________________
अर्थ : परमात्मा की अनन्त प्रभुता का स्मरण करने से तथा उच्च स्वर से उनके गुण समूह की स्तुति (गान) करने से भक्तसेवक निज संवर-परिणति स्वभाव रमणतारूप आत्मसाधना को प्राप्त करता है अर्थात् अनादि की विभाव परिणतता छोड़कर स्वभाव में मग्न बनता है । ' અર્થ : પરમાત્માની અનંત પ્રભુતાનું સ્મરણ કરવાથી તથા ઉચ્ચ સ્વરે તેમના ગુણ-સમૂહની સ્તુતિ(ગાન) કરવાથી ભક્ત સેવક નિજ સંવર પરિણતિ સ્વભાવ-રમણતારૂપ આત્મ-સાધનાને પ્રાપ્ત કરે છે અર્થાત્ અનાદિની વિભાવ-પરિણામતા તજી સ્વભાવમાં મગ્ન બને
છે.
સ્વ. બાલાવબોધ : એહવા પ્રભુની સેવનાનું જે ફલ થાય તે કહે છે, પ્રભુ જે શ્રી શ્રેયાંસનાથ નિષ્પન્ન-તી, નિરામયી, નિરાવરણી.
તેહની પ્રભુતા અનંત જ્ઞાનમયી-સર્વ સંવરી-અનંતાનંદરૂપ-પરમેશ્વરતા અસહાયતા સર્વ શક્તિ નિરાવરણતા અનંત પર્યાય સ્વકીય કાર્યકર્તાપણારૂપ નિઃકર્મતા-નિસંગતા-પ્રભુત્વ-વિભુત્વ-ગ્રાહકત્વ-આધારત્વ-વ્યાપકત્વ-કારકત્વ-કારણત-કાર્યવ-ઈત્યાદિ પ્રભુતા-એક એક પ્રદેશે અનંત ગુણ-પર્યાય-પ્રાગુભાવ-પરિણમનરૂપ સ્વરૂપ-સંપદા.
તેને સંભારતાં-ચિત્તમાં સ્મરણ કરતાં તથા ગાતાં કેતાં સ્વરયો– ગાવતાં-ગુણનો ગ્રામ-સમૂહ કરતાં થકા સેવક તત્ત્વ-રુચિ આત્મ-સિદ્ધતાનો અર્થી, તે નિષ્પન્ન-પરમેશ્વરના બહુમાનથી જીવ અનાદિનો બાધક સ્વરૂપ-પરામુખ થઈ રહ્યો છે તે જીવ.
સાધનતા તે આત્મ-સ્વરૂપ નિરાવરણ કરવારૂપ સાધન-અવસ્થા, ઉત્સર્ગ-અપવાદ સમકિતથી માંડી અયોગી-ચરમસયરૂપ ગુણસ્થાનારોહણ, દોષત્યાગ-ગુણપ્રાગુભાવ-અધિક ગુણની રુચિ- પૂર્ણતત્ત્વની ઈહારૂપ સાધનાપણું પામે. એટલે પ્રભુ-ગુણ ઉપયોગૅ ચેતના ગુણીના ગુણને અનુયાયી થયે તેવો સ્વરૂપ-ઈહારૂપ દર્શન-ગુણ પરિણમે. તેથી નિજ કેતાં પોતાની સંવર-પરિણતિને પામે. તે જીવ તત્ત્વતાને સાથે અને સાધ્ય-રસીની જે સાધકતા તે પરમાનંદનું કારણ છે.
|| ર સતાવાર્થ: || ૭ ||
A
I
प्रगट तत्त्वताध्यावतां, निज तत्त्वनोध्याता थाय रे। तत्त्व रमण एकाग्रता, पूरण तत्वे एह समायरे॥
મુનિરોડો
SSC
अर्थ : प्रभु की प्रकट प्रभुता का श्रुत उपयोग द्वारा ध्यान करने से आत्मतत्त्व का भी ध्यान हो सकता है और जब ध्याता आत्मतत्त्व के ध्यान में तन्मय बनता है तब क्रमशः निर्विकल्प-समाधि को पाकर पूर्ण शुद्ध स्वरूप को प्राप्त करता है । ' અર્થ : પ્રભુની પ્રગટ પ્રભુતાનું શ્રુત-ઉપયોગે ધ્યાન કરવાથી આત્મ-તત્ત્વનું પણ ધ્યાન થઈ શકે છે અને જ્યારે ધ્યાતા આત્મ-તત્ત્વના ધ્યાનમાં તન્મય બને છે ત્યારે અનુક્રમે નિર્વિકલ્પ સમાધિને પામી પૂર્ણ શુદ્ધ સ્વરૂપને વરે છે.
રવો. બાલાવબોધ : તેહી જ ભાવના કહે છે કે આત્માને પોતાની જે સંપદા તે તો કર્મે આવૃત્ત છે, તે ભાનમાં આવવી દુર્લભ છે અને નિષ્પન્ન-પરમેશ્વરની તત્ત્વતા તો પ્રગટ છે, શ્રતોપયોગૅ ભાસનમાં આવે. ને તે માટે પ્રગટ તત્ત્વતા જે શ્રી અરિહંત-સિદ્ધની નિરાવરણ આત્મ-સંપદા તેને ધ્યાવતાં થકાં જીવ પોતાની સત્તાગત દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક તત્ત્વતાનો ધ્યાતા થાય છે, દ્રવ્યત્વ તુલ્યતા માટે.
એમ સ્વ-તત્ત્વને ધ્યાવતો તત્ત્વ-રમણ તથા તત્ત્વની અનુભૂતિ કરે. તત્ત્વ જે સ્વગુણ-પર્યાયરૂપ, તે મર્થે એકાગ્રતા-તન્મયતા થાય.
તેવારે એ સેવક જે શ્રેયાંસ પ્રભુનો ગુણાવલંબી તેહ જ પૂર્ણ-તત્ત્વરૂપ તત્ત્વી થઈ પૂર્ણાનંદ નિરાવરણ સ્વ-સ્વભાવની પૂર્ણતાને પામેપોતાની પૂર્ણ પ્રાગુભાવી તત્ત્વતામાં સિદ્ધ-બુદ્ધ થાય, એહ જ મોક્ષનો ઉપાય છે.
Jain Education Intemational
For Personal Private Use Only
૨૩૮
www.jainelibrary.org