________________
મૂળ : વીતમોહ(વીતરાગ)ને ભાવની શુદ્ધિ હોવાથી જેવી રીતે શબ્દાદિક (વિષયો તેમને) રતિ(પ્રીતિ)રૂપી ફળના જનક થતા નથી, તેવી જ રીતે શુદ્ધ મનવાળાની જીવને અપાતી પીડા, તે પણ હિંસાને માટે નથી. આગમપ્રમાણે દ્રવ્ય-હિંસા, તે કારણરૂપ છે. તે વિષય-કષાયના અર્થીને હિંસા છે પરંતુ જિન-ગુણનું બહુમાન કરનારને જિન-પૂજા કાલેં પુષ્પાદિકની હિંસા, તે હિંસાનું કારણ નથી.
શ્રી ભગવતીસૂત્રે પણ ક્રિયાને અધિકારૅ એમ જ કહ્યું છે‘વનસ્પતિ હણવાના પચ્ચખાણીને પૃથ્વી ખોદતાં થકાં વનસ્પતિ હણાય તો પચ્ચકખાણ ભોગે નહી.' તો, જિન-પૂજા એ જિન-સ્વરૂપ અવલંબન કરતાં આત્મ-ગુણ નિર્મલ કરે. ગુણીને સ્મરણે અનેક ગુણી થયા છે.
તે માટે, મુનિને અનુમોદવા યોગ્ય ‘જિન-ભક્તિ', રાયપ્પસણી સૂત્રે સૂર્યાભે નાટક કર્યું, પરંતુ ગૌતમાદિક શ્રમણ ગણે દીઠું તે સર્જાય જેટલો લાભ હતો તો તે સ્થાનકે બેઠા રહ્યા. તેથી ‘જિન-ભક્તિ' તે મોક્ષ-સાધન છે.
એમ, જે પ્રાણી જિનના રૂપમેં અચેં-પૂજે તે સર્વ દેવમાં ચંદ્રમા સમાન શ્રી અરિહંત દેવ, તેહની પ્રભુતા-પૂર્ણાનંદમય સંપદા પામે. એવું પરમાનંદનું કારણ શ્રી શીતલનાથ પ્રભુનું સેવન છે, તે સર્વ જીવ કરો અને સ્તુતિ-કર્તા પણ ‘દેવચંદ્ર' છે, તેણે પોતાનું નામ પણ સૂચવ્યું. એ શીતલ પ્રભુ અનંત-ગુણી છે પરંતુ ભદ્રકપણામેં જે જે ગુણ જાણ્યા, તે તે ગુણની સ્તવના કરવી.
| | તિ શિવાર્થ: // 99 || | fસ તન થી શતત્તનાગિન સ્તવનમ્ || ૧૦ ||
દશમા સ્તવનનો સાર... આ સ્તવનમાં જેન-દર્શનમાન્ય ઈશ્વર-તત્ત્વનું વિશદ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. શ્રી જિનેશ્વર પરમાત્મા જ સમગ્ર વિશ્વમાં રાજામહારાજા છે. તેમનામાં રહેલી પ્રભુતા અનંત, નિર્મળ, વિશુદ્ધ, સંપૂર્ણ છે.
પ્રભુના કેવળજ્ઞાનાદિ અનંત ગુણોની અનંતતા કોઈથી પણ જાણી શકાય કે માપી શકાય તેવી નથી. પ્રભુના અસંખ્ય-પ્રદેશરૂપ ખજાનામાં અનંત ગુણ-પર્યાયરૂપ અનંત અક્ષય સંપત્તિ રહેલી છે.
કેવળજ્ઞાન અને કેવળદર્શનની અનંતતા : જગતના સર્વ (જીવ-અજીવ) દ્રવ્યોના સર્વ પ્રદેશમાં રહેલા સર્વ ગુણ-પર્યાયોના ત્રિકાળવર્તી પરિણામોને એકીસાથે જાણવા અને જોવાનો સ્વભાવ કેવળજ્ઞાન અને કેવળદર્શનનો છે. | ચારિત્ર-ગુણની અનંતતા : સંયમ-શ્રેણી દ્વારા ચારિત્રની અનંતતા આ પ્રમાણે વિચારી શકાય છે, નિવારણ થયેલા ચારિત્ર-ગુણના પર્યાય-અવિભાગ એ સર્વ જીવ કરતાં અનંત-ગુણ છે, તેની એક ‘વર્ગણા' થાય છે. એવી અસંખ્યાતી વર્ગણાઓનો એક ‘સ્પર્ધક’ થાય છે અને એવા અસંખ્યાત સ્પર્ધકોનું એક “સંયમ-સ્થાનક' થાય છે અને તે સહુથી ‘જઘન્ય' પ્રથમ સંયમ-સ્થાનક કહેવાય છે. ત્યાર પછી ષટુગુણ હાનિ-વૃદ્ધિની અપેક્ષાએ અસંખ્ય-ગુણા સંયમ- સ્થાનકો થાય છે ત્યારે ‘સર્વોત્કૃષ્ટ' સંયમ- સ્થાનકો બને છે. તેનું વિસ્તૃત સ્વરૂપ ‘વ્યવહારભાષ્ય' આદિ ગ્રંથોથી સમજી લેવું.
દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય, ગુણની અનંતતા પણ આ પ્રમાણે જ સમજવી. જેમ કે –
વીર્ય-ગુણ જ્ઞાનાદિ સર્વ ગુણને જાણવાની પ્રવૃત્તિમાં પ્રેરણા આપે છે, ચારિત્ર-ગુણ સ્થિરતાને સહાય કરે છે, આ રીતે અનંત ગુણો પરસ્પર અનંત દાન કરે છે, તે દાન-ગુણની અનંતતા સમજવી. અને પરસ્પર એકબીજાથી જે સહાય પ્રાપ્ત થાય છે, તે લાભ-ગુણની અનંતતા છે.
એક વાર ભોગવાય તેને ભોગ કહેવાય છે. પરમાત્મા અનંતા પર્યાયનો ભોગ કરતા હોવાથી તે ભોગ-ગુણની અનંતતા છે. અને જ્ઞાનાદિ ગુણનો વારંવાર ઉપભોગ કરતા હોવાથી તે ઉપભોગ-ગુણની અનંતતા છે. | અવ્યાબાધ સુખ(આનંદ)ની અનંતતા, નિર્માતા અને પૂર્ણતાનું સ્વરૂપ ઈન્દ્રિય-ગોચર નથી, પ્રભુના જેવો શુદ્ધ આત્મા જ તેનો જ્ઞાતા અને ભોક્તા બની શકે છે. I અરિહંત પરમાત્માની આજ્ઞા- ઈશ્વરતા પણ અનંત છે. જગતના સર્વ પદાર્થોની પ્રવૃત્તિ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ ચાર પ્રકારે થાય છે. પ્રભુનું કેવલજ્ઞાન પણ એ જ રીતે ચાર પ્રકારે પ્રવર્તે છે. એ જ પ્રભુની મહાન રાજ-નીતિ છે. વિશ્વનો કોઈ પણ પદાર્થ તેનું ઉલ્લંઘન કરી શક્તો નથી.
Jain Education Interational
www.ainelibrary.org
For Personal & Private Use Only
૨ ૨૧