________________
વિશિષ્ટ રીતે વર્ણન કરવાપૂર્વક શ્રી જિનેશ્વર ભગવંતોની ભાવભરી સ્તુતિ કરી છે અને ‘ચેત્યસ્તવમાં સ્થાપનાદિન (જિનપ્રતિમા)નાં વંદન, પૂજન, સત્કાર અને સન્માન માટે કાયોત્સર્ગ કરવાનું વિધાન કર્યું છે. તદુપરાંત ‘શ્રુતસવ’માં જિનાગમ-જિનવચનની સ્તુતિ કરવામાં આવી છે અને ‘સિદ્ધસ્તવ'માં સિદ્ધ ભગવંતો વગેરેની સ્તુતિ કરેલી છે.
આ બધાં સૂત્રો પ્રતિક્રમણ, દેવવંદન, ચૈત્યવંદન આદિ ક્રિયાઓમાં અહર્નિશ ઉપયોગી થાય છે. - ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી પણ પાર્શ્વનાથ પ્રભુને સ્તુતિ કરતાં કહે છે કે, હે મહાન યશસ્વી શ્રી પાર્શ્વનાથ પ્રભુ ! આ રીતે મેં ભક્તિ ભરપૂર હૃદયે આપની સ્તુતિ કરી છે તો હે દેવાધિદેવ ! તેના ફળરૂપે મને ભવોભવ બોધિરત્ન આપજો.' '
| ‘કલ્યાણમંદિર' સ્તોત્રમાં શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજ પ્રભુના નામનો મહિમા બતાવતાં કહે છે કે, “અચિંત્ય મહિમાવંત હે ભગવાન ! આપની સ્તુતિ તો શું, આપના નામના સ્મરણમાત્રથી પણ ભીષણ ભવ-ભ્રમણથી જગતના જીવોનું સંરક્ષણ થાય છે.''
આ રીતે અનેક સાધક મહર્ષિઓએ પરમાત્મ-પ્રીતિ અને પરમાત્મ-ભક્તિનો અપૂર્વ મહિમા ગાયો છે અને આત્મલક્ષી સર્વ સાધનાઓની સફળતામાં પરમાત્માભક્તિને અને તેમની કૃપાને જ આગળ કરી છે. | સામાન્ય લોકોને પણ પ્રેરક બની રહે તે માટે ગુજરાતી, હિન્દી વગેરે ચાલુ લોકભાષામાં પણ જિનભક્તિના અચિંત્ય મહિમાને વર્ણવતી થોકબંધ કૃતિઓ જ્ઞાની મહર્ષિઓએ રચી છે. તેમાં યોગીરાજ શ્રી આનંદઘનજી, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, શ્રીમદ્ દેવચન્દ્રજી, પંડિત શ્રી જ્ઞાનવિમલસૂરિજી આદિ મહાત્માઓની કૃતિઓ વિપુલ સંખ્યામાં ઉપલબ્ધ છે, જેનું ગાન-પાન કરીને ભાવુક આત્માઓ આ પરમાત્મપ્રીતિ અને પરમાત્મ-ભક્તિના રસમાં તરબોળ બની વર્તમાનમાં પણ અલૌકિક આનંદ અનુભવે છે.
યોગદષ્ટિએ પ્રસ્તુતિનું મહત્ત્વ... પ્રભુની સ્તુતિ, ગુણસ્તવના, પ્રાર્થના પણ અધ્યાત્મ-યોગ છે. પ્રભુસ્મરણ, તત્ત્વચિંતન, આત્મનિરીક્ષણ આદિ શાસ્ત્રવિહિત જે ધર્મ-અનુષ્ઠાનો આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટાવવાના હેતુથી કરવામાં આવે છે તે ધર્મ-અનુષ્ઠાનો અધ્યાત્મયોગ છે અને તે સર્વ પ્રકારના યોગોમાં વ્યાપક છે. | ‘દેવવંદન' અને (ષડું આવશ્યકરૂપ) ‘પ્રતિક્રમણ'માં અન્તર્ગત “ચતુર્વિશતિ સ્તવ’ એ જિનસ્તુતિરૂપ છે અને ‘વંદન ક’ એ ગુરુસ્તુતિરૂપ છે. મંત્રજાપને પણ દેવતાસ્તવનો જ એક પ્રકાર કહ્યો છે તેથી તે પણ ‘અધ્યાત્મયોગ' છે. તેનો નિત્ય નિયમિત વારંવાર અભ્યાસ કરવો એ ‘ભાવનાયોગ' છે. તેના ફળરૂપે અશુભ ભાવોની નિવૃત્તિ અને શુભ ભાવોની અભિવૃદ્ધિ થતાં ધ્યાનયોગનું સામર્થ્ય પ્રગટે છે. ધ્યાનયોગના સતત અભ્યાસથી સર્વ પ્રસંગોમાં સમતા-સમભાવ પ્રાપ્ત થાય છે અને તેના પ્રભાવે અનુક્રમે ક્લિષ્ટ અને અક્લિષ્ટ સર્વ વૃત્તિઓનો ઉચ્છેદ થાય છે.
‘યોગવિંશિકા'માં બતાવેલા સ્થાનાદિ પાંચ યોગો પણ ચૈત્યવંદન વગેરે ક્રિયાઓમાં અન્તભૂત થઈ જાય છે, તે આ પ્રમાણે : (૧) સ્થાનયોગ : ચૈત્યવંદનાદિ ક્રિયાઓ યોગમુદ્રા, જિનમુદ્રા કે મુક્તા
શુક્તિમુદ્રા (આસનવિશેષ)પૂર્વક કરવાની હોય છે, એ ‘સ્થાનયોગ’ છે. (૨) વર્ણયોગ : ચૈત્યવંદનાદિ ક્રિયામાં બોલાતાં સૂત્રો-સ્તોત્રો કે સ્તુતિઓના
પવિત્ર શબ્દો (સંપદાઓ વગેરે) સ્પષ્ટ અને શુદ્ધોચ્ચારપૂર્વક બોલવાના
હોય છે, એ ‘વયોગ' છે. (૩) અર્થયોગ : બોલાતાં સૂત્ર કે સ્તોત્રનો મનોમન અર્થનિશ્ચય કરવો
અથવા પદ, વાક્ય, મહાવાક્ય, એપર્યાર્થ અને તાત્પર્યાર્થ વડે ચૈત્યવંદનાદિનું પરિશુદ્ધ જ્ઞાન થવું, એ ‘અર્થયોગ” છે.
Jain Education International
For Personal t
rivate Use Only
www.jainelibrary.org