________________
IT |
પરંતુ, પ્રસંગ વિના મહાત્માઓની મહાશક્તિનાં દર્શન થતાં નથી અને મહાત્માઓ જ્યાં ત્યાં ને જ્યારે ત્યારે જ્ઞાનીઓ અને વાદિઓની પેઠે પોતાની શક્તિનું પ્રદર્શન કરતા પણ નથી.
પ્રસ્તુત કૃતિકાર શ્રીમદ્ દેવચંદ્રજી પણ એવા જ એક ચમત્કારી હસ્તી હતા. તેમનામાં અનેક પ્રકારના અવધાનો કરવાની શક્તિ ખીલી હોવા છતા વર્તમાનકાલીન મહાત્માઓની જેમ અવધાનના ખેલો કરતા ન હતા, પરંતુ જિનશાસનની પ્રભાવના માટે તેનો ઉપયોગ અવશ્ય કરતા હતા. એવા ઘણા પ્રસંગો માંથી બે પ્રસંગો અત્રે ઉલ્લેખનીય છે.
(૧) પૂર્વે જામનગર (ગુજરાત)માં મુસ્લીમોનું જોર વધતાં તમામ પ્રતિમાઓ દેરાસરના ભોયરામાં ભંડારવામાં આવી. મુસલમાનો એ બળજબરીથી તે દેરાસરનો કબજો પોતાના તાબામાં લઈને તેને મજીદ તરીકે વાપરવા લાગ્યા.
કાળક્રમે મુસ્લિમોનું જોર ઘટતાં અને હિન્દુરાજ અમલમાં આવતાં જેનોએ તે દેરાસરનો કબજો પાછો મેળવવા ખૂબ મહેનત કરી છતાં કંઈ વળ્યું નહિ.
અઢારે વર્ણ કબૂલ કરતી હતી કે બાહ્ય-અત્યંતર ઉભય રીતે આ જૈનમંદિર જ છે છતાં ચમત્કાર વગર નમસ્કાર થાય તેવા સંજોગો નો'તા.
એવામાં શ્રી દેવચંદ્રજી મ.સા. ત્યાં આવ્યા. તેમણે રાજ દરબારમાં ‘આ જૈન દેરાસર’ હોવા અંગેની, જ્યારે મુસલમાનોએ ‘આ મસ્જિદ' હોવા અંગેની સાબિતી કરવા માટેના પ્રયાસો ચાલુ કર્યા.
અંતે રાજાએ તે દેરાસરને તાળું લગાડીને એવો ઠરાવ કર્યો કે, જેની સ્તુતિથી દરવાજા ઉઘડશે તેને આ જગ્યાનો હક્ક સોંપવામાં આવશે.
સૌ પ્રથમ મુસ્લિમોએ પોતાના કુરાનાદિ દ્વારા ઘણી પ્રાર્થના કરી છતા કાંઈ જ ન થયું. ત્યારબાદ, શ્રીમદ્ શ્રી જિનેન્દ્ર ભગવાનની સ્તુતિ કરતા જ તડાક કરતા તાળાઓ તૂટી ગયા. પછી તત્રસ્થ વૃદ્ધ શ્રાવકોએ ત્યાં ગુપ્ત ભોયરામાં રહેલ પ્રતિમાઓ બતાવવાની શ્રીમદ્ વિનંતિ કરી. ત્યારે શ્રી દેવચંદ્રજીની પ્રભુ સ્તુતિથી ભોંયરાના તાળાઓ તૂટી જતા તેમાં ભંડારેલ સંખ્યાબંધ પ્રતિમાઓ દેખાઈ જેમની તે દેરાસરજીમાં વિધિપૂર્વક પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી.
જામનગરના રાજા અને પ્રજાજન તેમના આ ચમત્કારથી ખૂબ પ્રભાવિત થયા અને સર્વત્ર શ્રી જિનશાસનની અદ્ભુત પ્રભાવના થઈ.
(૨) મોટા કોટમરોટ (મારવાડ)ના ચાતુર્માસ દરમ્યાન શ્રીમદ્ દેવચંદ્રજી મહોપાધ્યાય યશોવિજયજી કૃત ‘જ્ઞાનસાર' ગ્રંથ ઉપર સ્વાનુભવ ઉપરથી ઊંડા ઉતરીને આત્મસ્વરૂપદર્શક અદ્ભુત વ્યાખ્યાન ફરમાવતા હતા, જેથી શ્રોતાઓનો હૃદયરૂપી પ્યાલો જ્ઞાનાનંદરૂપી રસથી છલકાઈ જતો હતો.
તે વ્યાખ્યાનમાં નિયમિત રીતે પ્રતિદિન એક વૃદ્ધ બ્રાહ્મણ પણ આવતો હતો અને પૂજ્યશ્રીના તાત્ત્વિક વ્યાખ્યાન શ્રવણ કરીને અત્યંત પુલકિત થઈ જતો હતો પરંતુ તે ક્યાંથી આવતો અને ક્યાં જતો તે કોઈ જોઈ-જાણી શકતું નો'તું.
એક વખત રાત્રે તે વૃદ્ધ બ્રાહ્મણે ઉપાશ્રયમાં આવીને શ્રીમદ્જીને વંદના કરીને જણાવ્યું, “હું ધરણેન્દ્ર છું. તમારી આત્મસ્વરૂપ જ્ઞાપક દેશના મેં ચાર મહિના પયંત અસ્મલિત રીતે શ્રવણ કરી છે. વર્તમાન કાળમાં પણ ભરતક્ષેત્રમાં તીર્થંકરની પેઠે આપ આત્મસ્વરૂપની વ્યાખ્યા કરો છો તેથી હું અત્યંત ખુશ થયો છું.''
ત્યારબાદ ધરણેન્દ્રએ તેમને કંઈક માંગવાનું કહેતાં તેઓએ નનૈયો ભણતાં સ્પષ્ટ કહ્યું કે, “અનંત દુઃખનાશક અને અનંત સુખદાયક એવા આત્મિક-શુદ્ધોપયોગ સિવાય મને અન્ય કશાયનો ખપ નથી.''
તેમની નિઃસ્પૃહતાથી હૃષ્ટ થયેલ ધરણેન્દ્રએ તત્રસ્થ સર્વ સાધુઓને પોતાની સત્યતા સાબિત કરવા સારૂ પોતાનું ઉત્તર વૈક્રિય શરીર પ્રકટ કરી બતાવ્યું. જેથી સર્વની આંખો એકદમ અંજાઈ ગઈ.
જો કે અધ્યાત્મયોગીઓ ક્યારેય દેવતાઓને નિષ્કારણ આરાધતા નથી. તો પણ તેઓના જ્ઞાન-ધ્યાનાદિ ગુણોથી આકર્ષિત દેવો સ્વયં તેમનું સાનિધ્ય કરતા હોય છે. એવા ઘણાં ઉદાહરણ શાસ્ત્રોમાં મૌજુદ છે. એવા નાના-મોટા ઘણા ચમત્કારો તેમના નામથી પ્રચલિત છે.
મહાવિદેહમાં કેવળી તરીકે અવતાર શ્રીમદ્ દેવચંદ્રજી ઉપાધ્યાય વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રમાં કેવળી તરીકે વિચરી રહ્યાં છે.' ' એમ અનેક મનુષ્યોના મુખે કિંવદંતી તરીકે શ્રવણ કરવામાં આવ્યું છે.
(૧) પાટણ (ગુજરાત)માં શ્રીમદ્ દેવચંદ્રજીના રાણી અને અધ્યાત્મજ્ઞાની એવા એક શ્રાવકના મહાન તપની આરાધનાથી પ્રભાવિત દેવે તેમને સાક્ષાત દર્શન આપ્યું હતું. તે વખતે શ્રાવકે દેવને શ્રીમદ્જીની ગતિ વિષે પૂછતાં, દેવે ઉપરોક્ત વાત જણાવી હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org