________________
प्रभु मुद्राने योग, प्रभु प्रभुतारूखे होठालाय." द्रव्यतणे साधर्म्य स्वसंपति ओलखे,होलाला स्व.. ओलसता बहुमान, सहितरुचि पण वधे,होलालासा रुचि अनुयायी वीर्य,
Uાદા ઢાઢરદ્દો જ જ, તે જ દિકરી
2મા
अर्थ : श्री अरिहन्त परमात्मा की प्रशान्त मुद्रा के दर्शन से आत्मा प्रभु की पूर्ण शुद्ध गुण-पर्यायमयी प्रभुता को पहचान लेता है । साथ ही जीव-द्रव्य के साधर्म्य से उसे स्व-सम्पत्ति (आत्मगुणों) की प्रतीति होती है । (अर्थात् परमात्मा और मेरी आत्मा का जीवत्व समान होने से जितने ज्ञानादि गुण उनमें प्रकटित हैं उतने ही गुण मेरी आत्मसत्ता में रहे हुए हैं, ऐसी श्रद्धा होती है ।)
ऐसी प्रभुता की पहचान होते ही बहुमानपूर्वक वैसी प्रभुता को प्रकट करने की रूचि उत्पन्न होती है । रूचि के अनुसार वीर्यशक्ति की स्फुरणा होती है और वीर्यशक्ति की प्रबलता के अनुसार चारित्र-आत्मरमणता की धारा चलती है । आत्मस्वभाव की रुचि उत्पन्न होने पर सर्व चारित्र-वीर्यादि गुण स्वभाव में ही लीन बनते हैं।
અર્થ : શ્રી અરિહંત પરમાત્માની પ્રશાંત મુદ્રાનાં દર્શનથી આત્મા પ્રભુની પૂર્ણ શુદ્ધ ગુણ-પર્યાયમયી પ્રભુતાને ઓળખી લે છે તેમ જ જીવદ્રવ્યના સાધર્મ્સથી તેને સ્વ-સંપત્તિ(આત્મ-ગુણો)ની પ્રતીતિ થાય છે. (અર્થાત્ “પરમાત્મા અને મારા આત્માનું જીવત્વ સમાન હોવાથી જેટલા જ્ઞાનાદિ ગુણો તેમનામાં પ્રગટેલા છે, તેટલા જ ગુણો મારી આત્મ-સત્તામાં રહેલા છે' ' એવી શ્રદ્ધા થાય છે.)
આવી પ્રભુતાની ઓળખાણ થતાં બહુમાનપૂર્વક તેવી પ્રભુતાને પ્રગટાવવાની રુચિ ઉત્પન્ન થાય છે, રુચિ અનુસાર વીર્ય-શક્તિની ફુરણા થાય છે અને વીર્ય-શક્તિની પ્રબળતા મુજબ ચારિત્ર-આત્મરમણતાની ધારા(પ્રવાહ) ચાલે છે.
આત્મ-સ્વભાવની રુચિ ઉત્પન્ન થતાં સર્વ ચારિત્ર-વીર્યાદિ ગુણો સ્વભાવમાં જ લીન બને છે.
સ્વો. બાલાવબોધઃ ઇહાં કોઇ પૂછે જે, “તું તાહરા આત્મ-ધર્મનો રુચિવત થય, તેવારેં પ્રભુજીનું શું કામ છે ?”
તેને ઉત્તર જે, ‘આત્મ-સ્વભાવ વિસરી પર-ભાવરંગી થઇ એ માહારો આત્મા શરીર-સંગી, વ્યાસંગી, અનંગી, કુલિંગી તથા લિંગીપણે મમતાલિંગી થઇ રહ્યો છે, સ્વ-સત્તા ધર્મ વિસરી ગયો છે.” - તે હવે અનંત-જ્ઞાની પરમ-અમોહી પ્રભુની મુદ્રા થાપના-નિક્ષેપરૂપ, તેહનો યોગ મલે, તેવારે અનંત ગુણરૂપ સકલ-જ્ઞાયક શુદ્ધાત્મરૂપ એવી શ્રી પ્રભુની પ્રભુતા, તેને લખે કેતાં ઓલખે. તે ઓલખ્યા પછી “દ્રવ્યતણું કહેતા દ્રવ્ય-જીવ દ્રવ્યપણાને સાધર્મે-સરખાપણે જે સિદ્ધ થયા તે પણ જીવ અને હું પણ જીવ. માટૅ સત્તાર્યો સરિખા છેર્યો, ગુણ-પર્યાય સ્વભાવે તુલ્ય છેમેં. તો જેવી સંપદા શ્રી સુવિધિનાથ પરમેશ્વરને પ્રગટ થઇ છે, તેટલી જ સંપદા માહરી સત્તામાં પણ છે. તેથી હું પણ તે પરમેશ્વર જેટલી સંપદાનો ધણી છું.'' એમ ઓલખે, એહવે ઓલખ્યા પછી તે સંપદા ઉપર બહુમાન આવે. | તેથી તે સંપદાની રુચિ પ્રગટે જે એવી સંપદા માહારે કેવારેં નીપજશે ? અને જેની રુચિ હોય તેહનો ઉદ્યમ થાય, તેવારેં વીર્ય-ગુણનું સ્કુરણ તે પણ રુચિને અનુયાયી છે અને જે દિશું વીર્ય સ્કુરેં તેહમાં જ રમણ થાય એટલે તેહનું જ નીપજવાનું આચરણ થાય. ' એટલે પ્રભુ દીઠે પ્રભુની પ્રભુતા ભાસે. પ્રભુતા ભાર્યે, તે પ્રભુતા પોતામાં જાણે. પછી તે પ્રગટ કરવાની રૂચિ ઉપજે. તેથી રુચિનું વીર્ય તથા ચારિત્ર જે રમણ તે પણ તે દિશે સર્વે, તેવારેં તે સિદ્ધતા પ્રગટે, તેથી જિન-મુદ્રાનો યોગ, તે બધું સાધન છે. એહિ જ માર્ગ છે. એ માર્ગ કહ્યો.
| રૃતિ પરથાર્થઃ || ૬ ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
૨૦૨