________________
તથા ક્રિયોદ્ધાર કર્યો. તેમાં અપરિગ્રહને સવિશેષ પ્રધાનતા આપી.
ત્યારબાદ રાજનગર (અમદાવાદ) આવી નાગોરી સરાહ માં ઉતરી ભગવતી સૂત્રની વાચના કરી અને તત્રસ્થ ઢંઢક માણેકલાલને મૂર્તિપૂજક બનાવી, નવું ચેત્ય કરાવી, તેમાં પ્રતિમા સ્થાપી.
વિ.સં. ૧૭૭૯ માં ખંભાત ચાતુમાર્સ કર્યું પછી શત્રુંજયતીર્થ ઉપર નવાં ચૈત્ય કરાવી જીણોદ્ધાર કરાવ્યો.
વિ.સં. ૧૭૮૧-૮૨-૮૩ માં કારીગરો પાસે જીર્ણોદ્ધારનું કાર્ય કરાવી શત્રુંજય તીર્થનો મહિમા વધાર્યો.
ત્યાર પછી દેવચંદ્રજી અમદાવાદ આવ્યા અને ત્યાંથી સુરત ગયા.
વિ.સં. ૧૭૮૫-૮૬-૮૭ માં પાલીતાણામાં પ્રતિષ્ઠા કરી પુનઃ રાજનગર (અમદાવાદ) આવીને ચોમાસુ કર્યું.
ત્યાં શાંતિનાથની પોળમાં સહસ્ત્રફણાની પ્રતિષ્ઠા કરાવી. પ્ર. (૧૨ થી ૨૫)
તેમજ સહસ્ત્રકૂટ અને સમવસરણની પ્રતિષ્ઠા વખતે પણ શ્રી દેવચંદ્રજી ઉપસ્થિત હતા.
વિ.સં. ૧૭૮૮ માં શત્રુંજય તીર્થ પર શ્રી કુંથુનાથની પ્રતિષ્ઠા વખતે દેવચંદ્રજી પોતાના ગુરૂદેવની સાથે હાજર હતા. તેજ વર્ષે તેમના ગુરૂદેવ શ્રી દીપચંદ્રજી પાઠક સ્વર્ગે સિધાવ્યા.
અમદાવાદમાં રત્નસિંહ ભંડારી સુબાના ઈષ્ટ પ્રિય મિત્ર આણંદરાયને ધર્મચર્ચામાં જીતવાથી સૂબો પણ તેમને વંદન કરવા આવ્યો હતો. તથા ત્યાં ફાટી નીકળેલા મૃગી ઉપદ્રવ રોગચાળાને પણ મહાજનોની વિનંતીથી દેવચંદ્રજીએ શમાવ્યો હતો. એટલું જ નહિ રણકુંવરજીના સૈન્ય સામે ભંડારીએ ગુરૂકૃપાથી વિજય મેળવ્યો હતો.
ધોળકા (ગુજરાત)વાસી શ્રાવક જયચંદ શેઠની પ્રેરણાથી એક વિષ્ણુયોગીને દેવચંદ્રજીએ જૈન બનાવ્યો હતો.
ત્યારબાદ, વિ.સં. ૧૭૯૫ માં પાલીતાણા અને વિ.સં. ૧૭૯૬ તથા વિ.સં. ૧૭૯૭ માં નવાનગર (જામનગર) માં સ્થિરતા કરી હતી. ત્યાં ઢંઢકોને જીતીને બંધ થયેલ જિનપૂજાને પુનઃ ચાલુ કરાવી. ત્યાં વિ.સં. ૧૭૯૬ના કાર્તિક સુદ ૧ ના દિવસે નવાનગર (જામનગર)માં ‘વિચારસાર’ અને સુદ ૫ ના દિવસે “જ્ઞાનમંજરી' (મહો. યશોવિજય વિરચિત જ્ઞાનસાર પર ટીકા) ગ્રંથ પૂર્ણ કર્યા. પ્રસ્તુત છે, ‘વિચાર સાર ગ્રન્થની પ્રશસ્તિ' -
"जा जिणवाणी विजयइ, ताव थिरं चिट्ठउइमं वयणं । नूतण पूरम्मिर इयं, देवचंदेण नाणटं ।। रसनिही संजम (१७९६) वरिसे, सिरीगोयम केवलस्य वर दिवसे ।
आयत्यं उद्धरियो, समय समुद्धाओ रुद्दाओ ।।" ત્યારબાદ, પડધરીના ઠાકુરને પ્રતિબોધીને શ્રી દેવચંદ્રજી પુનઃ પાલીતાણા તથા નવાનગરમાં પધાર્યા. પછી, વિ.સં. ૧૮૦૨-૧૮૦૩ માં રાણાવાવમાં સ્થિરતા કરી અને ત્યાંના રાણાનો ભગંદર વ્યાધિ મટાવ્યો.
વિ.સં. ૧૮૦૪ માં ભાવનગર આવીને ઢંઢક મેના ઠાકરસીને મૂર્તિપૂજક બનાવ્યો તથા ત્યાંના રાજા ભાવસિંહજીને (જેના નામ ઉપરથી ભાવનગર નામ સ્થપાયું) જૈનધર્મ પ્રત્યે પ્રીતિવાન બનાવ્ય તથા આ જ સાલમાં પાલીતાણા જઈ ત્યાંના મૃગી નામના રોગચાળાને દૂર કર્યો.
વિ.સં. ૧૮૦૫-૧૮૦૬ માં લીંબડી (ગુજરાત)માં સ્થિરતા કરી અને લીંબડીના દેરાસરજીના મૂળનાયકની બન્ને બાજુએ બે દેરીઓની પ્રતિષ્ઠા કરાવી તથા ધ્રાંગધ્રા અને ચૂડામાં પણ જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. ધ્રાંગધ્રામાં તેમને સુખાનંદજીનો મેળાપ થયો હતો.
વિ.સં. ૧૮૦૮માં ગુજરાતથી શત્રુંજયમાં બહુ દ્રવ્ય ખર્ચાવી પૂજા-અર્ચના કરાવી. પછી વિ.સં. ૧૮૦૯-૧૮૧૦ માં ગુજરાતમાં ચાતુર્માસ કર્યો.
વિ.સં. ૧૮૧૦ માં સુરતના શ્રી કચરાકીકા સંઘવીના શત્રુંજય તીર્થનાં સંઘમાં શ્રી દેવચંદ્રજી પધાર્યા અને શત્રુંજય પર ૬૦,૦૦૦/- દ્રવ્ય ખર્ચી જિનબિંબોની પ્રતિષ્ઠા કરી. સંઘવીના સ્તવનમાં શ્રીમદ્જી કહે છે કે –
સંવત અઢાર ચિડોતેર (૧૮.... ?) વરસે, સીત મૃગશિર તેરસીયે | શ્રી સુરતથી ભક્તિ હરખથી, સંઘ સહિત ઉલ્લેલીએ || કચરાકીકા જિનવર ભક્તિ, રૂપચંદ ગુણવંતજીએ || જ્ઞાનાનંદિત ત્રિભુવનવંદિત, પરમેશ્વર ગુણાભીના ! દેવચંદ્ર પદ પામે અભૂત, પરમ મંગળ લયલીના // For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International