________________
(૪) આલંબનયોગ : ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનોમાં પ્રભુપ્રતિમા આદિ બાહ્ય
શુભ આલંબનને સન્મુખ રાખી તેમાં એકાગ્ર બનવું, એ ‘આલંબનયોગ' છે. આ યોગ દ્વારા કાયાની ચપળતાના ત્યાગ સાથે મન, વાણી અને
દૃષ્ટિની સ્થિરતા અને નિર્મળતા સધાય છે. (૫) અનાલંબયોગ : ઉપરોક્ત ચારે યોગોના સતત અભ્યાસથી તેના ફળરૂપે
જે નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિ અવસ્થા પ્રગટે છે, તે ‘અનાલંબનયોગ’
આ પાંચ પ્રકારના યોગો : (૧) ઈચ્છા (૨) પ્રવૃત્તિ (૩) સ્થિરતા અને (૪) સિદ્ધિ કોટિના હોઈ શકે છે એટલે આ પાંચે યોગોને ઈચ્છાદિ ચાર યોગ વડે ગુણવાથી તેના વીસ ભેદ થાય છે.
ઈચ્છાદિ ચાર પ્રકારના યોગોનું સ્વરૂપ...
(૧) ઈચ્છાયોગ : ઉપરોક્ત સ્થાનાદિ યોગવાળા સાધકોની કથા અથવા વાત
સાંભળીને તેમના પ્રતિ હર્ષ-પ્રમોદ થવા સાથે સ્વજીવનમાં આવી ઉત્તમ
ધર્મક્રિયા-યોગપ્રક્રિયા સાધવાની ઈચ્છા ઉત્પન્ન થવી તે ‘ઈચ્છાર્યાગ'. (૨) પ્રવૃત્તિયોગ : સર્વત્ર સર્વ અનુષ્ઠાનોમાં ઉપશમભાવપૂર્વક સ્થાનાદિ યોગોનું
શાસ્ત્રવિધિ પ્રમાણે પાલન કરવું તે “પ્રવૃત્તિયોગ'.. (૩) સ્થિરતાયોગ : અનુષ્ઠાનોમાં કોઈ પણ અતિચાર-દોષ સે વ્યા વિના
અખ્ખલિતપણે, અખંડિતપણે પ્રવૃત્તિ થવી તે ‘સ્થિરતાયોગ'. (૪) સિદ્ધિયોગ : સમીપવર્તી અન્ય સાધકોમાં પણ સ્થાનાદિ યોગને સિદ્ધ કરવાનું
સામર્થ્ય પ્રગટ થવું તે ‘સિદ્ધિયોગ'.
આ રીતે ઈચ્છાદિના ભેદથી સ્થૂલદૃષ્ટિએ સ્થાનાદિ યોગના વીસ ભેદ થાય છે અને સૂથમદૃષ્ટિથી વિચારતાં તો ઈચ્છાદિના તારતમ્યને કારણે સ્થાનાદિ યોગના સ્વસ્થાનમાં અસંખ્ય પ્રકાર પણ ઘટી શકે છે. તેનું કારણ એ છે કે, મુમુક્ષુ સાધકોને તથા પ્રકારના ક્ષયોપશમ વિશેષથી સ્થાનાદિ યોગના જેવા જેવા પ્રકારનાં શ્રદ્ધા, પ્રીતિ , ધૃતિ, ધારણા, અને અનુપ્રેક્ષાદિ યોગો થાય છે તેવા તેવા પ્રકારના તેને ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ યોગો પ્રાપ્ત થાય છે.
ટૂંકમાં ઈચ્છાદિ યોગોની તરતમતા એ તથાવિધ ક્ષયપશામજન્ય શ્રદ્ધા વગેરેની વિશેષતાને કારણે થાય છે, જેને જેવા પ્રકારનો ક્ષયોપશમ થયો હોય છે તેને તેવા પ્રકારની ઈચ્છા થાય છે.
સ્થાનાદિ યોગોમાં પ્રણિધાન (એકાગ્રતા) થવાથી ચૈત્યવંદન, પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ ભાવાત્મક બને છે તેને ભાવચૈત્યવંદન આદિ કહેવાય છે અને તે અમૃત અનુષ્ઠાનરૂપે હોવાથી, મુમુક્ષુ સાધકને અવશ્ય અનાલંબન યોગ પ્રાપ્ત કરાવીને અનુક્રમે મોક્ષસુખ આપનાર બને છે.
આ રીતે સ્થાનાદિ યોગોમાં ભક્તિયોગની પ્રધાનતા છે. તેના વિના શેષ યોગો પણ વાસ્તવિકરૂપે ફળદાયી બનતા નથી.
શરણાગતિ અને સર્વસમર્પિતભાવ પણ ભક્તિયોગનાં જ અંગ છે. શરણગમનપૂર્વક સ્વદુષ્કતની ગર્તા અને સુકૃતની અનુમોદના કરવાથી મિથ્યાત્વાદિ પાપનો પ્રતિઘાત-નાશ અને સમ્યગદર્શનાદિ ગુણોનું બીજાધાન થાય છે.
એકાન્ત શરણ કરવા યોગ્ય પરમાત્માની શરણાગતિ એ ભક્તિનું બીજ છે અને ‘ભક્તિ' એ સર્વ યોગોનું બીજ છે.
૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org