્વ તુચ્છ ભાસે. કેમકે એ તો ઈહલોકસુખના હેતુ તથા ભાવ-અશુદ્ધતાના વધારવા વાલા છે, તેહને અસાર જાણીને તુચ્છ ગણે. અને શ્રી અરિહંતનો રાગ, તે પરંપરાર્થે આત્મસુખનો હેતુ છે. આત્માના ગુણની વૃદ્ધિ કરવાનું પુષ્ટ-નિમિત્ત છે.
તે માટે, શ્રી જિનરાજ, પરમ દયાલ, સ્વગુણ-ભોગી, મહા-ગોપ, પરમોપકારી, માહરી તત્ત્વ-સંપદાના ઉપદેશક, તે ઉપર જે જીવને સાચી ઓલખાણે રાગ પ્રગટે. તે જીવ મહા-ભાગ્યવાન તથા પવિત્ર જાણવા.
જે જીવ કામરાગ, દૃષ્ટિરાગ, સ્નેહરાગની ભીડ ટાલીને શ્રી પુરુષોત્તમ પરમાનંદી શ્રી વાસુપૂજ્ય પ્રભુ ઉપર રાગી થયો તેને ધન્ય છે. તે મહંત જીવ મહોટા ભાગ્યનો ધણી જાણવો. એ સર્વ પ્રશસ્ત-રાગ ભાવ-પૂજા કહી.
|| ત્તિ તૃતીયથાર્થ: || ૩ ||
www.jainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only
૨ ૪૯