________________
....
Jain Education International
A
અધ્યાત્મયોગી ઉપાધ્યાય દેવચંદ્રજી
(કૃતિકારનું સંકલિત જીવન કવન)
પ્રસ્તુત સ્વોપજ્ઞ ટબાયુક્ત ચોવીશીના કર્તા છે, ‘પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રીમદ્ દેવચંદ્રજી વાચક મહારાજા,’
જન્મકાળ-ભૂમિ
મરૂસ્થલ (મારવાડ-રાજસ્થાન) ના બીકાનેર નગરની પાસે આવેલ એક ગામમાં ઓસવાલવંશીય લૂણીઆ ગોત્રીય સુશ્રાવક શાહ તુલસીદાસજી વસતા હતા. તેમને ધનબાઈ નામક સુસંસ્કારી ધર્મપત્ની હતી.
જ્યારે બાળક ગર્ભમાં હતો ત્યારે તેઓએ ઉપાધ્યાય રાજસાગર વાચક પાસે એવી પ્રતિજ્ઞા કરી કે, ‘જો અમને પુત્રરત્ન પ્રાપ્ત થશે તો અવશ્ય તેને સહર્ષ શ્રી જિનશાસનને સમર્પિત કરીશું !'
ધનબાઈના ગર્ભની વૃદ્ધિ થતાં શુભ સ્વપ્નો આવવા લાગ્યા. એક વખત સ્વપ્નમાં ધનબાઈએ પોતાના મુખમાં ચંદ્રને પ્રવેશતો જોયો. તે દરમ્યાન ખરતરગચ્છીય આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજી મહારાજ વિહાર કરતા તે ગામમાં આવ્યા. તેમને આ દંપતી દ્વારા સ્વપ્નનું ફળ પૂછાતા, તેઓએ સ્વપ્નશાસ્ત્રના આધારે ભાખ્યું કે, આ તમારો પુત્ર મહાન થશે. કાં તો છત્રપતિ (રાજા) અને કાં તો દીક્ષા લઈને પત્રપતિ (જ્ઞાનીમુનિ) બનશે.
ત્યારબાદ, વિ.સં. ૧૭૪૬ માં ધનબાઈએ ચંદ્રવત્ એવા પુત્ર રત્નને જન્મ આપ્યો અને સ્વપ્નાનુસાર તેનુ નામ ‘દેવચંદ્ર’ રાખવામાં આવ્યું.
દીક્ષા-શાસ્ત્રાભ્યાસ
ચંદ્રની નિર્મળકળાની જેમ વૃદ્ધિ પામતો દેવચંદ્ર આઠ વર્ષનો થયો. જ્યારે વિહાર કરતા કરતા શ્રી રાજસાગરજી વાચક અનુક્રમે ત્યાં પધાર્યા ત્યારે પોતાની પ્રતિજ્ઞા મુજબ દંપતિએ બાળક દેવચંદ્રને ગુરૂના ચરણોમાં સમર્પિત કર્યો.
વિ.સં. ૧૭૫૬ માં દસ વર્ષની વયે દેવચંદ્રજી ને લઘુદીક્ષા આપવામાં આવી. પશ્ચાત્ ઉક્ત આચાર્યશ્રી જિનચંદ્રસૂરિજીએ વડી દીક્ષા આપીને તેમનુ નામ ‘રાજ વિમલ' રાખ્યું છતાં તેઓ દેવચંદ્રજીના નામથી જ વિખ્યાત થયા. તેમના ગુરૂદેવનું નામ ઉપાધ્યાય શ્રી દીપચંદ્રજી વાચક હતું.
(જો કે, દેવચંદ્રજીએ પોતાની કૃતિઓમાં બે-ત્રણ ઠેકાણે પોતાના ગુરૂ તરીકે રાજહંસગણિને લેખવ્યા છે. જેમકે –
‘રાજહંસ સહ ગુરૂ સુવસાયે દેવચંદ્ર ગુણ ગાય........
આ ઉપ૨થી એવી સંભાવના કરી શકાય કે, ‘રાજહંસ ગણિ’ અને ‘દીપચંદ્રજી’ બન્ને એક જ વ્યક્તિ હોય !)
પછી રાજસાગરજી વાચકે દીક્ષિત દેવચંદ્રજીને સરસ્વતી મંત્ર આપતા તેમણે બેલાડા ગામમાં રમ્ય વેણા તટે ભૂમિગૃહ (ભોયરા) માં તેની યથાર્થ સાધના કરી. જેથી પ્રસન્ન થયેલી સરસ્વતીએ તેમની રસના પર વાસ કર્યો. તે કારણે તેમણે ષડ્ આવશ્યક સૂત્ર, જૈનેતર દર્શનના ૧૮ કોષ, કૌમુદી-મહાભાષ્યાદિ વ્યાકરણો, પિંગળ, સ્વરોદય, તત્ત્વાર્થસૂત્ર, આવશ્યક બૃહદ્વૃત્તિ, વિશેષાવશ્યકભાષ્ય, શ્રી હરિભદ્રસૂરિહેમચંદ્રસૂરિ-ઉપાધ્યાય યશોવિજયજીના ગ્રન્થો, છ કર્મગ્રન્થ, કમ્મપયડી આદિ અનેક આગમિક-આગમેતર ગ્રન્થ સાગરમાં જૈન આમ્નાયથી અવગાહન કરીને શ્રુતજ્ઞાનરસનું પાન કર્યું હતું.
શ્રી જ્ઞાનસારજીએ સાધુપદની સજ્ઝાયના ટબામાં જણાવ્યું છે કે, દેવચંદ્રજીને એક પૂર્વનું ઉચ્ચકોટિનું દિવ્ય જ્ઞાન હતું.
૧૬
For Personal & Private Use Only
www.jainelibrary.org