________________
વલી, શ્રી પ્રભુ પરમાત્મા, તેહના જે ભાવ કેતાં ભાવ-ધર્મ શુદ્ધ ચિદાનંદાદિક તે સર્વ સ્વાધીન છે-પરાધીન નથી. વલી, તે અવ્યય કેતાં અવિનાશીપણે ધ્વસ-રહિત છે. એ રીતે અનંત ગુણ જે પૂર્વે કહ્યા તેના રાજા છે.
|| તિ સતમથાર્થ: // ૭ //
अव्याबाधसुख निर्मल तेतो, करण ज्ञाने न जणायजी। तेहज एहनो जाणंग भोक्ता, जे तुम सम गुण राय जी॥
Jaોટો
अर्थ : प्रभु का निर्मल अव्याबाध सुख इन्द्रियादि से होनेवाले परोक्ष ज्ञान द्वारा कदापि नहीं जाना जा सकता । परन्तु जिसने प्रभु के जैसे ही गुण प्रकट किये हैं वे ही आत्मा के अव्यावाध सुख को जानते हैं और भोगते हैं । | અર્થ : પ્રભુનું નિર્મળ અવ્યાબાધ સુખ ઈન્દ્રિયાદિથી થતા પરોક્ષ-જ્ઞાન દ્વારા કદી જાણી શકાય તેવું નથી, પરંતુ જેણે પ્રભુના જેવા જ ગુણ પ્રગટાવ્યા છે, તેઓ જ આત્માના અવ્યાબાધ સુખને જાણે છે કે ભોગવે છે.
સ્વ. બાલાવબોધ : હે પ્રભુજી ! જે અવ્યાબાધ અતીન્દ્રિય સુખ, તે અનંતું સ્વ-ભોગીપણે તમે ભોગવો છો. તે અવ્યાબાધ સુખનું જ્ઞાન કેતાં જાણપણું, તે કરણ કેતાં ઈન્દ્રિયોને આધીન જે મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન છે, તેણે કરી જણાય નહીં.
તથા, અવધિ-મન:પર્યવજ્ઞાન તે યદ્યપિ ઈન્દ્રિયોને આધીન નથી. તો પણ તે રૂપીભાવના જાણંગ છે પણ જીવ-સ્વરૂપને જાણી શકે નહીં, જે માટૅ ક્ષયોપશમ-જ્ઞાનેં અવ્યાબાધનું સ્વરૂપ જાણ્યું ન જાય. પણ, જે જીવ તુઝ સમાન ગુણના રાય કેતાં સ્વામી થયા તેહ જ પરમાત્મા, એ અવ્યાબાધ ગુણનું સ્વરૂપ જાણે તથા ભોગવે. બીજાને પ્રગટ નથી, કેમકે આત્મ-ધર્મ અતીન્દ્રિય છે માટે તેહના ભોગી સિદ્ધ ભગવંત છે, બીજાથી એ ભોગવાય નહીં.
| ફુતિ અષ્ટમથાર્થઃ || 0 |
For Perso21 $vate Use Only
www.jainelibrary.org
Jain Education Intemational