________________
क्षायोपशमिक गुण सर्व, थयातुजगुणरसी,होलानाथ.!! सहासाधनशक्ति, व्यक्तताउल्लसी,होलालव्य. हवेसंयूरण सिद्धि, तणीशी वारछे,होकालात." 'देवचंद्र जिनराज, जगत आधारछे,होलालज.॥७॥
अर्थ : हे प्रभो ! रुचि, ज्ञान, रमणता वीर्यादि सर्व क्षायोपशमिक गुण जब आपके क्षायिकभाव से प्रकटित केवलज्ञानादि गुणों के स्मरण, चिन्तन, मनन एवं ध्यान द्वारा उसके रसिक बनते हैं, तब आत्मसत्ता प्रकट करनेवाली आत्मशक्ति जो अब तक आच्छादित बनी हुई थी वह व्यक्तरूप में उल्लसित होती है । (अर्थात् हे प्रभो ! आपके आलम्बन से उपादान प्रकट होता है ।)
अब सम्पूर्ण सिद्धि प्राप्त करने में क्या देर लगने वाली है ? अर्थात् पुष्ट निमित्त के आलम्बन से स्वरूपालम्बी बना हुआ साधक अल्पकाल में ही अवश्य सिद्धि-सुख को प्राप्त करता हैं । देवों में चन्द्र के समान उज्ज्वल जिनेश्वर प्रभु ही सर्व जीवों के आधार हैं, प्राण हैं और शरण हैं । | અર્થ : હે પ્રભુ ! રુચિ-જ્ઞાન-રમણતા-વર્યાદિ સર્વ ક્ષયોપથમિક ગુણો જ્યારે આપના ક્ષાયિક ભાવે પ્રગટેલા કેવલજ્ઞાનાદિ ગુણોનાં સ્મરણ, ચિંતન, મનન અને ધ્યાન દ્વારા તેના રસિક બને છે, ત્યારે આત્મસત્તાને પ્રગટ કરનારી જે આત્મ-શક્તિ અત્યાર સુધી આચ્છાદિત થયેલી હતી તે વ્યક્તરૂપે-પ્રગટપણે ઉલ્લસિત થાય છે (અર્થાત્ હે પ્રભુ ! તમારા આલંબને ઉપાદાન પ્રગટે છે).
હવે, સંપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં શી વાર લાગવાની છે ! અર્થાત્ પુષ્ટ નિમિત્તના આલંબનથી સ્વરૂપાલંબી બનેલો સાધક અલ્પ કાળમાં જ અવશ્ય સિદ્ધિ-સુખને પામે છે. દેવોમાં ચંદ્ર સમાન ઉજ્જવલ જિનેશ્વર પ્રભુ જ સર્વ જીવોના આધાર છે, પ્રાણ છે અને શરણ છે.
સ્વો. બાલાવબોધ : પછી, ક્ષાયોપથમિગુણ-ચેતના-વીર્ય-દાનાદિ સર્વ જેવારેં તુઝ કેતાં તારા ગુણના રસી થયા તેવારેં તે નિષ્પન્નગુણરસી ચેતના થવાથી અનંત-ગુણરૂપ સત્તા, તેહનું સાધન નિપજાવવાની આત્મ-શક્તિ ઢંકાણી હતી, તે વ્યક્ત કેતાં પ્રગટપણે, ઉલ્લસી કેતાં ઉલ્લાસ પામી. - હવે, નિમિત્ત-કારણ મલે ઉપાદાન-કારણ પ્રગટે. આત્મા તત્ત્વરુચિ-તાત્ત્વિક-તત્ત્વાલંબી થાય તો સંપૂર્ણ અવિનાશી સિદ્ધતા નિપજતાં શી વાર છે ? એટલે પુષ્ટ-કારણે નિયમાં કાર્ય નિપજે.
તે માટે દેવચંદ્ર સ્તુતિ-કર્તા અથવા સર્વ દેવમાંહે ચંદ્રમા સમાન તે જિનરાજ શ્રી વીતરાગ, તે સર્વ જીવના આધાર છે એટલે, જિનમુદ્રાને આલંબનેં અનંત જીવ સિદ્ધિ વર્યા. તેથી અરિહંતાલંબને સિદ્ધતા નિપજે એ નિયામક છે, વાસ્તે અરિહંત-સ્મરણ, વંદન, નમન, स्तवन, ध्यान ४२. હે ભવ્ય જીવો ! તમને એહી જ આધાર છે.
।। इति सप्तमगाथार्थ : ।। ७ ।। ।। इति नवम श्री सुविधिनाय स्तवनम् ।। ९ ।।
Jain Education International
www.jainelibrary.org
For Personal & Private Use Only
૨૦૩