________________
જિનભક્તિનો મહિમા...
- આ. શ્રી કલાપૂર્ણસૂરિજી જિનભક્તિ મુક્તિનું પ્રધાન અંગ છે.
મોક્ષપ્રાપ્તિનું સરળ, સચોટ અને સુરક્ષિત સાધન કોઈ હોય તો તે પરમાત્મભક્તિ છે. જિનેશ્વર પરમાત્માની સેવા-પૂજા-ભક્તિ કરનાર ભક્ત પણ અનુક્રમે જિન-ભગવાન બને છે.
ભક્તિની આ કબૂલાત છે કે, “તમે જેની ભાવથી ભક્તિ કરો, તેના જેવા તમે બનો !' ' ભગવાનની ભક્તિ કરનાર ભક્ત સ્વયં ભગવાન બને છે પરંતુ શરત ફક્ત એટલી જ છે કે તે ભક્તિ નિષ્કામ-મોક્ષલક્ષી હોવી જોઈએ.
સર્વ આગમ-શાસ્ત્રોનો સાર ભક્તિયોગ છે. પરમાત્માની સ્તવના-પૂજાસેવા કરવાથી ચિત્તની નિર્મળતા થાય છે અને પરમાત્મા પ્રત્યે પ્રીતિ અને ભક્તિ વધે છે. તે વધવાથી સાધક ક્રમશઃ ધ્યાનયોગની સાધનામાં સરળતાથી પ્રવેશ કરી તેમાં પ્રગતિ હાંસલ કરી શકે છે. કહ્યું છે કે –
पूजाकोटिसमं स्तोत्रं, स्तोत्रकोटिसमो जपः ।
जपकोटिसमं ध्यानं, ध्यानकोटिसमो लयः ।। અર્થ : પૂજા કરતાં સ્તોત્રનું, સ્તોત્ર કરતાં જપનું, જપ કરતાં ધ્યાનનું અને ધ્યાન કરતાં લયનું અનુક્રમે કરોડગણું અધિક ફળ કહ્યું છે.
સ્તોત્ર-સ્તુતિપૂર્વક જપ કે ધ્યાન કરવાથી વિશેષ એકાગ્રતા પેદા થાય છે.
અનુષ્ઠાનની અપેક્ષાએ પૂજામાં પ્રીતિ-અનુષ્ઠાન, સ્તોત્રમાં ભક્તિ-અનુષ્ઠાન, જપ કે ધ્યાનમાં વચન-અનુષ્ઠાન અને લયમાં અસંગ-અનુષ્ઠાનનું પ્રાધાન્ય હોય છે.
આ ચારે અનુષ્ઠાનના નિરંતર અભ્યાસ દ્વારા જ આત્મા પરમાત્મા બને છે અને મુક્તિપદને વરે છે.
પ્રાથમિક કર્તવ્યરૂપ ગણાતાં દેવદર્શન, પ્રભુપૂજા, મંત્રજાપ અને અભક્ષ્યત્યાગ આદિ નિયમોના ગ્રહણ-પાલન પાછળ પણ આ જ શુભ ઉદ્દેશ રહેલો છે કે તે દેવદર્શન ઇત્યાદિ દ્વારા જીવની યોગ્યતા વિક્સ, તેમનામાં પરમાત્મા અને સદ્ગુરુ આદિ પૂજ્ય તત્ત્વો તરફ પ્રીતિ અને અંતરંગ ભક્તિ ઉત્પન્ન થાય.
પ્રીતિ એ પાયાની વસ્તુ છે. પ્રીતિ વિના ભક્તિ પ્રગટતી નથી અને તે બંને વિના શાસ્ત્રમાં વચનો પ્રત્યે આદર-બહુમાન પ્રગટતાં નથી; કે શાસ્ત્ર વચનોના પાલનનું સામર્થ્ય પણ પ્રગટતું નથી અને શાસ્ત્રોક્ત અનુષ્ઠાનના આસેવન વિના અસંગદશા પ્રાપ્ત થતી નથી; અસંગદશા વિના કર્મક્ષય થતો નથી, કર્મક્ષય વિના કેવળજ્ઞાન અને મોક્ષ મળતાં નથી. માટે જ પ્રત્યે ક મુમુક્ષુએ સૌથી પહેલાં આરાધ્યતત્ત્વો પ્રત્યે પ્રીતિ અને ભક્તિ પેદા કરે તેવાં અનુષ્ઠાનોનું આદરપૂર્વક સતત સેવન કરવું જોઈએ.
પરમગીતાર્થ જ્ઞાની મહર્ષિઓએ આ હકીકતને સમજાવતાં સંખ્યાબંધ સ્તોત્રોની રચના કરી છે. પોતાના જાતઅનુભવને શબ્દદેહ આપી ભક્તિયોગનું અતિશય મહત્ત્વ બતાવ્યું છે.
જૈનદર્શનમાં આવશ્યકસૂત્રો તરીકે પ્રસિદ્ધ ‘લોગસ્સ’ અને ‘નમુત્થણ’ વગેરે સૂત્રોમાં, તેમ જ સ્તોત્રોમાં શ્રી ગણધર ભગવંતોએ જિનભક્તિનો જે અપાર મહિમા ગાયો છે અને પરમાત્મા પ્રત્યે જે ભક્તિસભર હૃદયે પ્રાર્થના પોકારી છે તે નિમ્નોક્ત દાખલાઓથી પણ સમજી શકાય છે. જેમ કે, તેઓશ્રીએ ‘લોગસ્સસૂત્ર-નાસ્તવમાં ચોવીસે જિનેશ્વર ભગવંતોનાં કીર્તન, વંદન, પૂજન કરીને તેમની પાસે પરમ આરોગ્ય, બોધિલાભ અને ઉત્તમ સમાધિની યાચના કરી છે તેમ જ એ જ ગણધર ભગવંતોએ ‘નમુત્થણ-શક્રસ્તવ’માં ભાવજિન અને દ્રવ્ય જિનના અદ્ભુત ગુણોનું
/////////
Jain Education International
For Personal Private Use Only
www.jainelibrary.org