________________
ગુરુપરંપરા ખરતરગચ્છમાં ૬ ૧મી પાટે શ્રી જિનચંદ્રસૂરિ પ્રભાવક આચાર્ય થયા કે જેમણે સમ્રાટ અકબર ઉપર પોતાનો પ્રભાવ પાડીને “યુગ પ્રધાન’નું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. તેમના શિષ્ય શ્રી પુણ્યપ્રધાન ઉપાધ્યાયજી થયા. તેમના શિષ્ય સુમતિસાગર (સુમતિસાર) ઉપાધ્યાય થયા કે જેઓને ‘વિદ્યા વિશારદ' બિરૂદ મળ્યું હતું. તેમના શિષ્ય શ્રી સાધુ રંગજી અને તેમના શિષ્ય શ્રી રાજ સાગરજી (રાજસારજી) થયા. તેમના શિષ્ય શ્રી જ્ઞાનધર્મ પાઠક (ઉપાધ્યાય) થયા. તેમના શિષ્ય દીપચંદ્ર પાઠક ઉપાધ્યાય (રાજહંસગણિ) થયા, તેમના શિષ્ય શ્રી દેવચંદ્રગણિ પંડિત થયા, કે જેઓ પ્રસ્તુત ગ્રન્થના રચયિતા છે.
વિહાર-ગ્રંથસર્જન-શાસન પ્રભાવના તેમણે (પોતાના આચાર્યદેવ શ્રી જિનચંદ્ર સૂરિના આદેશથી) વિ.સ. ૧૭૬૬ ના વૈશાખ મહિનામાં મુલતાન (પંજાબ)માં ધ્યાન દીપિકા ચતુષ્પદી નામનો ગ્રન્થ બનાવ્યો. પ્રસ્તુત ગ્રન્થની પ્રશસ્તિ –
“સંવત લેશ્યા રસને વારો, શેય પદાર્થ (૧૭૬૬) વિચારોજી | અનુપમ પરમાતમ પદ ધારો, માધવ માસ ઉદારોજી | ખરતર આચાર જ ગચ્છ ધારી, જિનચંદ્રસૂરિ જયકારીજી | તસુ આદેશ લહી સુખકારી, શ્રી મુલતાન મઝારીજી || ધ્યાન દીપિકા એહવો નામો, અરથ અછે અભિરામોજી રવિશશિ લગિ થિરતા એ પામી, દેવચંદ્ર કહે આમોજી ||* *
તેમણે બિકાનેર (રાજસ્થાન)માં ચોમાસુ કર્યું અને વિ.સ. ૧૭૬ ૭ ના પોષ મહિનામાં દ્રવ્યપ્રકાશ ગ્રન્થ ૭ ભાષામાં બનાવ્યો. પ્રસ્તુત ગ્રંથની પ્રશસ્તિ –
અન્ય મત સૌ અરૂંદ, બંધત હે દેવચંદ્ર / એસે જૈન આગમમેં. દ્રવ્યપ્રકાશ હૈ ||'' વિક્રમ સંવત માન યહ, ભય લેશ્યા કે ભેદ, શુદ્ધ સંયમ અનુમોદિકે, કરી આસવકો છેદ (૧૭૬૭).
ત્યારબાદ વિ.સં. ૧૭૭૪ માં શ્રી રાજ સાગર વાચક તથા સં. ૧૭૭૫ માં શ્રી જ્ઞાન ધર્મ પાઠક સ્વર્ગસ્થ થયા.
ત્યાર બાદ મોટા કોટ મરોટ (મારવાડ-રાજસ્થાન)માં ચાતુર્માસ કર્યું અને ત્યાં વિ.સં. ૧૭૭૬ ના ફાગણ માસમાં પોતાના અતિ સહાયક એવા મિત્રદુર્ગાદાસના આત્મ કલ્યાણાર્થે “આગમસારોદ્ધાર'' ગ્રન્થની રચના કરી. આ વાત તેઓ સ્વ હસ્તે ગ્રન્થમાં જણાવે છે
આગમ સારોદ્ધાર યહ, પ્રાકૃત-સંસ્કૃત રૂપ / ગ્રન્થ કીનો દેવચંદ્ર મુનિ, જ્ઞાનામૃત રસ ફૂપ / કર્યો ઈહાં સહાય અતિ, દુર્ગાદાસ શુભ ચિત્ત / સમજાવન નિજ મિાકુ, કીનો ગ્રન્થ પવિત્ત // સંવત સિત્તર છિહત્તરે, મન શુદ્ધ ફાગણ માસ / મોટે કોટમરોટમેં, વસતા સુખ ચોમાસ ''
ત્યારબાદ, વિ.સં. ૧૭૭૭ માં પાટણ (ગુજરાત) પધાર્યા. ત્યાં પૂર્ણિમા ગચ્છના નગરશેઠ શ્રીમાળીવંશીય શ્રાવક દોશી તેજસી જેતસીએ પૂર્ણિમા ગચ્છના શ્રી ભાવપ્રભસૂરિના ઉપદેશથી સહસ્ત્રકુટ જિનબિંબ ભરાવીને તેમની પાસે જ પ્રતિષ્ઠા કરાવી હતી. તે વખતે તપાગચ્છીય શ્રી જ્ઞાનવિમલસૂરિજી મ.સા.પણ ત્યાં ઉપસ્થિત હતા, ત્યારે શ્રી દેવચંદ્રજીએ સહસ્ત્રકુટ માં આવતા ૧૦૨૪ જિનના નામોને જણાવતાં (ગણાવતાં) બન્ને (દેવચંદ્રજી અને જ્ઞાનવિમલજી) વચ્ચે પ્રીતિ-મૈત્રી વૃદ્ધિ પામી હતી. તેમણે બન્નેએ મળીને આનંદઘન ચોવીશીના છેલ્લા બે સ્તવનો રચ્યા છે.
ત્યારબાદ શ્રીમદ્ દેવચંદ્રજીએ અનેક ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવો કરાવ્યા
vill
:::::
Wiliu
૧૭
Jain Education Intemational
For Personal & Private e Only
www.jainelibrary.org