________________
કે
| (૨) અમદાવાદમાં સારંગપુર તળીયાની પોળમાં અધ્યાત્મજ્ઞાની પરમ ધ્યાની, વિશિષ્ટ વૈરાગી શ્રી મણિચંદ્રજી નામના મહાતપસ્વી યતિ-સાધુજી હતા.
તેમના તપના પ્રભાવે ધરણેન્દ્રએ સાક્ષાત દર્શન આપીને વરદાન માગવાનું કહ્યું. તે વખતે યતિજી રક્તપિત્તના રોગથી પીડાતા હોવા છતાં તેમણે તેના નિવારણ માટે કંઈ ન માંગતાં શ્રી દેવચંદ્રજી, શ્રી આનંદઘનજી અને મહોપાધ્યાયજી શ્રી યશોવિજયજીની ગત વિષે પૂછ્યું હતું. તે વખતે ધરણેન્દ્રએ શ્રી દેવચંદ્રજીને હાલ મહાવિદેહમાં વિચરતા કેવળી તરીકે અને શેષ બન્ને મહાત્માઓને એકાવતારી તરીકે વર્ણવ્યા હતા. | (૩) કલકત્તા નિવાસી અધ્યાત્મજ્ઞાની સુશ્રાવક હીરજીભાઈએ પણ આ જ હકીકત દર્શાવતી કિંવદંતી કહી
હતી.
st.
ટૂંકમાં, “તત્ત્વ તુ વિનાયમ્'' પરંતુ એક વાત નિશ્ચિત છે કે તેઓ ભલે હાલ સદેહે અહિં વિદ્યમાન નથી. પરંતુ અક્ષરદેહે (તેમના રચેલા ગ્રન્થના માધ્યમથી) તો તેઓ અહિં વિદ્યમાન છે જ. સવાલ ફક્ત એટલો જ છે કે, “જેમના રચેલા ગ્રંથો પણ આટલા તાત્ત્વિક અને મહાન છે તો તેઓ સ્વયં સદેહે કેવા હશે ?''
સાભાર સ્વીકાર પ્રસ્તુત ગ્રંથના કૃતિકાર વાચકવર્ય શ્રી દેવચંદ્રજી ઉપાધ્યાય મ.સા.નું પ્રસ્તુત જીવન-કવન નિમ્નક્ત પુસ્તકોના આધારે સંકલિત કરવામાં આવ્યું છે. તે બદલ તેમના અમે ઋણી છીએ. (૧) શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા અમદાવાદથી પ્રકાશિત અને શ્રી કાંતિભાઈ બી. શાહ સંપાદિત ‘શ્રી દેવચંદ્રજી મહારાજકૃત સ્તવન
ચોવીસી.’ (૨) શ્રી મણિલાલ મોહનલાલ પાદરાકર લિખિત ‘શ્રીમદ્ દેવચંદ્રજી તેમનું જીવન અને ગુજરાતી સાહિત્ય.”
(નોંધ : પ્રસ્તુત પુસ્તકમાં લેખકશ્રીએ શ્રીમદ્ દેવચંદ્રજીનો પ્રથમ ગ્રંથ વિ.સ. ૧૭૮૩ની સાલમાં અષ્ટ પ્રકારી પૂજા નામનો રચેલ હોવાથી તેમનો જન્મ વિ.સ. ૧૭૨૦ની સાલમાં થયો હોવાની સંભાવના વ્યક્ત કરી છે. તવં તુ વતી ચમ્ ો)
અમદાવાદના ઉપાશ્રયમાં શિલાલેખ આ ગ્રંથના કર્તા શ્રીમદ્ દેવચંદ્રજીનું સ્વર્ગગમન શહેર અમદાવાદમાં દોશીવાડીની પોળમાં ડહેલાનો ઉપાશ્રય જેને તે વખતે દેવચંદ્રજીની ડહેલી કહેતા હતા તેમાં સંવત ૧૯૧૧ (મારવાડી ૧૯૧૨)ના ભાદરવા વદ ૩૦ ના રોજ થયું. | તેમનો અગ્નિ સંસ્કાર શહેર અમદાવાદમાં હરીપુરામાં કરવામાં આવેલો, એમ તેમનાં જીવનચરિત્ર નામે ‘દેવવિલાસ', જે તેમના શિષ્ય બનાવેલ છે તેમાં જણાવેલ છે. | હાલ તપાસ કરતાં અમદાવાદમાં દેરાસરના મુખ્ય દ્વાર સામે ઉપાશ્રયના મકાનમાં એક દેરીમાં તેમની પાદુકા સ્થાપન કરેલ છે. તે ઉપર નીચે મુજબ લેખ કોતરેલો છે :
"श्रीमद् जिनचंद्रसूरिशाखायां श्रीखरतरगच्छे संवत १९१२ वर्षे माहावद ६ दिने उपाध्याय श्रीदीपचंद्रजीशिष्य उपाध्याय श्रीदेवचंद्रजीनां પાદુ પ્રતિદિને ''
પાઠ, V ' '
Jain Education international
For Person
State Use Only
www.jainelibrary.org