________________
૨૨ ગુણોથી અલંકૃત વ્યક્તિત્વ વિ.સં. ૧૮૨૫ ના આસો સુદ ૮ ના રવિવારે સંપૂના પ્રાપ્ત ‘દેવવિલાસ રાસ’ના પ્રારંભમાં જ પૂજ્યશ્રીના ૨૨ ગુણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે જાણવાલાયક છે - (૧) સત્યવક્તા (૨) બુદ્ધિમાન (૩) જ્ઞાનવંત (૪) શાસ્ત્રધ્યાની (૫) નિષ્કપટી (૬) અક્રોધી (૭) નિરહંકારી (૮) સૂત્રનિપુણ (આગમ, કર્મગ્રંથ, કર્મ-પ્રકૃતિ આદિમાં નિષ્ણાત) (૯) અન્ય સકલ શાસ્ત્રના પારગામી (અલંકાર, કૌમુદી, ભાષ્ય ૧૮ કોષ, સકળભાષા, પિંગલ, નૈષધાદિ કાવ્યો, સ્વરોદય, જ્યોતિષ, સિદ્ધાન્ત, ન્યાયશાસ્ત્ર, સાહિત્યશાસ્ત્રાદિ, સ્વપર શાસ્ત્રમાં પ્રવીણ) (૧૦) દાનેશ્વરી (દીન પર ઉપકાર કરનારા) (૧૧) વિદ્યાના દાનની શાળા પર પ્રેમી (અનેક ગચ્છના મુનિઓને
વિદ્યાદાન દેનાર તેમજ અન્ય ધર્મીને વિદ્યા શીખવનાર) (૧૨) પુસ્તકસંગ્રાહક (૧૩) વાચકપદપ્રાપ્ત (૧૪) વાદીજીપક (૧૫) નૂતન ચેત્યકારક (૧૬) વચનાતિશયવાળા (તથી ધર્મસ્થાનકે દ્રવ્ય ખર્ચાવનાર) (૧૭) રાજેન્દ્રપ્રધાનપૂજિત (૧૮) મારિઉપદ્રવનાશક (૧૯) સુવિખ્યાત (૨૦) ક્રિયોદ્ધારક (૨૧) મસ્તકમાં મણિધારક અને (૨૨) પ્રભાવક. આમાંનાં ઘણાં વિશેષણો પ્રાય: યોગ્ય અને સાર્થક ગણી શકાય.
અંતર્મુખી અને સ્વરૂપલક્ષી જીવન પરમ પૂજ્ય વાચકવર્ય શ્રી દેવચંદ્રજી મહારાજ વિદ્વાન, પ્રભાવક, લેખક, અધ્યાપક, વક્તા હોવાની સાથે જ અધ્યાત્મયોગી, અંતર્મુખી અને આત્મજ્ઞાની પણ હતા.
જેમ અરિસામાં વ્યક્તિનું પ્રતિબિમ્બ પડે છે, તેમ લેખમાં લેખકનું, ગાયનમાં ગાયકનું, ચાલમાં ચાલકનું અને કૃતિમાં કૃતિકારનું વ્યક્તિત્વ પ્રતિબિંબિત થાય છે.
તેમની રચનાશૈલી ઉપરથી જ તેમનામાં પ્રકટિત ઉચ્ચ કક્ષાની આત્મદશાની સહજ પ્રતીતિ થઈ જાય છે કે શ્રીમદ્ દેવચંદ્રજીને સ્વરૂપની ઝાંખી અવશ્ય થઈ હતી જ, કેમકે સ્વરૂપની સિદ્ધિ સિવાય નિજાનંદ મસ્તીનો આટલો ઉછાળો આવે જ શી રીતે ?
કેમકે, પૌગલિક પ૨-પદાર્થોના કામરસને છોડ્યા વગર અને આત્મિક શુદ્ધ સ્વરૂપના અનુભવ-રસ ના આનંદને માણ્યા વગર કોઈપણ આત્માની વૃત્તિ અંતર્મુખ થતી જ નથી. અનાદિકાલીન દેહાધ્યાસના નાશપૂર્વક આત્મસ્વભાવમાં સ્થિર થવાની પ્રવૃત્તિ કરે ત્યારે સચ્ચિદાનંદમય આત્મિકસુખનું આસ્વાદન થાય છે.
દેવચંદ્રજી આવી ઉત્તમ જ્ઞાનદશાના ધણી હતા તથા તેઓ બાળબ્રહ્મચારી હોવાથી તેમની આત્મિક શુદ્ધોપયોગની રમણતામાં ન્યૂનતા કે શુન્યતા આવતી ન હતી.
શ્રીમદ્ દેવચંદ્રજી ઉપાધ્યાયે આગમોમાં રહેલા સારામાં સારા અને ગંભીરમાં ગંભીર તત્ત્વ એવા દ્રવ્યાનુયોગ જેવા ગહન પદાર્થોને પણ પ્રસ્તુત ચોવીસી આદિ પદ્ય ગ્રંથોમાં ખૂબ સાદી અને સરળ રીતે ગુંથી લીધા છે. એટલું જ નહિ, તેના ઉપર સ્વોપજ્ઞ બાલાવબોધ લખીને એ વિદ્વદ્ભોગ્ય ગહન વિષયોને જનભોગ્ય સહજ બનાવી દીધા છે.
વળી, તેઓ જ્યારે પ્રભુ ભક્તિમાં લયલીન થઈને મસ્તમોજી બની જતા હતા ત્યારે દેહાતીત બનીને બાહ્યભાવથી સર્વથા પરાડમુખ બની જતા હતા અને સ્વરૂપરમણતામાં ખોવાઈ જતા હતા. માટે જ તેમના ગ્રંથરૂપી સરોવરો ભક્તિરસની સાથે તત્ત્વરસ, અધ્યાત્મરસ, વૈરાગ્યરસ અને સમતારસથી છલકાય છે.
તેઓ શ્રી જ્ઞાનસાગરજી, મહોપાધ્યાય શ્રી યશોવિજયજી, શ્રી જ્ઞાનવિમલસૂરિજી, શ્રી જિનવિજયજી, શ્રી ઉત્તમવિજયજી, શ્રી ખીમાવિજયજી, શ્રી વિનયવિજયજી, શ્રી ઉદયરત્નવિજયજી, શ્રી મોહનવિજયજી વગેરે મહાસમર્થ, વિદ્વાન, કવિ, પંડિતોના સમકાલીન હતા તથા પોતે પણ લોકિક ભાષામાં અનેક ગ્રંથોના સર્જન દ્વારા આગમ-સાગરમાં ડૂબકી લગાવીને પોતાની મેઘાવિતાને સહારે તેમાંથી વીણી વીણીને સામાન્ય જન સમક્ષ તત્ત્વરૂપી રત્નોનો ખડકલો કર્યો છે.
ચમત્કારી મહાપુરૂષ દેહની અને દુનિયાની દુ:ખદાયિતા-દર્દનાકતાનું પૂર્ણ સ્વરૂપ જાણ્યા ને માણ્યા વિના આત્માનું સંપૂર્ણ સ્વરૂપ જાણી કે માણી શકાતું નથી અને આત્માની ઉપાસના વગર આત્માની અનંત શક્તિઓ પ્રગટ થતી નથી. જ્યારે આત્મસ્થિત અનંત શક્તિઓનો સાક્ષાત્કાર થાય છે ત્યારે પરમાત્માની પેરે અનેક ચમત્કારો સર્જાય છે. જ્ઞાનાર્ણવમાં કહ્યું છે કે –
“ગદ અનંતવીડયમત્મિ વિશ્વપ્રશTT: |
નવચં વાનરત્યે ધ્યાનશક્તિ અમાવત: ||’’ અર્થાત્ “આત્મા અનંત વીર્યવાન છે, વિશ્વનો પ્રકાશક છે તથા ધ્યાન-શક્તિના પ્રભાવે ત્રણે લોકને ચલાયમાન કરવા શક્તિમાન છે.''
Jain Education International
For Personal & Private Use Only
૨૦
www.jainelibrary.org