________________
आणा ईश्वरता निर्भयता, વિછતા ના કાવ સ્વાસ્થાન તેથયરä, एम अनंत गुण भूप जी॥
શરદ્ધાળી
अर्थ : आज्ञा, परम ऐश्वर्य, निष्कामता, स्वाधीनता, अविनाशिता आदि अनन्त गुण के स्वामी अरिहन्त परमात्मा हैं । वह इस प्रकार -
आज्ञा - राजा, वासुदेव या चक्रवर्ती की आज्ञा अपने अपने राज्य की मर्यादा में स्वार्थ या भय से लोंगों द्वारा मानी जाती है परन्तु अरिहन्त परमात्मा की आज्ञा का पालन तो समग्र विश्व में सहजरूप से होता है ।
ऐश्वर्य - परमात्मा के पास स्वाभाविक अनन्त गुण-पर्यायमय सम्पत्ति है । निर्भयता - परमात्मा सदा सर्वदा सर्व भयों से रहित हैं । निष्कामता - परमात्मा कामना (इच्छा) बिना ही सर्व ज्ञानादि सम्पत्ति के भोक्ता हैं । स्वाधीनता - परमात्मा का स्वभाव स्वाधीन है, वे कर्म की पराधीनता से मुक्त हैं । अविनाशिता - परमात्मा की सर्वसम्पदा नित्य-अविनश्वर है । (अन्य चक्रवर्ती आदि परिमित ऐश्वर्यवाले, भययुक्त, सकामी, पराधीन और विनाशी हैं ।) અર્થ : આજ્ઞા, પરમ ઐશ્વર્ય, નિર્ભયતા, નિષ્કામતા, સ્વાધીનતા, અવિનાશિતા આદિ અનંત ગુણના સ્વામી શ્રી અરિહંત પરમાત્મા છે. તે આ રીતે – આજ્ઞા – રાજા, વાસુદેવ કે ચક્રવર્તીની આજ્ઞા પોત-પોતાના રાજ્યની મર્યાદામાં સ્વાર્થ કે ભયથી લોકો માને છે પરંતુ અરિહંત પરમાત્માની આજ્ઞાનું પાલન તો સમગ્ર વિશ્વમાં સહજ-પણે થાય છે. ઐશ્વર્ય – પરમાત્મા પાસે સ્વાભાવિક અનંત ગુણ-પર્યાયમય સંપત્તિ રહેલી છે. નિર્ભયતા – પરમાત્મા સદા સર્વથા સર્વ ભયોથી રહિત છે. નિષ્કામતા – પરમાત્મા કામના-ઈચ્છા વિના જ સર્વ જ્ઞાનાદિક સંપત્તિના ભોક્તા છે. સ્વાધીનતા – પરમાત્માનો સ્વભાવ સ્વાધીન છે, તે કર્મની પરાધીનતાથી મુક્ત છે. અવિનાશિતા – પરમાત્માની સર્વ સંપદા નિત્ય-અવિનશ્વર છે. (અન્ય ચક્રવર્તી આદિ પરિમિત એશ્વર્યવાળા, ભય-યુક્ત, સકામી, પરાધીન અને વિનાશી હોય છે.)
સ્વો. બાલાવબોધ : તથા, પ્રભુતાના લિંગ આણાદિક છે. તે કહે છે, બીજાની આજ્ઞા તો સ્વાર્થે તથા ભયથી કોઈ માને અને પ્રભુ શ્રી અરિહંતની આજ્ઞા તો સહેજ઼ કોઈ દ્રવ્ય લોપતું નથી.
તથા, જે લોકિક પ્રભુતાના ધણી, તે તો પોગલિક-માનોપેત સંપદાના ધણી છે અને શ્રી તીર્થકર તો જગદુપકારી અનંત સહજ સંપદાના ઈશ્વર છે, તેથી ઈશ્વરતા અદ્ભૂત છે. બીજા રાજાદિક તો માત્ર પોતાના સેવકોથી જ ભય પામે નહીં પરંતુ પર-ચક્ર તથા મરણાદિ ભય સહિત છે અને માહારો પરમેશ્વર નિર્મલાનંદ કારણશુદ્ધ દેવ તો સર્વ કાલ સર્વ ભય-રહિત છે. સ્વ-અખંડ- અવિનાશી-સંપદા-પરમ નિર્ભયતાવંત છે.
તથી, જગતમાં ઈંદ્ર-ચંદ્ર-ચક્રવર્તિ, તે તૃષ્ણાને ઉદર્વે ઈચ્છાદોષમયી છે- ઈચ્છાથી સદા અપૂર્ણ છે અને શ્રી વીતરાગ તો સ્વ-સંપદા–પૂર્ણ પ્રાગભાવના ભોગી સમસ્ત પર-સંપદાના અવાંચ્છક છે, માટે નિર્વાચ્છકતામયી છે.
www.jainelibrary.org
Jain Education International
For $448 Private Use Only