________________
RE BER
પt
વિ.સં. ૧૮૧૧ માં લીંબડીમાં પ્રતિષ્ઠા કરી અને વઢવાણમાં ઢંઢક શ્રાવકોને પ્રતિબોધ્યા.
વાચકપદ પ્રદાન-શિષ્યસંપદા-સ્વર્ગગમ
વિ.સં. ૧૮ ૧ ૨ માં શ્રીમદ્ દેવચંદ્રજી રાજનગર (અમદાવાદ) પધાર્યા. ત્યારે તેમના ગચ્છાધિપતિએ મહોચ્છવપૂર્વક તેમને વાચકપદ અર્પણ કર્યું.
શ્રીમદ્ દેવચંદ્રજી વાચકવર્ય અમદાવાદમાં દોશીવાડામાં બિરાજતા હતા ત્યારે વાયુ પ્રકોપથી વમનાદિ વ્યાધિ થતા પોતાના શિષ્યોને બોલાવી હિતશિક્ષા આપી.
શ્રી દેવચંદ્રજીના મુખ્ય બે શિષ્યો હતા. (૧) શ્રી મનરૂપજી અને (૨) તર્કશાસ્ત્રના અભ્યાસી શ્રી વિજયચંદ્રજી. તેમાં શ્રી મનરૂપજીના બે શિષ્ય હતા, (૧) શ્રી વજ્જી અને શ્રી રાયચંદજી તથા શ્રી વિજયચંદ્રજી ને પણ બે શિષ્યો હતા, (૧) શ્રી રૂપચંદ્રજી અને (૨) શ્રી સભાચંદ્રજી. વળી તેમને શ્રીમતિરત્ન, શ્રીરાજલાલજી, શ્રી જ્ઞાનકુશળજી અને શ્રી રાજપ્રમોદજી વગેરે અન્ય શિષ્યો પણ હતા.
| વિ.સં. ૧૮૧૨ ના ભાદ્રપદ અમાવસ્થાને રાત્રે એક પ્રહર પૂર્ણ થતા દશવૈકાલિક, ઉત્તરાધ્યયન વગેરે સૂત્રો શ્રવણ કરતાં કરતાં તથા શ્રી અરિહંતનું ધ્યાન ધરતાં ધરતાં શ્રી દેવચંદ્રજી કાળગતિ પામ્યા. અને ઘણું દ્રવ્ય ખર્ચીને સર્વ શ્રાવકોએ મહોત્સવપૂર્વક તેમના મૃતદેહને દાહ દીધો. ' કહેવાય છે કે, તેમના મસ્તકમાં મણિ હતો તે હાથ આવ્યો નહિ. સર્વ મહાજનોએ મળી દાહસ્થળે સ્તૂપ કરાવી તેમની ચરણપાદુકા સ્થાપન કરી.
| વિ.સં. ૧૭૪૩ માં તપાગચ્છીય મહોપાધ્યાયજી યશોવિજયજી દેવલોક થયા બાદ બે વર્ષે શ્રીમદ્ દેવચંદ્રજી જન્મ્યા હતા. તેઓ ખરતરગચ્છીય હોવા છતાં તપાગચ્છના હરિભદ્રસૂરિજી, આનંદઘનજી, યશોવિજયજીને ‘પૂજ્ય મહાપુરૂષો’ ગણી તેમના ગ્રંથોનો બહોળો અભ્યાસ કર્યો અને ઠેર ઠેર પોતાની કૃતિઓમાં તેમના અવતરણો ટાંક્યા છે. જૈનેતર યોગ સૂત્રકાર પતંજલીને પણ ‘મહાત્મા’ કહીને લેખવ્યા છે. વળી, તપાગચ્છીય શ્રી ખીમાવિજયના શિષ્ય શ્રી જિનવિજયજીને પાટણ જઈને શ્રી વિશેષાવશ્યક ભાષ્ય ભણાવ્યું હતું. તે અંગેનો પ્રસ્તુત પાઠ -
શ્રી જ્ઞાનવિમળ સૂરિજી કનડે, વાંચી ભગવતી ખાસ /
મહાભાષ્ય અમૃત લહ્યો, દેવચંદ્ર ગણિ પાસ છે'' વળી, શ્રી જિનવિજયજીના શિષ્ય ઉત્તમવિજયજીને ભાવનગરના ચોમાસામાં આગમોનો અભ્યાસ કરાવ્યો હતો. પ્રસ્તુત છે તે અંગેનો શ્રી ઉત્તમવિજય નિર્વાણ રાસનો પાઠ –
ભાવનગર આદેશે રહ્યા, ભવિહિત કરે મારા લાલ / તેડાવ્યા દેવચંદ્રજીને, હવે આદરે મારા લાલ // વાંચે શ્રી દેવચંદ્રજી પાસે, ભગવતી મારા લાલ / પન્નવણા અનુયોગદ્વાર, વળી શુભમતિ મારા લાલ // સર્વ આગમની આજ્ઞા દીધી, દેવચંદ્રજી મારા લાલ
જાણી યોગ્ય તથા ગુણગણના વૃંદજી મારા લાલ /'' તપાગચ્છ, ખરતરગચ્છ અને અંચલગચ્છના વિદ્વાન મુનિવરો પ્રત્યે તેમનો ઘણો પ્રેમભાવ હોવાથી તથા તેમની ગુણાનુરાગિતા, સમભાવદ્રષ્ટિ અને આત્મજ્ઞાનીતાને કારણે સર્વ ગચ્છોમાં તેમની મહત્તા, પ્રતિષ્ઠા, ખ્યાતિ અને વિદ્યતા તેમની હયાતીમાં જ વૃદ્ધિ પામી હતી. તપાગચ્છીય શ્રી પદ્મવિજયજી, શ્રી ઉત્તમવિજય નિર્વાણ રાસમાં જણાવે છે કે –
“ખરતરગચ્છ માંહે થયા રે, નામે શ્રી દેવચંદ રે | જૈન સિદ્ધાંત શિરોમણિ રે, લોલ / ધર્યાદિક ગુણવૃંદરે, દેશના જાસ સ્વરૂપની રે લોલ ||''
www.jainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only